હકારાત્મક Q3 પરિણામોના લીધે શેર પ્રાઇઝ(Share price)માં ઉછાળો

શું અત્યારે વિપ્રો(Wipro)ના શેરમાં રોકાણ કરવું જોઈએ ?

ડિસેમ્બર ક્વાર્ટરના સારા પરિણામોના લીધે વિપ્રો(Wipro)ના શેર આજે 15 જાન્યુઆરીના રોજ 10 ટકા વધીને 52-સપ્તાહની નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. છેલ્લા અમુક ક્વાર્ટર બાદ વિપ્રો(Wipro)ના પરિણામો સ્ટ્રીટ એસ્ટિમેટ્સને બીટ કરવામાં સફળ રહ્યા હતા.

વિપ્રો(Wipro)એ 12 જાન્યુઆરીએ તેના પરિણામોની જાહેરાત કર્યા બાદ તેના ADR(અમેરિકન ડિપોઝિટરી રિસિપ્ટ્સ)(NYSE:WIT) પણ લગભગ 18 ટકા વધીને $6.35ની નજીક પહોંચ્યો હતો, જે છેલ્લા 20 મહિનાનો ટોચનો ભાવ છે.

 વિપ્રોનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે ઘટીને રૂ. 2,694 કરોડ થયો હતો અને consolidated આવક રૂ. 22,205 કરોડ થઈ હતી, જે વાર્ષિક ધોરણે 4.4 ટકા ઘટી હતી.

તેમ છતાં, મોતીલાલ ઓસ્વાલના એનાલિસ્ટના મતે વિપ્રોના Q3 પરિણામો હકારાત્મક છે કારણે કંપનીએ ઘણા પડકારોના લીધે છેલ્લા કેટલાક ક્વાર્ટરમાં અપેક્ષાઓ પૂરી કરવામાં સંઘર્ષ કર્યો હતો. “કન્સલ્ટિંગ વર્ટિકલમાં મોટી ડીલ મેળવવા અંગે વિપ્રો મેનેજમેન્ટની કોમેન્ટરી સૂચવે છે કે કન્સલ્ટિંગ સેગમેન્ટમાંથી પ્રેશર હવે ઓછું થઈ રહ્યું છે, જે ઓવર ઓલ ગ્રોથ સુધારવામાં મદદ કરશે,” મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસે તેના અહેવાલમાં જણાવ્યું હતું

આ ક્વાર્ટરમાં કંપનીએ સ્ટ્રીટ એસ્ટિમેટ્સને બીટ કરતા બ્રોક્રરેજ હાઉસ પરિણામોને પોઝિટિવ ગણાવી રહ્યા છે.

આ સતત ચોથું ક્વાર્ટર છે જેમાં વિપ્રોએ YoY પ્રોફિટમાં ઘટાડો નોંધાવ્યો છે. નવી ડીલ મેળવવા અને ટોપ-લાઈન ગ્રોથ વચ્ચે ઓછા કો-રિલેશનને કારણે વિશ્લેષકોના મતે વિપ્રો હમણાં તેના પ્રતિસ્પર્ધીઓ સામે અંડર પરફોર્મન્સ ચાલુ રાખશે.

જોકે, આજે સવારે 9:16 વાગ્યે, NSE(નેશનલ સ્ટોક એક્સચેન્જ) પર વિપ્રો(Wipro)ના શેર લગભગ 10 ટકા વધીને રૂ. 511.95 પર ટ્રેડ થઈ રહ્યા હતા.

અમેરિકા અને યુરોપમાં ક્રિસમસ, રજાઓની મોસમ અને ઓછા કામકાજના દિવસોની અસરને કારણે IT કંપનીઓ માટે સામાન્ય રીતે ત્રીજો ક્વાર્ટર (Q3) નબળો રહેતો હોય છે. વિપ્રો માટે આવકમાં ઘટાડો મુખ્યત્વે BFSI વર્ટિકલમાં સતત નબળાઈ તેમજ વિવેકાધીન ખર્ચમાં ઘટાડાની સાથોસાથ કન્સલ્ટિંગ માટે કંપનીના ઊંચા એક્સપોઝરને કારણે અપેક્ષિત હતો. ડિસેમ્બર 2023માં પૂરા થયેલા ક્વાર્ટરમાં વિપ્રોએ $0.9 બિલિયનની મોટી ડીલ મેળવી હતી, જે છેલ્લા ક્વાર્ટરમાં મેળવેલ $1.28 બિલિયનની ડીલ કરતાં ઓછી છે. કંપનીએ મેળવેલકુલ ડીલ $3.8 બિલિયન રહી હતી, જે કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મેળવેલ ડીલના સમકક્ષ છે.

