શોભા લિમિટેડ(Sobha Ltd)(NSE:SOBHA)ના શેરોમાં ગુરુવારના વેપારમાં તેજી જોવા મળી
મોતીલાલ ઓસ્વાલે(Motilal Oswal Financial Services) શોભા લિમિટેડ પર તેની ટાર્ગેટ પ્રાઇઝ રીવાઈઝ કરીને ₹1,400 પ્રતિ શેર કરી
બ્રોકિંગ ફર્મને કંપનીના સારા ગ્રોથ આઉટલુકના આધારે આઉટપરફોર્મની આશા
સ્થાનિક બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસ્વાલે વર્ષ 2024 માટે રિયલ એસ્ટેટ સેક્ટરમાં શોભા લિમિટેડ પર પોઝિટિવ રેટિંગ આપ્યું છે.
આ સમાચાર બાદ રિયલ્ટી ફર્મ શોભા લિમિટેડના શેરોમાં ગુરુવારના વેપારમાં તેજી જોવા મળી હતી. માર્કેટ ખુલ્યા બાદ શેર 18% વધીને ₹1,334.70 ની ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો.
મોતીલાલ ઓસ્વાલે શોભા લિમિટેડ પર તેની ટાર્ગેટ પ્રાઇઝ રીવાઈઝ કરીને ₹1,400 પ્રતિ શેર કરી છે, જે કરંટ માર્કેટ વેલ્યુથી વધુ 25% નો પ્રોફિટ સૂચવે છે. મોતીલાલ ઓસવાલ બ્રોકરેજ હાઉસ અનુસાર શોભા લિમિટેડ સારા ગ્રોથ આઉટલુકના આધારે આઉટપરફોર્મ કરશે.
નાંણાકીય વર્ષ 21-23માં પ્રિ-સેલ્સ ગ્રોથ પર કંપનીનો તેના લિસ્ટેડ પ્રતિસ્પર્ધીઓની સરખામણીમાં દેખાવ સાધારણ રહ્યો છે. પરંતુ તેના વિશાળ લેન્ડ રિઝર્વ અને એક્સટર્નલ ગ્રોથ ઓપોર્ચ્યુનિટીની સકારાત્મક તકોને જોતા શોભા લિમિટેડ મજબૂત પ્રોફિટ ગ્રોથ અને પોઝિટિવ બેલેન્સ શીટ દ્વારા આ વર્ષે આઉટપરફોર્મ કરશે એમ મોતીલાલ ઓસવાલ બ્રોકરેજ હાઉસનું માનવું છે.
વધુમાં, બ્રોકરેજ હાઉસ અનુસાર શોભા લિમિટેડ દ્વારા તમિલનાડુ અને બેંગલુરુમાં મોટા પ્રોજેક્ટ લોન્ચના લીધે કંપનીના હાલના લેન્ડ વેલ્યુએશનનું પણ રી-રેટિંગ થશે. FY24-26માં કંપની વધુ પ્રોજેક્ટ્સ લોન્ચ કરશે એમ બ્રોકરેજ ફર્મનું માનવું છે. બ્રોકરેજે હાઉસે (મોતીલાલ ઓસવાલ) કંપનીના પ્રિ-સેલ્સ એસ્ટીમેટમાં FY24 અને FY25 માટે અનુક્રમે 4% અને 12% અંદાજ્યો છે. જેના માટે બ્રોકરેજ ફર્મનું માનવું છે કે કંપની સારો રેવન્યુ ગ્રોથ, પોઝિટિવ પ્રોફિટ ગ્રોથ, સ્થિર કેશ ફ્લો થકી સસ્ટેનેબલ ગ્રોથ એચિવ કરીને કંપની લાંબા ગાળાનો ગ્રોથ સુનિશ્ચિત કરશે.
શોભા લિમિટેડની મજબૂત ઓર્ડર પાઇપલાઇન
કંપનીએ 15 મિલિયન સ્ક્વેર ફીટ (msf) જેટલા લોન્ચનો લક્ષ્યાંક રાખ્યો છે, જેમાંથી 3-4 msf ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં લોન્ચ કરવામાં આવી છે અને બાકીના લોન્ચ આગામી દોઢ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.
મોતીલાલ ઓસવાલના મત અનુસાર કંપની તેના 200 એમએસએફના વિશાળ લેન્ડ રિઝર્વ દ્વારા આગામી ત્રણથી ચાર વર્ષમાં 30-40 એમએસએફ પ્રોજેક્ટ્સ શરૂ કરવાની યોજના ધરાવે છે. આ પ્રોજેક્ટ્સમાં તામિલનાડુ અને બેંગલુરુ ખાતેના તેના વિશાળ લેન્ડ રિઝર્વ પરના તેના પ્રોજેક્ટ્સના પ્રારંભિક તબક્કાનો પણ સમાવેશ થાય છે.
બ્રોકરેજ અંદાજ અનુસાર શોભા લિમિટેડ FY26 સુધીમાં પોતાના લોન્ચિંગ્સને 9-10 msf સુધી વધારી દેશે, જે FY23-26 સુધીમાં કંપનીને ₹10,000 કરોડના પ્રી-સેલ્સ સાથે 25% CAGR તરફ દોરી જશે. આવનારા સમયમાં કંપનીના માર્જિનમાં સુધારો કંપનીના રી-રેટિંગ માટેના પરિબળોનું એક મહત્વનું પરિબળ હશે. બ્રોકરેજ હાઉસ મુજબ કંપનીનું EBITDA માર્જિન FY22 માં 21% થી FY23 માં ઘટીને 11% થયું હતું. રહેણાંક સેગમેન્ટમાં EBIT માર્જિન અડધું ઘટીને 23% થયું હોવાના લીધે EBITDA માર્જિન ઘટયું છે.
રેસિડેન્શિયલ સેગમેન્ટમાં તેના સાથીદારો કરતાં 10-15% ઊંચી કિંમત હોવા છતાં માર્જિનમાં ઘટાડો રોકાણકારો માટે ચિંતાઓનો વિષય છે. આમ, કંપની દ્વારા તેના માર્જિનમાં સુધારો એ મુખ્ય રી-રેટિંગ ટ્રિગર્સમાંનું એક હશે એમ મોતીલાલ ઓસવાલનું માનવું છે
કંપનીના ફોરકાસ્ટ અનુસાર આ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં કોન્ટ્રાક્ટ સેગમેન્ટ માટે EBIT માર્જિન હવે 15% પર સ્થિર થયું છે. FY24 ના ચોથા ક્વાર્ટરમાં રેસિડેન્શિયલ સેગમેન્ટનું EBITDA માર્જિન 25-30% થઈ શકે છે.
કંપનીએ અગાઉ FY23 દરમિયાન એન્ફોર્સમેન્ટ એજન્સીઓ તરફથી તપાસનો સામનો કરવો પડ્યો હતો અને આવકની કથિત બિન-જાહેરાત માટે IT સર્ચનો પણ સામનો કરવો પડ્યો હતો. આનાથી પણ કંપનીની ભાવિ વિસ્તરણ યોજનાઓ સહિત છેલ્લાં કેટલાંક વર્ષોમાં વ્યવસાયના પ્રદર્શનને અસર થઈ હોય શકે છે એમ કંપનીનું માનવું છે. કંપની સામે ચાલુ કેસોના નિરાકરણમાં સમય લાગી શકે છે પરંતુ કંપનીને આ કેસોમાં હકારાત્મક નિર્ણયની આશા છે.
આમ, બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસ્વાલ અનુસાર હકારાત્મક ભાવિ ગ્રોથ અને રેવન્યુ, પ્રોફિટ અને માર્જીન ગ્રોથમાં આશાવાદને લીધે રિયલ એસ્ટેટ સેક્ટરમાં આ વર્ષે શોભા લિમિટેડ સારું પર્ફોર્મ કરીને રોકાણકારોને આકર્ષક રિટર્ન આપી શકે છે.
નોંધ :- લેખમાં દર્શાવવામાં આવેલા વિચારો લેખકના અંગત વિચારો છે. શેર અને કંપની અંગેની બાબતો બ્રોકરેજ હાઉસના રિપોર્ટ પરથી લેખકે પોતાના વિચારો રજૂ કર્યા છે. આ રોકાણ માટેની સલાહ કે સૂચન નથી. રોકાણકારોએ પોતાના નાણાકીય સલાહકારની સૂચન અને માર્ગદર્શનના આધારે જ રોકાણ કરવું.