Yes Bank News – શા માટે જોવા મળી રહી છે Yes Bank ના શેરમાં તેજી ? જાણો શું છે સારા સમાચાર ?

યસ બેન્કમાં એસબીઆઇનો હિસ્સો વેચવાની મંજૂરીના સમાચાર(Yes Bank News)ના લીધે શેમાં તેજીનો માહોલ

સારા Q4 પરિણામોએ પણ રોકાણકારોને Yes bank માં ખરીદી માટે આકર્ષ્યા, બેન્કનો ચોખ્ખો નફો(નેટ પ્રોફિટ) વાર્ષિક ધોરણે 123% વધીને ₹451 કરોડ થયો

ડિસેમ્બર ક્વાર્ટરની સરખામણીમાં કુલ એનપીએ(NPA) અને નેટ એનપીએ(Net NPA) બંનેમાં સુધારો થયો

શેરબજારમાં નવા અઠવાડિયાની શરૂઆત યસ બેન્ક(Yes Bank) માટે તેજી લઈને આવી છે. યસ બેન્ક માટે આવેલા પોઝીટીવ સમાચાર(Yes Bank News)ના લીધે રોકાણકારોમાં ખરીદદારી સાથે તેજીનો માહોલ જોવા મળ્યો છે. સૂત્રો અનુસાર, કેન્દ્ર સરકારે યસ બેન્ક(Yes Bank)માં એસબીઆઇનો હિસ્સો વેચવાની મંજૂરી આપી દીધી છે(Yes Bank News).

યસ બેન્ક(Yes Bank)માં એસબીઆઈ(SBI)ના કન્સોર્ટિયમ પાસે 37.23 ટકા હિસ્સો છે. એલઆઈસી(LIC ) 4.34 ટકા હિસ્સો ધરાવે છે. આઈસીઆઈસીઆઈ બેંક(ICICI Bank) 3.43 ટકા અને એક્સિસ બેંક(Axis Bank) 2.57 ટકા હિસ્સો ધરાવે છે. બાકીનો હિસ્સો નાના રોકાણકારો અને એફઆઈઆઈ(FII) પાસે છે.

શું છે યસ બેન્ક(Yes Bank)માં હિસ્સાનો સમગ્ર મામલો?

સરકારે યસ બેંકમાં હિસ્સો વેચવાની મંજૂરી આપી દીધી છે. એસબીઆઈ(SBI) હવે પોતાનો હિસ્સો વેચી શકે છે. એસબીઆઈને 25 ટકા હિસ્સો વેચવાની મંજૂરી મળી ગઈ છે. સમાચાર સૂત્રો અનુસાર, સાઉદી અરેબિયાનું સોવરેન વેલ્થ ફંડ એવું બેન કેપિટલ અને જાપાનનું  એક ફંડ હાઉસ આ હિસ્સો ખરીદવા માટે ઈચ્છુક છે.

કેવા રહ્યા યસ બેન્ક(Yes Bank)ના Q4 પરિણામો 

યસ બેંકે શનિવાર (27 એપ્રિલ)ના રોજ Q4FY24 ના પરિણામો જાહેર કર્યાં હતા. બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2024નો ચોથા ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર)માં બેંકનો ચોખ્ખો નફો(નેટ પ્રોફિટ) વાર્ષિક ધોરણે 123% વધીને ₹451 કરોડ થયો હતો. એટલે કે ગયા વર્ષની તુલનામાં બેંકના નફામાં સારો ઉછાળો જોવા મળ્યો છે.

કંપનીએ ગયા વર્ષના સમાન ક્વાર્ટર (Q4FY23) માં ₹202 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. ચોથા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખી વ્યાજ આવક (NII-નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ) વાર્ષિક ધોરણે 2% વધીને ₹2153 કરોડ થઈ છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં તે 2105 કરોડ રૂપિયા હતી.

માર્ચ ક્વાર્ટરમાં બેન્કનું પ્રોવિઝન ગયા વર્ષ અને અગાઉના ક્વાર્ટરની તુલનામાં ઘટ્યું છે. ડિસેમ્બર ક્વાર્ટરની સરખામણીમાં કુલ એનપીએ(NPA) અને નેટ એનપીએ(Net NPA) બંનેમાં સુધારો થયો છે. શુક્રવાર(26 એપ્રિલ)ના ટ્રેડીંગમાં  બેન્કનો શેર 0.77 ટકાના વધારા સાથે 26ના સ્તરની ઉપર બંધ થયો હતો.

ચોથા ક્વાર્ટરમાં ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ(GNPA) 1.7 ટકા હતી, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 2.2 ટકા હતી. માર્ચ ક્વાર્ટરમાં ચોખ્ખી એનપીએ(નેટ NPA) વાર્ષિક ધોરણે 0.80 ટકાથી વધીને 0.60 ટકા થઈ છે. Q4FY24 માટે કુલ સ્લિપેજ ₹1,356 કરોડ રહ્યું હતું, જે Q3FY24માં ₹1,233 કરોડ હતું.

બેન્કની કુલ ડિપોઝિટ 22.5 ટકા વધીને 2.6 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. ચોથા ત્રિમાસિક ગાળામાં નેટ એડવાન્સિસ 13.8 ટકા વધીને 2.27 લાખ કરોડ રૂપિયા થઈ છે. બેન્કની કુલ ડિપોઝિટ વાર્ષિક ધોરણે 22.5 ટકા વધીને 2.6 લાખ કરોડ રૂપિયા થઈ છે.

બેન્કનું ચોખ્ખું વ્યાજ માર્જિન(નેટ ઇન્ટરેસ્ટ માર્જીન) 2.4 ટકા અને સીએએસએ રેશિયો(CASA રેશિયો) 30.9 ટકા છે.
માર્ચ ક્વાર્ટરમાં બેન્કનો CASA રેશિયો 30.9 ટકા રહ્યો હતો, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 30.8 ટકા હતો. ચોથા ત્રિમાસિક ગાળામાં બેન્કનું ચોખ્ખું વ્યાજ માર્જિન(નેટ ઇન્ટરેસ્ટ માર્જીન) વાર્ષિક ધોરણે ઘટીને 2.4 ટકા રહ્યું હતું. ગયા વર્ષના માર્ચ ક્વાર્ટરમાં તે 2.8 ટકા હતો.

ચોથા ક્વાર્ટરમાં યસ બેન્કની લોન વાર્ષિક ધોરણે 12.1 ટકા વધી હતી અને માર્ચ ક્વાર્ટરના પ્રોવિઝન વાર્ષિક ધોરણે 23.7 ટકા ઘટીને 470.8 કરોડ રૂપિયા થયા હતા. છેલ્લા ત્રિમાસિક ગાળામાં પ્રોવિઝનીંગમાં ભારે વધારો થયો હતો. તે જ સમયે, ચોથા ક્વાર્ટરમાં(Q4FY24), યસ બેંકની લોન વાર્ષિક ધોરણે 12.1 ટકા વધી છે.

છેલ્લા એક મહિનામાં બેન્કનો શેર 12.28 ટકા વધ્યો છે. સાથે જ, છેલ્લા છ મહિનામાં શેર 63.32% વધ્યો છે. છેલ્લા એક વર્ષમાં તેણે રોકાણકારોને 65.92 ટકા વળતર આપ્યું છે.Q4 પરિણામોના એક દિવસ પહેલા શુક્રવારે(26 એપ્રિલે) યસ બેન્કનો શેર 0.39 ટકા વધીને 26.05 રૂપિયા પર બંધ થયો હતો. આ સાથે બેન્કનું માર્કેટ કેપિટલાઇઝેશન પણ 78.54 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