નુવામા ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝના મત અનુસાર વિપ્રોનું મ્યૂટ પરફોર્મન્સ અને Q4 માર્ગદર્શન ઘણા સંકેતો આપે છે, જોકે વિશ્લેષકો પરિણામોમાં ધીમે ધીમે સુધારાની ચાલ જોઈ રહ્યા છે.

IDBI મૂડી અનુસાર, કેપકો બિઝનેસમાં ઓર્ડર બુકિંગમાં ડબલ ડીજીટ ગ્રોથ વિપ્રોના કન્સલ્ટિંગ વર્ટિકલમાં ગ્રોથ તરફ પાછા ફરવાના પ્રારંભિક સંકેતો દર્શાવી રહ્યા છે. વધુમાં, $3.8 બિલિયનની ઓર્ડર બુક (બુક ટુ બિલ 1.43x) પણ કંપનીની આવકમાં વધારો કરશે.

એનાલિસ્ટ્સ FY24-FY26 દરમિયાન વિપ્રો(Wipro) ના રેવન્યુ ગ્રોથમાં સુધારો થવાની અપેક્ષા રાખી રહ્યા છે.

વિપ્રોની નબળી Q3 FY24 રેવન્યુ ગ્રોથ અને મ્યૂટ Q4 ગાઇડન્સને જોતાં, બ્રોકરેજનું અનુમાન છે કે મેનેજમેન્ટની મધ્યમ-ગાળાની 17.0-17.5 ટકાની માર્ગદર્શિત માર્જિન રેન્જ કરતાં નીચા માર્જીન સાથે વિપ્રોનો FY24 રેવન્યુ ગ્રોથ રેટ તેના ટિયર-1 IT સર્વિસિસ પ્રતિસ્પર્ધીઓમાં સૌથી નીચો હશે

IDBI કેપિટલે વિપ્રો પર તેનું રેટિંગ અગાઉ આપેલ ‘હોલ્ડ’ રેટિંગમાંથી ‘બાય’ પર અપગ્રેડ કર્યું છે,અગાઉના રૂ. 390 ના ટાર્ગેટ પ્રાઇઝને અપગ્રેડ કરીને રૂ. 535 ની ટાર્ગેટ પ્રાઇઝ આપી છે.

નુવામા ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝે રૂ. 460 ના ટાર્ગેટ પ્રાઇઝ સાથે સ્ટોક પર તેનો ‘હોલ્ડ’ કોલ જાળવી રાખ્યો છે. સ્ટોકનું સસ્તું વેલ્યુએશન અને હાઈ ડિવિડન્ડ યિલ્ડ ડાઉનસાઇડની સંભવિતતાને મર્યાદિત કરે છે એમ બ્રોકરેજનું માનવું છે.

મોર્ગન સ્ટેનલીએ શેર દીઠ રૂ. 460ની ઊંચી ટાર્ગેટ પ્રાઇઝ સાથે વિપ્રોને અંડરવેઇટ રેટિંગ આપ્યું છે.

સકારાત્મક મેનેજમેન્ટ કોમેન્ટરી અને પોઝિટિવ રેવન્યુ ગ્રોથ ટ્રેજેક્ટ્રી ઉંચા EPS એસ્ટિમેટ્સ સૂચવે છે. મોર્ગન સ્ટેન્લીએ નાણાકીય વર્ષ 2024-25 માં કંપનીના પ્રતિસ્પર્ધીઓની તુલનામાં નબળા વેલ્યુએશન અને અર્નિંગ વિઝીબિલીટીના કારણે ‘રિલેટિવ અંડરવેઇટ’ વલણ જાળવી રાખ્યું છે.

નોમુરાએ વિપ્રો માટે 410 રૂપિયા પ્રતિ શેરના ટાર્ગેટ સાથે ‘રિડ્યુસ’ રેટિંગ જારી કર્યું છે. આવક અને માર્જિનમાં વિપ્રોના Q3 FY24 આઉટપરફોર્મન્સ છત્તાં નબળા Q4 ગાઇડન્સ અને સોફ્ટ ડીલ ગ્રેબિંગને ધ્યાને રાખીને નોમુરા સાવચેતી સાથે રોકાણ કરવાની સલાહ આપે છે. નોમુરાના માટે FY24 માં વિપ્રો માટે માર્જિનમાં સુધારાની શક્યતાઓ અત્યંત નહિવત છે.

આમ, વિપ્રોના શેરમાં મોટાભાગના બ્રોકરેજ હાઉસ આગામી સમયના રિઝલ્ટમાં માર્જીન, વેલ્યુએશન અને અન્ય પરિબળોના આધારે કોલ લેવાની સલાહ આપે છે. ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો બાદ વિપ્રો(Wipro)ના શેર આજે 15 જાન્યુઆરીના રોજ 10 ટકા વધીને 52-સપ્તાહની નવી ઊંચાઈએ પહોંચ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *