Major Stock market news

હોંગકોંગ(Hong Kong)ને પાછળ છોડીને ભારતીય શેરબજાર(Indian stock market) ચોથું સૌથી મોટું શેર બજાર…

સતત તેજી બાદ આજે ભારતીય બજારો(Indian stock market)માં વેચવાલીનો માહોલ

Vedanta(વેદાંતા), IRFC, Aster DM, ZEEL, RVNL સહિતના શેરોમાં સમાચારો/ઘટના સંદર્ભે વધઘટની ચાલ

રેલવે(Railway), બેન્કિંગ(Banking), પીએસયુ(PSU) શેરોમાં નરમાઇ સાથે વેચવાલીનું વલણ જારી

અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે ભારતીય શેર બજારો(Indian stock market)માં મોટા સમાચાર (Stock market news) આવ્યા છે. સમાચાર એજન્સી બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર ભારતના શેરબજારે(Indian stock market) પ્રથમ વખત વૈશ્વિક સ્તરે ચોથા સૌથી મોટા ઇક્વિટી માર્કેટ તરીકે હોંગકોંગ(Hong Kong)ને પાછળ છોડી દીધું છે.

બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર ભારતીય સ્ટોક એક્સચેન્જ(Indian stock exchange) પર લિસ્ટેડ સ્ટોક્સની કંબાઈન્ડ વેલ્યુ છેલ્લા સેશનના બંધ થવા સુધીમાં $4.33 ટ્રિલિયન સુધી પહોંચ્યું હતું, જે હોંગકોંગ(Hong Kong)ની માર્કેટ કેપિટલાઈઝેશન $4.29 ટ્રિલિયન કરતા વધારે થવા પામ્યું છે.

ભારતીય શેરબજાર(Indian stock market)માં રિટેઇલ ઇન્વેસ્ટર્સનું સતત રોકાણ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) તરફથી સતત ઇન્વેસ્ટમેન્ટ, સારા કોર્પોરેટ રીઝલ્ટસ અને મજબૂત ડોમેસ્ટિક મેક્રોઈકોનોમિક ફંડમેન્ટલ્સના લીધે ભારતીય શેરબજાર(Indian stock market)ની માર્કેટ કેપિટલાઈઝેશન 5 ડિસેમ્બર 2023 ના રોજ પ્રથમવાર $4 ટ્રિલિયનને વટાવી ગઈ હતી. ડીસેમ્બર બાદ અત્યાર સુધી ભારતીય શેરબજારો(Indian stock market)માં આ તેજી આ જ રીતે સતત જળવાઈ રહી છે.

સાથે જ, ભારતીય અર્થતંત્ર વૈશ્વિક સ્તરે ચીનના વિકલ્પ તરીકે ઉભરી રહ્યુ છે. બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર વૈશ્વિક રોકાણકારો અને કંપનીઓ માંથી ભારતીય બજારો(Indian stock market)માં રોકાણનો પ્રવાહ સતત સુધરી રહ્યો છે. દેશનું સ્ટેબલ સરકારી માળખું અને કન્ઝમ્પશન આધારિત ઈકોનોમિ ભારતીય બજારો(Indian stock market)ને રોકાણ માટે આકર્ષક બનાવવા માટે આભારી છે.

બીજી બાજુ, ચીન(China)ની કેટલીક સૌથી પ્રભાવશાળી અને નવીન કંપનીઓ લિસ્ટેડ છે તેવા હોંગકોંગ(Hong Kong)ના બજારોમાં થોડા સમયથી ઘટાડો જોવા મળ્યો છે. ચાઈનીઝ અને હોંગકોંગ(Hong Kong)ના બજારો પર લિસ્ટેડ શેરોનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન 2021 માં ટોચે પહોંચ્યા પછી $6 ટ્રિલિયનથી વધુ ઘટી ગયું છે. જેનો સીધો ફાયદો ભારતીય શેરબજારો(Indian stock market) અને ભારતીય અર્થતંત્રને મળ્યો છે.

બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર બેઈજિંગના કડક કોવિડ-19 વિરોધી નિયંત્રણો, કોર્પોરેટ્સ પર નિયમનકારી નિયંત્રણો, પ્રોપર્ટી સેકટરની ક્રાઇસિસ અને પશ્ચિમ સાથેના જિઓ પોલિટિકલ ટેન્શનના લીધે ચીન(China)ની ગ્લોબલ ગ્રોથ એન્જિન તરીકેની છાપને ઝાંખી પડી છે.

એશિયન ફાઈનાન્શિયલ હબ તરીકે ઓળખાતું હોંગકોંગ એક્સચેન્જ નવા IPO લિસ્ટિંગ ઘટી જવાના લીધે વિશ્વના IPO લિસ્ટીંગ માટેની પ્રથમ પસંદગી તરીકેનું તેનું સ્થાન ધીમે ધીમે ગુમાવી રહ્યું છે. સામે છેડે, વિદેશી ફંડોએ 2023માં ભારતીય શેરોમાં $21 બિલિયનથી વધુનું રોકાણ કર્યું હતું, જેનાથી ભારતીય બેન્ચમાર્ક ઇન્ડેક્સ S&P BSE સેન્સેક્સે છેલ્લાં અમુક વર્ષોથી સતત પોઝિટિવ રિટર્ન આપવાની રૂખ જાળવી રાખી છે.

મંગળવારે ભારતીય શેરબજારો ફ્લેટ ખુલ્યા હતા. પાતળી હકારાત્મક ઓપનિંગ બાદ ભારતીય બજારોમાં વેચવાલી જોવા મળી હતી. રેલવે(Railway) અને પીએસયુ(PSU) સહિત બેન્કિંગ(Banking) સેક્ટરમાં સતત વધતી વેચવાલીને પગલે બપોર સુધીમાં બજારોમાં નેગેટિવ સેન્ટિમેન્ટ જોવા મળ્યા હતા.

ઘણા ઇન્ડેક્સ માં હેવી વેઇટ એવા HDFC બેંકના શેરોમાં 3% જેટલા ઘટાડાને પગલે Nifty Bank ઇન્ડેક્સ(Index) 750 પોઇન્ટ જેટલો તૂટવા પામ્યો હતો. સાથે જ, સારા Q3 પરિણામોની આશાઓને પગલે nifty pharma ઇન્ડેક્સ(Index) 2% જેટલા વધારા સાથે દિવસનો ટોપ પર્ફોર્મિંગ ઇન્ડેક્સ(Index) બનવા તરફ આગળ વધી રહ્યો છે. મોટાભાગના ફાર્મા(Pharma) શેરો(Stocks)માં આજે માધ્યમથી વધારે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નુવામા બ્રોકરેજના અહેવાલ અનુસાર ફેબ્રુઆરીમાં ભારતીય બજારોમાં $700 મિલિયન સુધીનું રોકાણ આવવાની સંભાવનાઓ જોવામાં આવી રહી છે. માર્કેટ વોલેટિલિટીને પગલે વેદાંતા(Vedanata)ના શેર પણ 3% જેટલા તૂટ્યા હતા.

Sony Group Corp. એ સત્તાવાર રીતે તેના ભારત એકમ અને Zee વચ્ચેના વિલીનીકરણને રદ કરવાની યોજના જાહેર કરતા ZEEL ના શેરો તૂટ્યા હતા. IRFC, RVNL, IRCON સહિતના શેરોમાં સતત આગ ઝરતી તેજી બાદ આજે વેચવાલીનો દોર જોવા મળ્યો હતો. ડિવિડન્ડ(Dividend) સહિત અન્ય સમાચારોના લીધે Aster DM ના શેરો પણ નોંધપાત્ર વોલ્યુમને પગલે ચર્ચામાં છે.

મંગળવારે ભારતીય શેરબજારો ફ્લેટ ખુલ્યા હતા. પાતળી હકારાત્મક ઓપનિંગ બાદ ભારતીય બજારોમાં વેચવાલી જોવા મળી હતી. રેલવે(Railway) અને પીએસયુ(PSU) સહિત બેન્કિંગ(Banking) સેક્ટરમાં સતત વધતી વેચવાલીને પગલે બપોર સુધીમાં બજારોમાં નેગેટિવ સેન્ટિમેન્ટ જોવા મળ્યા હતા. હોંગ કોંગને પાછળ છોડીને ચોથું સૌથી મોટું માર્કેટ બનવાની સિદ્ધિને માર્કેટ દ્વારા જોકે મિશ્ર પ્રતિસાદ સાંપડયો છે. સતત ચાલી રહેલી તેજી પર સેલીંગ પ્રેશરના લીધે માર્કેટ બપોર બાદ Bearis mode માં આવ્યા હતા. આ નરમાઈની ચાલ મુખ્યત્વે PSU, BANK અને Railway stocks માં જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *