Investment Sectors in India – આવનારા 10 વર્ષમાં શેર બજારમાં કયા સેક્ટર્સની હશે બૂમ ? કયા સેક્ટર આપશે નવા મલ્ટીબેગર્સ ?

ક્યાં મળશે નવા મલ્ટીબેગર્સ ? આગામી સમયમાં ક્યાં રોકાણ કરવું બની શકે લાભદાયી(Investment Sectors in India) ?

રીન્યુએબલ એનર્જી, ફિનટેક, સેમીક્ન્ડકટર સહીત જાણો આવનારા સમયમાં ડિમાન્ડમાં રહેનારા સેક્ટર્સ(Investment Sectors in India)  વિશે

ભારતનું અર્થતંત્ર ઝડપથી વિકસી રહ્યું છે, જે કેટલાક મુખ્ય ક્ષેત્રોની નોંધપાત્ર વૃદ્ધિને આભારી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં વિવિધ ક્ષેત્રે ડિજિટલાઈઝેશન અને આધુનિક ટેકનોલોજીના વિકાસ સાથે ઘણાં ક્ષેત્રોમાં સીમાચિહ્નરૂપ પરિવર્તનો આવ્યા છે. સાથોસાથ દેશમાં વધતી જતી ડીસ્પોસેબલ ઈનકમના લીધે પણ કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ગુડ્સ, એનર્જી, પાવર ટ્રાન્સમિશન જેવા કેટલાંક ક્ષેત્રો વિકાસ પામ્યા છે. આવનારો દાયકો સેમિકન્ડકટર, રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રિક વ્હિકલ, ગ્રીન અથવા રીન્યુએબલ એનર્જી સહિતના ક્ષેત્રોની બોલબાલા રહેશે.
સાથે જ, આઇટી ક્ષેત્રની તકનીકી નવીનતાઓથી લઈને આરોગ્યસંભાળમાં મહત્વપૂર્ણ પ્રગતિ, એફએમસીજી બજારનું વિસ્તરણ, રીન્યુએબલ એનર્જીમાં સસ્ટેનેબીલીટી, માળખાગત તેજી અને ફિનટેકમાં ડિજિટલ ઉત્ક્રાંતિ પણ કેટલાય ક્ષેત્રોમાં નવીન તકોના દ્વાર ખોલશે. એક લાંબા ગાળાના રોકાણકારે આવનારા સમયમાં કયા ક્ષેત્રોની ડિમાન્ડ રહેશે, કયા ક્ષેત્રોમાં અત્યારથી કરેલું રોકાણ સોનું સાબિત થશે અને ભવિષ્યમાં મેઈનસ્ટ્રીમ બનનારા કયા ક્ષેત્રોની સારી કંપનીઓના શેર અત્યારે ખૂબ જ સસ્તા ભાવે મળી રહ્યા છે તે જાણવું ખૂબ જ જરૂરી છે.

તો ચાલો આજે જાણીએ આવનારા 10 વર્ષમાં શેરમાર્કેટમાં રોકાણકારોને મલ્ટીબેગર આપી શકે એવા ક્ષેત્રો વિશે…

રીન્યુએબલ એનર્જી(પુનઃ પ્રાપ્ય ઊર્જા) :– દુનિયાભરમાં સસ્ટેનેબિલિટી અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાની જરૂરિયાતોને પરિણામે આવનારા સમયમાં સૌર અને પવન ઊર્જા જેવા રીન્યુએબલ ઉર્જા સ્ત્રોતોમાં નોંધપાત્ર વૃદ્ધિ થવાની સંભાવના છે. સસ્ટેનેબલ અને ક્લીન  ઉર્જા સ્ત્રોતોમાં ખાસ કરીને સૌર ઉર્જા અને પવન ઉર્જા જેવા રીન્યુએબલ એનર્જી ક્ષેત્રોમાં ભારતની પ્રતિબદ્ધતા તેને વ્યૂહાત્મક રોકાણ કેન્દ્ર બનાવે છે. વ્યવસાયિક રોકાણકારો રીન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ, એનર્જી સ્ટોરેજ સોલ્યુશન્સ અને તેની સાથે સંકળાયેલ ટેકનોલોજીમાં કાર્યરત કંપનીઓમાં સારું રીટર્ન મેળવી શકે છે.

કાર્બન ઉત્સર્જન ઘટાડવાની જરૂરિયાત રીન્યુએબલ એનર્જી ક્ષેત્રને એક આકર્ષક રોકાણ ક્ષેત્ર બનાવે છે. રીન્યુએબલ એનર્જી માટેના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો સાથે ભારતે આ ક્ષેત્રમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે, જેના કારણે ઇન્સ્ટોલ્ડ કેપેસીટીમાં નોંધપાત્ર વધારો થયો છે. બજેટ ફાળવણી સહિત સરકારનું સમર્થન આ ક્ષેત્રની વૃદ્ધિની ક્ષમતા વધારે છે.

રિન્યુએબલ એનર્જી સેક્ટર ક્ષેત્રે કાર્યરત ટોચની કંપનીઓ

  •  ટાટા પાવર કંપની લિમિટેડ
  • JSW એનર્જી
  • અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ
  • NTPC
  • NLC INDIA
  • Waaree Renewable Energy Ltd.
  • Reliance
  • KPI Green energy

ઇલેક્ટ્રિક વાહનો (EV–ઇલેક્ટ્રિક વ્હીકલ્સ):- વૈશ્વિક સ્તરે ઇલેક્ટ્રિક વાહનો અને સસ્ટેનેબલ પ્રાઇવેટ મોબીલીટીની બહોળી જરૂરિયાતના લીધે આગામી સમયમાં  ઇવી ઉત્પાદકો, ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંબંધિત તકનીકોમાં કરેલું રોકાણ આકર્ષક રીટર્ન આપી શકે છે.
સસ્ટેનેબીલીટી અને લેસ કાર્બન એમીશન પર પર વૈશ્વિક સ્તરે અપાતું મહત્વ ભારતમાં ઇલેક્ટ્રિક વાહન બજારને વિકાસવા માટે અને ગ્લોબલ પ્લેયર બનવા માટે મોટી તક પૂરી પડે છે, આગામી સમયમાં ઇવી ઉત્પાદકો, ઈવી એનસીલીયરી મેન્યુફેક્ચરિંગ, ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બેટરી સ્ટોરેજ, ઈવી ટેક અને સંકળાયેલ ક્ષેત્રોમાં રોકાણ સોનું સાબિત થઇ શકે છે.

જળ વ્યવસ્થાપનઃ પાણીની અછત અને પ્રદૂષણના પડકારોને ધ્યાનમાં લેતા, આગામી સમયમાં  જળ શુદ્ધિકરણ, સંરક્ષણ અને વ્યવસ્થાપન સાથે સંકળાયેલી કંપનીઓ માંગમાં વધારો જોઈ શકાય છે. આ ક્ષેત્રે કાર્ય કરતી મહત્વની કમ્પનીઓમાં ARE&M, KPIT Tech, TATA Motors, Tata technologies, Tata Power(charging Stations) વગેરે છે.

સેમિકન્ડક્ટર્સ:- ભારત સેમિકન્ડક્ટર ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવાનું લક્ષ્ય ધરાવે છે, ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ અને આઇઓટી ઉપકરણોની વધતી માંગને ધ્યાનમાં રાખીને ચિપ ડિઝાઇન, ફેબ્રિકેશન અને સંબંધિત તકનીકોમાં સામેલ કંપનીઓમાં રોકાણ કરવું આકર્ષક બની શકે છે. છેલ્લાં એક વર્ષથી સરકારે પણ આ ઉદ્યોગને દેશમાં સ્થાપિત કરવા અને આગામી સમયમાં દેશમાં આ ક્ષેત્રની ઇકોસીસ્ટમ ડેવલપ કરવા માટે ઘણાં નોંધપાત્ર પ્રકલ્પો હાથ ધર્યા છે, જેના ભાગરૂપે તાજેતરમાં આસામ ખાતે એક અને ગુજરાત ખાતે બે સેમિકન્ડક્ટર પ્લાન્ટના ભૂમિપૂજન કરવામાં આવ્યા છે. ગુજરાતમાં પહેલાથી જ માઈક્રોન કંપનીના વધુ એક પ્લાન્ટનું કામ શરુ છે. આમ, આ ક્ષેત્ર અને તેની સાથે સંકળાયેલા ક્ષેત્રો આગામી સમયમાં ચોક્કસપણે રોકાણકારોને આકર્ષિત કરવાના છે. આ ક્ષેત્રે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે કામ કરતી મહત્વની કંપનીઓમાં CG Power, Kynes Technology, Tejas Network વગેરે છે.

હેલ્થકેર:- જેમ જેમ ભારતની વસ્તી વધશે અને ઉંમર વધશે તેમ તેમ હેલ્થકેર સેવાઓ, ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ ટેકનોલોજીની માંગ વધશે. ફાર્માસ્યુટિકલ્સ, બાયોટેકનોલોજી અને હેલ્થકેર સર્વિસનો સમાવેશ કરતું હેલ્થકેર ક્ષેત્ર પણ આગામી સમયમાં રોકાણકારોની પસંદગીનું ક્ષેત્ર બની રહેશે. હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વેક્સીન મેન્યુફેક્ચરિંગ અને મેડીકલ  ઇનોવેશનમાં ફાળો આપતી કંપનીઓમાં રોકાણ આગામી સમયમાં ઘણું સારું રીટર્ન આપી શકે છે. ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ગંભીર રોગોની સારવારમાં ઉપયોગી એવા જેનરિક મેડીસીન્સ, બયોસીમીલર્સ સહીત વિવિધ બાયોટેક પ્રોડક્ટ્સ સાથે સંકળાયેલી કંપનીઓ પણ આગામી સમયમાં સારું રીટર્ન આપી શકે છે.

પડકારો હોવા છતાં, ટેકનીકલ એડવાન્સમેન્ટ અને સ્કીલ્ડ પ્રોફેશનલ્સના લીધે હેલ્થકેર ક્ષેત્રે સ્થિતિસ્થાપકતા જોવા મળી રહી છે. આગામી સમયમાં નોંધપાત્ર ગ્રોથના પ્રોજેકશન્સના લીધે આ ક્ષેત્રનું ભવિષ્ય ઉજ્જવળ જણાય છે. હેલ્થકેર સેક્ટરના મુખ્ય ઘટક એવા હોસ્પિટલ ક્ષેત્રમાં નોંધપાત્ર વિસ્તરણ થવાની અપેક્ષાઓ રહેલી છે. જે હેલ્થકેર સેકટરને  ભારતના સૌથી ઝડપથી વિકસતા ક્ષેત્રોમાંનું એક બનાવે છે.

હેલ્થકેર સેક્ટરના મુખ્ય પ્લેયર્સ

  • સન ફાર્માસ્યુટિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ
  • ટોરેન્ટ ફાર્મા
  • નારાયણા હૃદયાલય(NH)
  • બાયોકોન
  • સિપ્લા લિમિટેડ
  • ડિવિસ લેબોરેટરીઝ લિમિટેડ
  • રેઈનબો ચિલ્ડ્રન્સ મેડીકેર લીમીટેડ
  • એપોલો હોસ્પિટલ્સ એન્ટરપ્રાઇઝ લિમિટેડ
  • ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ લિમિટેડ

ઈન્ફ્રાસ્ટ્રક્ચર :- શહેરીકરણ અને વિકસિત પરિવહનની જરૂરિયાત સાથે, રસ્તાઓ, રેલવે અને સ્માર્ટ શહેરો સહિતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, આ ક્ષેત્રે રોકાણની ઉજળી તકો દર્શાવે છે.
ચાલી રહેલા અને આગામી સમયમાં શરુ થનારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, વિકસિત પરિવહન , લોજિસ્ટિક્સ અને સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ સહિતના ઉપક્રમો આગામી સમયમાં આ ક્ષેત્રમાં આકર્ષક રોકાણ અને રીટર્નની સંભાવનાઓ રજૂ કરે છે. કન્સ્ટ્રકશન , રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સંબંધિત કંપનીઓ રોકાણકારોને સારું વળતર આપી શકે છે.

 ઈન્ફ્રાસ્ટ્રક્ચર એ આર્થિક વિકાસનું મુખ્ય ચાલકબળ છે, જેમાં વિવિધ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ પ્લેયર્સનો સમાવેશ થાય છે. વૈશ્વિક પડકારોની અસર હોવા છતાં, આ ક્ષેત્ર લાંબા ગાળાના વિકાસ માટે તૈયાર છે, જે સરકારી ઈનીશીએટીવ્સ  અને મેક ઇન ઇન્ડિયા કેમ્પેઈન દ્વારા સમર્થિત છે. જે રાષ્ટ્રના વિકાસમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના મહત્વને દર્શાવે  છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં કાર્યરત કંપનીઓ

  • લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ
  • KNR કન્સ્ટ્રકશન
  • જીએમઆર એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ
  • ગોદરેજ પ્રોપર્ટીઝ
  • મેક્રોટેક ડેવલપર્સ
  • આઈઆરબી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ લિમિટેડ
  • હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ

ડીફેન્સ:- ભારતમાં આ વર્ષના બજેટમાં સંરક્ષણ ક્ષેત્રે સૌથી વધુ બજેટ ફાળવવામાં આવ્યું છે. ડીફેન્સ ક્ષેત્રે ભારત અત્યારે આત્મનિર્ભર બનવાના લક્ષ્યાંક સાથે ચાલી રહ્યું છે. ભવિષ્યમાં આ ક્ષેત્રે ભારત અન્ય રાષ્ટ્રોને ડીફેન્સ ઇક્વિપમેન્ટ્સ નિકાસ કરવાનું લક્ષ્યાંક રાખી રહ્યો છે. આથી જ આ ક્ષેત્રની કંપનીઓમાં  મોટું કેપિટલ એક્સ્પેન્ડીચર આવનારા સમયમાં જોવા મળવાનું છે. વિવિધ પ્રકારના સંરક્ષણ ઉપકરણો બનાવતી તેમજ આ સાથે પરોક્ષ રીતે સંકળાયેલી કંપનીઓ પણ આવનારા સમયમાં સારું રીટર્ન આપી શકે છે.

ડીફેન્સ ક્ષેત્રે ભારતીય બજારોમાં લીસ્ટેડ મુખ્ય કંપનીઓ

  • હિન્દુસ્તાન એરોનોટીકલ લીમીટેડ(HAL)
  • ભારત ઇલેક્ટ્રોનીક્સ લીમીટેડ (BEL)
  • Map my India(CE INFO SYSTEMS)
  • ભારત ડાયનામિકસ લીમીટેડ

આઇટી ક્ષેત્ર:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા એનાલિટિક્સ, ડેટા સાયન્સ અને બિગ ડેટા પર નોંધપાત્ર ધ્યાન કેન્દ્રિત કરીને આઇટી ટેક વ્યવસાય ઘણો વિકસ્યો છે. આ વ્યવસાય પ્રભાવશાળી ગતિએ વિસ્તર્યો છે તથા અર્થતંત્રમાં નોંધપાત્ર ફાળો આપનાર બન્યો છે. ઘણા ભારતીય આઇટી સ્ટાર્ટઅપ્સે “યુનિકોર્ન” નો દરજ્જો હાંસલ કર્યો છે, જે સૂચવે છે કે તેમનું મૂલ્યાંકન 1 અબજ ડોલરથી વધુ છે. નિફ્ટી આઇટી ઈન્ડેક્સમાં પ્રતિબિંબિત આ ક્ષેત્રનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું છે. 560 મિલિયનથી વધુ ઇન્ટરનેટ યુઝર્સ સાથે, ભારત વૈશ્વિક સ્તરે બીજા ક્રમનું સૌથી મોટું ઓનલાઇન બજાર છે.

વધુમાં, સરકાર પણ આઇટી ઉદ્યોગની સેવાઓની નિકાસને નોંધપાત્ર રીતે વેગ આપવાની દિશામાં સંપૂર્ણ સહકાર પૂરો પાડવા સજ્જ છે, જે આ ઝડપથી વિકસતા ઉદ્યોગમાં ભારતની તાકાત દર્શાવે છે. આવનારા સમયમાં AI અને રોબોટીક્સ જેવી આધુનિક ટેકનોલોજી અને ડેવલપમેન્ટના ગ્રોથને જોતા આ સેક્ટર ઘણાં મલ્ટીબેગર શેર અને રીટર્ન આપી શકે છે.

આઇટી સેક્ટરની મુખ્ય કંપનીઓ

  • ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ લિમિટેડ(TCS)
  • ઇન્ફોસિસ લિમિટેડ(INFOSYS)
  • એચસીએલ ટેક્નોલોજીસ લિમિટેડ(HCL Tech)
  • વિપ્રો લિમિટેડ(Wipro)
  • ટેક મહિન્દ્રા લિમિટેડ(Tech Mahindra)
  • LTI માઇન્ડટ્રી લિમિટેડ(LTI Mindtree)

 ફિનટેક અને ડિજિટલ ઇકોનોમી:- ડિજિટલ ઈકોનોમીનો ઝડપી પ્રસાર અને  ઇન્ટરનેટના વધતા વપરાશને કારણે ભારતમાં  ઇ-કોમર્સ, ફિનટેક અને ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન્સ સેક્ટર આગામી સમયમાં ખુબ જ મોટું રોકાણ સહીત વેલ્યુ અને ગ્રોથ અનલોક જોઈ રહ્યું છે. ઓનલાઇન રિટેલ, ડિજિટલ ફાઇનાન્સ અને સંલગ્ન સેવાઓમાં નવીન ઉકેલો પ્રદાન કરતી કંપનીઓ આગામી સમયમાં રોકાણકારોની પસંદ બનશે તેમાં કોઈ બેમત નથી.

પરંપરાગત બેંકિંગ અને ફિનટેક સહિત નાણાકીય સેવા ક્ષેત્ર મોટા રીવોલ્યુશનમાંથી પસાર થવા જઈ રહ્યું છે. આવા સમયે પ્રોફેશનલ ઇન્વેસ્ટર્સ પેમેન્ટ,ફાઈનાન્સ અને ડિજિટલ બેંકિંગમાં નવીન ઉકેલો પ્રદાન કરતી ફિનટેક કંપનીઓમાં રોકાણ માટે તત્પરતા દાખવી શકે છે. દેશમાં ખુબ ઝડપથી વિકસી રહેલું ડિજિટાઇઝેશન, વિકાસ પામી રહેલું ઇક્વિટી બજાર અને વસ્તી વિષયક વલણો આ ક્ષેત્રે આકર્ષક રોકાણની સંભાવનાઓ ઉભી કરે છે.

ડિજિટલ ફાઈનાન્સ અને પેમેન્ટ સોલ્યુશન્સની જરૂરિયાતને કારણે ફિનટેક ક્ષેત્રે ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. સતત નવીનતા સાથે, ફિનટેક ક્ષેત્ર ભારતના આર્થિક પરિદ્રશ્યમાં ચાવીરૂપ ખેલાડી તરીકે ઊભરી રહ્યું છે, જે આ ક્ષેત્રની ઝડપી પ્રગતિ અને ડિજિટલ અર્થતંત્રમાં તેની નિર્ણાયક ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે.

ફિનટેક સેક્ટર ક્ષેત્રે કાર્યરત મુખ્ય કંપનીઓ

  • બજાજ ફાઇનાન્સ લિમિટેડ
  • કમ્પ્યુટર એજ મેનેજમેન્ટ સર્વિસીસ લિમિટેડ(CAMS)
  • એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ(HDFC AMC)
  • સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઇન્ડિયા) લિમિટેડ(CDSL)

ઈ-કોમર્સ અને ન્યુ ટેકનોલોજી:- ઈ-કોમર્સ, ફિનટેક અને સોફ્ટવેર ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં પ્રગતિ સાથે ભારતનું ટેક ક્ષેત્ર પહેલેથી જ તેજીમાં છે. ડિજિટલાઇઝેશન વધુ વ્યાપક બનતાં આ વલણ ચાલુ રહેવાની અપેક્ષા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને ઓટોમેશનમાં  થઇ રહેલી ઝડપી પ્રગતિ ટેકનોલોજી ક્ષેત્રે રોકાણની નવી સંભાવનાઓના ધ્વાર ખોલવા તૈયાર છે. ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, સોફ્ટવેર ડેવલપમેન્ટ અને મજબૂત ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રકચર ધરાવતી  કંપનીઓ વિવિધ ક્ષેત્રોમાં વેપારની રીતોને બદલી શકે છે. આવી કંપનીઓ  આગામી વર્ષમાં ઘણા મલ્ટીબેગર સ્ટોક્સ આપી શકે છે.

ઈ-કોમર્સ અને ન્યુ ટેકનોલોજી આધારિત લીસ્ટેડ કંપનીઓ

  • ઝોમેટો(Zomato)
  • PB Fintech
  • FSN e commerce
  • InfoEdge(Naukri)
  • Indiamart Intermesh

લાઈફ ઈન્યોરન્સ :- કોરોના મહામારી પછી દેશમાં ઇન્સ્યોરન્સ પ્રત્યે જાગૃતિ વધી છે. વધી રહેલી બીમારીઓ અને મોંઘા હેલ્થકેર સેક્ટરના લીધે આગામી સમયમાં ઇન્સ્યોરન્સ ક્ષેત્ર પણ એક મહત્વનું ક્ષેત્ર બનશે. હેલ્થ ઇન્સ્યોરન્સ અને જીવન વિમાની સાથોસાથ દેશમાં ટર્મ ઇન્સ્યોરન્સ પ્રત્યે પણ જાગૃતિ અનેકગણી વધી છે.

આ ક્ષેત્રે મહત્વની કંપનીઓમાં HDFC Life, SBI Life, LIC india, PB Fintech વગેરેનો સમાવેશ થાય છે.

ગ્રીન હાઇડ્રોજન:- કાર્બન ઉત્સર્જન ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરીને, રીન્યુએબલ સ્ત્રોતોમાંથી ઉત્પાદિત ગ્રીન હાઇડ્રોજન એક મહત્વપૂર્ણ ઊર્જા સ્રોત બની શકે છે. હાઇડ્રોજન ઉત્પાદન, સંગ્રહ અને વિતરણ માળખામાં સામેલ કંપનીઓમાં રોકાણ કરવું આગામી સમયમાં ખુબ જ લાભદાયી નીવડી શકે છે.

આ ક્ષેત્રે કાર્યરત પ્રત્યક્ષ અથવા પરોક્ષ ભાગ ભજવતી મહત્વની કંપનીઓમાં L&T, Adani Enterprise, RIL, MTAR, InoxIndia સમાવિષ્ટ છે.

બાયોફ્યુઅલ:- પ્રદુષણ ઘટાડવાના પ્રયાસોના ભાગરૂપે દેશમાં નજીકના સમયમાં બાયોફ્યુઅલની ડીમાન્ડ અનેકગણી વધવાની છે. ઇથેનોલ આ ક્ષેત્રે એક મહત્વનું ફયુલ કોમ્પોનન્ટ ગણાય છે. આગામી સમયમાં દેશમાં પુનઃ પ્રાપ્ય ઊર્જાસ્ત્રોતોની ડીમાન્ડ વધવા સાથે બાયોફ્યુલ પણ રોકાણ માટેનું એક મહત્વનું સેક્ટર બનશે.

આ ક્ષેત્રે કામ કરતી મહત્વની કંપનીઓમાં PRAJ Industries, Advanced enzymes, Bharat Petroleum, Indian Oil, Godrej Agrovet છે.

અન્ય મહત્વના ક્ષેત્રો :-

રોબોટિક્સ અને AI: ઓટોમેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વૈશ્વિક સ્તરે ઉદ્યોગોમાં પરિવર્તન લાવી રહ્યા છે, અને ભારત પણ તેમાંથી બાકાત નથી. આગામી સમયમાં રોબોટિક્સ, ડેટા એનાલીટીક્સ, AI અલ્ગોરિધમ્સ અને ઓટોમેશન સોલ્યુશન્સ વિકસાવતી કંપનીઓમાં રોકાણ કરવાથી નોંધપાત્ર વળતર મળી શકે છે.

એગ્રીટેકઃ કૃષિ એ ભારતના અર્થતંત્રનો પાયાનો છે, અને કૃષિમાં ઉત્પાદકતા, કાર્યક્ષમતા અને ટકાઉપણું સુધારવા માટે ટેકનોલોજીનો લાભ લેતી એગ્રીટેક કંપનીઓ નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી શકે છે. આમાં પ્રીસીસન એગ્રી, કૃષિ વ્યવસ્થાપન સોફ્ટવેર અને કૃષિ ડ્રોનનો સમાવેશ થાય છે.

કન્ઝ્યુમર ગૂડ્ઝઃ જેમ જેમ મધ્યમ વર્ગનો વિસ્તાર થશે તેમ તેમ એફએમસીજી (ફાસ્ટ-મૂવિંગ કન્ઝ્યુમર ગૂડ્ઝ) રિટેલ અને મનોરંજન સહિત કન્ઝ્યુમર ગૂડ્ઝ અને સેવાઓની માંગ વધશે.

 આગામી સમયમાં ભારતમાં જેની ડીમાન્ડ હશે તેવા સેક્ટર ને અત્યારથી જ ઓળખીને સ્ટ્રેટેજીક અને વેલ ઈન્ફોર્મ્ડ એપ્રોચ સાથે કરેલું રોકાણ ખુબ જ સારું વળતર આપી શકે છે. કોઈપણ રોકાણમાં ધીરજ, અભ્યાસ અને નિર્ણયશક્તિ  જરૂરી છે. સાથે જ, રોકાણકારોએ તેમની રિસ્ક ટોલરન્સ કેપેસીટી  અને ઇન્વેસ્ટમેન્ટ ગોલ્સને કાળજીપૂર્વક ધ્યાનમાં લેવા જોઈએ. ઈમર્જીંગ ટ્રેન્ડસ અને બજારની ગતિશીલતાને યોગ્ય રીતે સમજીને, રોકાણકારો ભારતની ગતિશીલ અર્થવ્યવસ્થા દ્વારા પ્રદાન કરવામાં આવતી નવીન ક્ષેત્રોમાં રોકાણની વિવિધ તકોનો લાભ ઉઠાવવા માટે પોતાને સક્ષમ બનાવી શકે છે.

આ દરેક ક્ષેત્ર રોકાણકારો માટે અનન્ય તકો પ્રદાન કરે છે, પરંતુ રોકાણના નિર્ણયો લેતા પહેલા માર્કેટ ડાયનેમિક્સ, રેગ્યુલેટરી ગાઈડલાઈન્સ અને ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટસ જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ સંશોધન કાર્ય બાદ રોકાણ કરવું મહત્વપૂર્ણ છે.

નોંધ :- આ લેખમાં દર્શાવવામાં આવેલ માહિતી માત્ર અભ્યાસના હેતુ માટે છે. સેક્ટર વાઈસ દર્શાવેલ કંપનીઓના નામ રોકાણની સલાહ માટે નથી. કેટલાક સેક્ટરમાં દર્શાવેલ કંપનીઓ પરોક્ષ રીતે કામ કરતી હોઈ શકે છે. ઉપર્યુક્ત  લેખની માહિતીને કોઈપણ પ્રકારની સ્ટોક ખરીદવા કે વેચવાની સલાહ સમજવી નહિ. કોઈપણ રોકાણ કરતા પહેલા પોતાના ફાઈનાન્સિયલ એડવાઇઝરની સલાહ લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *