HDFC Bank ના શેરમાં ધોવાણ જારી, HDFC BANK ADR સતત બીજા દિવસે ધોવાયો

HDFC Bank ADR માં વેચવાલીને પગલે આવતીકાલે પણ HDFC Bankના શેર(share)ની ચાલ ભારતીય બજારોને અસર પહોંચાડશે

દેશની સૌથી મોટી પ્રાઇવેટ બેન્ક HDFC Bank દ્વારા નાણાકીય વર્ષ 2023-24 ના ત્રીજા ક્વાર્ટર માટેના (Q3) પરિણામો જાહેર કરાયા બાદ HDFC Bank અને HDFC BANK ADRમાં સતત બે દિવસથી વેચવાલીનો દોર જોવા મળી રહ્યો છે.

સતત બીજા દિવસે અમેરિકાના ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ (NYSE) પર લિસ્ટેડ HDFC Bank ના ADR એટલે કે HDFC BANK ADR (અમેરિકન ડિપોઝિટરી રિસિપ્ટ્સ)માં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. 17મી જાન્યુઆરીની રાત્રે ભારતીય સમય પ્રમાણે 21:30 કલાકે બેન્ક HDFC BANK ADR શેર 8.4 ટકા ઘટીને $56 પર આવી ગયો હતો. સતત બે દિવસથી શેરમાં થઈ રહેલા ધોવાણના પરિણામે વૈશ્વિક સ્તરે શેર હોલ્ડર્સ અને ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સની સંપત્તિમાં ધોવાણ થઇ રહ્યું છે.

16મી જાન્યુઆરીએ HDFC BANK ADR માં થયેલ ઘટાડા બાદ નબળા વૈશ્વિક સંકેતોને પગલે ભારતીય માર્કેટમાં તેની અસરના પગલે 17મી જાન્યુઆરીના રોજ Nifty50 અને Sensex ઇન્ડેક્સમાં જૂન 2022 બાદનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો નોંધાયો હતો.

સાર્વત્રિક વેચવાલીના પરિણામે BSE Sensex 1,628.01 પોઈન્ટ્સ એટલે કે 2.23 ટકા ઘટીને 71,500.76 પર બંધ રહ્યો હતો, જ્યારે NSE Nifty 50 460.35 પોઈન્ટ્સ એટલે કે 2.09 ટકા ઘટીને 21,571.95 પર બંધ થયો હતો.

HDFC બેન્કે પોતાના Q3 પરિણામોમાં ₹16,372 કરોડના નેટ પ્રોફિટમાં 33 ટકા વધારો નોંધાવ્યો હતો, જે અગાઉના વર્ષના Q3 પરિણામોમાં ₹12,259 કરોડ જેટલો હતો. ડિસેમ્બર ક્વાર્ટરમાં HDFC બેન્કની વ્યાજની નેટ ઇન્કમ ₹28,470 કરોડ થઈ હતી, જે વાર્ષિક ધોરણે 24 ટકાનો ગ્રોથ દર્શાવે છે.

HDFC બેંકના ગ્રોસ NPAs (નોન-પર્ફોર્મિંગ એસેટ્સ) FY24 ના Q3 માં 1.26 ટકા નોંધાયો હતો, જે ગયા નાણાકીય વર્ષ કરતા 1.23 ટકાથી વધારે છે. FY24 ના ડિસેમ્બર ક્વાર્ટરમાં નેટ NPA 0.31 ટકા હતો, જે ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં 0.33 ટકા જેટલો હતો.

HDFC બેન્કની net interest income (NII) ડિસેમ્બર ક્વાર્ટરમાં ₹28,470 કરોડ થઈ હતી, જે અગાઉના નાણાકીય વર્ષના Q3માં ₹22,990 કરોડની હતી. આમ, આ વર્ષે તેમાં 24 ટકા વધારો નોંધાયો છે. ગાત જુલાઈ-2023 માં parent company HDFC (હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પ) સાથે મર્જર બાદ HDFC બેન્કના આ બીજા ક્વાર્ટરલી રિઝલ્ટ સામે આવ્યા હતા.

મહત્વના બંને ઇન્ડેક્સમાં મહત્વનું સ્થાન અને મહત્વનો હિસ્સો ધરાવતો HDFC BANK શેર Q3 રિઝલ્ટ બાદ એક જ દિવસમાં 8.44% ઘટયો હતો, જે શેરમાં મે-2020 બાદ સૌથી મોટો એક દિવસીય ઘટાડો છે. સ્ટેબલ માર્જીન અંગેની અનિશ્ચિતતાઓના લીધે શેરમાં સાર્વત્રિક વેચવાલીનો દોર ઊભો થયો છે.

એક જ દિવસમાં લગભગ એક લાખ કરોડથી વધુ ઘટાડાના લીધે HDFC BANK શેરની માર્કેટ કેપિટલ ₹11.7 લાખ કરોડ થઈ ગઈ હતી. HDFC BANKના શેરોમાં ઘટાડાને પગલે Bank Index અને ઓવરઓલ fainancial services index ચાર ટકાથી વધુ ઘટવા પામ્યો હતો. Nifty Bank Index તેના દરેક શેર નેગેટિવ રહેતા 4 ટકાથી વધુના ધોવાણ સાથે બંધ થયો હતો. આ ઘટાડો 7 માર્ચ, 2022 પછીનો Nifty Bank Index નો સૌથી મોટો એક દિવસીય ટકાવારી ઘટાડો હતો.

ADR શું છે ?

ADR (અમેરિકન ડિપોઝિટરી રિસિપ્ટ) અમેરિકન કંપનીઓના નિયમિત શેરની જેમ જ વિદેશી કંપનીઓ માટે અમેરિકન શેરબજારોમાં વેપાર કરવા માટેના સાધન તરીકે કામ કરે છે. ADR (અમેરિકન ડિપોઝિટરી રિસિપ્ટ) એ યુએસ બેંક દ્વારા જારી કરાયેલ વિશેષ પ્રમાણપત્ર સમાન હોય છે.

મોટાભાગની બ્રોકરેજ કંપનીઓએ HDFC બેન્કના Q3 પરિણામો (ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો) પછી તેમના પોઝિટિવ રેટિંગ જાળવી રાખ્યા હતા. કેટલાક બ્રોકરેજ હાઉસ દ્વારા ટૂંકા-થી-મધ્યમ ગાળા માટે તેમના Estimates trim કરવામાં આવ્યા છે. તેઓએ આ તારણ પાછળ ઉંચા CDR (કૉલ ડિપોઝિટ રિસિપ્ટ્સ)નું કારણ દર્શાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *