શું તમારી પાસે છે Allcargo Logistics ના શેર?
અલ્કાર્ગો લોજિસ્ટિક્સ લિમિટેડ કંપનીએ તેના રોકાણકારોને દરેક શેર માટે 3:1 એટલે કે 3 બોનસ શેર આપવાની જાહેરાત કરી હતી. જે મુજબ વર્ષ 2024ના પ્રથમ સપ્તાહમાં સ્ટોક એક્સ-બોનસ તરીકે સ્ટોક માર્કેટમાં ટ્રેડ કરનાર છે. કંપનીએ આજની તારીખ એટલે કે 2 જાન્યુઆરી 2024 ને સ્ટોકના બોનસ ઈશ્યુ માટે રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરેલી છે. એટલે કે આજના દિવસે કંપની શેરબજારની રેકોર્ડ ડેટ તપાસશે. રેકોર્ડ બુકમાં નામ ધરાવતા લોકોને જ 3:1 બોનસ શેરનો લાભ મળશે. લાયકાત ધરાવતા રોકાણકારોને કંપની દ્વારા દરેક 3 શેર પર 1 શેર બોનસ તરીકે આપવામાં આવશે. જેમ જેમ રેકોર્ડ ડેટ નજીક આવી રહી હતી તેમ તેમ માર્કેટમાં કંપનીના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો હતો. ગયા અઠવાડિયે શુક્રવારના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં આ શેર 7 ટકાથી પણ વધારે ઉંચકાયો હતો.
અલ્કાર્ગો લોજિસ્ટિક્સ લિમિટેડ કન્ટેનર ફ્રેટ સ્ટેશન ઓપરેશન્સ, કોન્ટ્રાક્ટ લોજિસ્ટિક્સ ઓપરેશન્સ, ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ અને મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ ઓપરેશન્સ, ઇનલેન્ડ કન્ટેનર એક્સપોર્ટ સહિત પ્રોજેક્ટ અને એન્જિનિયરિંગ સમાધાનો પૂરા પાડે છે.
અત્રે નોંધનીય છે કે, 10 નવેમ્બર 2023 ના રોજ અલકાર્ગો લોજિસ્ટીક કંપનીની બોર્ડ મીટિંગ યોજાઈ હતી. જેમાં કંપનીએ પાત્રતા ધરવતા રોકાણકારોને 2 રૂપિયાની ફેસ વેલ્યૂના એક શેર પર 3 બોનસ શેર આપવાનો નિર્ણય લીધો હતો. કંપનીએ 2015માં પણ એક શેર પર એક શેર બોનસમાં આપ્યો હતો. આમ, રોકાણકારો માટે આ કંપનીની એક પોઝિટિવ બાબત જણાય છે.
છેલ્લા એક મહિનામાં કંપનીના શેરના ભાવમાં 15 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. સાથે એ પણ નોંધવું રહ્યું કે , છેલ્લા એક વર્ષમાં આ શેરમાં રોકાણ કરનારા રોકાણકારોને 22 ટકાથી વધુનું નુકસાન પણ થયું છે.
કંપનીના સપ્ટેમ્બર કવાર્ટરના પરિણામો નરમ
સપ્ટેમ્બર ક્વાર્ટર(Q3)માં અલકાર્ગો લોજિસ્ટીકની આવક 384.43 કરોડ રૂપિયા હતી. પરંતુ આ સમયગાળા દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો માત્ર 14.17 કરોડ રૂપિયા હતો, જે જૂન ક્વાર્ટર(Q2)માં નોંધાયેલા કંપનીના ચોખ્ખા નફા 198.26 કરોડ રૂપિયા સામે ઘણી ઓછો જણાય છે.