યસ બેન્કની દુનિયાના 710થી વધુ દેશોમાં 1,200 થી વધુ શાખાઓ છે, જે બેંકિંગ અને નાણાકીય સેવાઓ પૂરી પાડે છે. બેંકની 1,200 થી વધુ શાખાઓ, 1,300 થી વધુ એટીએમ અને 710 થી વધુ દેશોમાં 8.2 મિલિયન ગ્રાહકો છે. રાણા કપૂર યસ બેંકના સ્થાપક છે, જેઓ બેંકમાં ગેરરીતિઓના પરિણામે જેલવાસ અને કાયદાકીય તપાસનો સામનો કરી રહ્યા છે. આ કોન્ટ્રોવર્સી પછી યસ બેંકમાં SBI કોન્સોર્ટીયમ અને અન્ય બેન્કોએ હિસ્સો ખરીદીને બેન્કને ડૂબતા બચાવી લીધી હતી. રાણા કપૂરે  2004માં બેંકની સ્થાપના કરી હતી. પ્રશાંત કુમાર બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે.

શા માટે યસ બેન્ક(Yes Bank) છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે ?

આ આગાઉ કંપનીને(યસ બેંકને) 2011-12 થી 2013-14 ના એસેસમેન્ટ વર્ષ માટે 284.21 કરોડ રૂપિયાના ટેક્સ રિફંડ ઓર્ડર મળ્યા બાદ 22 એપ્રિલે માર્કેટમાં શરૂઆતી ટ્રેડીંગમાં યસ બેન્કના શેરમાં તેજી જોવા મળી હતી.

19 એપ્રિલ, 2024 ના રોજ, યસ બેંકને 284.21 કરોડ રૂપિયાના રિફંડને નિર્ધારિત કરતી આવકવેરા ગણતરીના સ્ટેટમેન્ટ પ્રાપ્ત થયા હતા, જેમાં આકારણી વર્ષ 2011-12 થી 2013-14 માટે 113.44 કરોડ રૂપિયાની વ્યાજ રકમનો સમાવેશ થાય છે.

રિફંડમાંથી, બેંકના પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટમાં દર્શાવવાની રકમ સુધારેલા લિસ્ટિંગ નિયમો હેઠળ સૂચવવામાં આવેલી મટિરિયાલિટી થ્રેશોલ્ડ કરતાં વધુ છે.

13 ડીસેમ્બર 2022 ના રોજ 14.82 રૂપિયાની શેર પ્રાઈઝ પર સીએ બાસ્કને ફાળવવામાં આવેલા 127,98,80,909 શેર વોરંટ માટે બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 21 એપ્રિલ, 2024 ના રોજ રૂપિયા 2 ની ફેસ વેલ્યુના બેંકના 127,98,80,909 ફુલી પેઇડ-અપ ઇક્વિટી શેરની ફાળવણીને મંજૂરી આપી હતી.

યસ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક 27 એપ્રિલ, 2024 ના રોજ યોજાઈ હતી, જેમાં 31 માર્ચ, 2022 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર (Q4) અને વર્ષ માટે બેંકના ઓડિટેડ સ્ટેન્ડઅલોન અને કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો રજુ કરવામાં આવ્યા હતા  અને મંજૂરી આપવામાં આવી હતી.
અગાઉ એવી ચર્ચા હતી કે કંપની તેનો હિસ્સો વેચવાની યોજના શોધી રહી છે, અને સમાચાર સૂત્રો અનુસાર જાપાનના મિત્સુબિશી યુએફજે ફાઇનાન્સિયલ ગ્રુપ (એમયુએફજે) અને સુમિતોમો મિત્સુઇ બેન્કિંગ કોર્પ (એસએમબીસી) એ તેમાં રસ દર્શાવ્યો હતો અને બિડ પર વિચાર કરી રહ્યા હતા. મધ્ય પૂર્વની અન્ય એક કંપનીએ પણ આ હિસ્સો ખરીદવામાં રસ દાખવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. જોકે, યસ બેન્કમાં વેચવાના હિસ્સાનું ચોક્કસ પ્રમાણ અથવા કયા રોકાણકારો વેચવા તૈયાર હતા તે એ સમયે સ્પષ્ટ નહોતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *