ai replacing Jobs ??? ના, AI(Artificial Intelligence)થી નહિ સમાપ્ત થાય નોકરીઓ(Jobs)

Massachusetts Institute of Technology ના સ્ટડી રિપોર્ટ મુજબ AI replacing jobs ના દિવસો હજુ દૂર

AI(Artificial intelligence) ટેક્નોલોજીનો વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગ અંગેનો ખર્ચ-લાભ ગુણોત્તર હાલમાં અસરકારક નથી

અદ્યતન જનરેટિવ AI(Artificial intelligence) સાધનો અને AI ટેકનોલોજી ની શરૂઆત થઈ ત્યારથી જ વિશ્વભરના કર્મચારીઓ અને કંપનીઓ બંને વિચારી રહ્યા છે કે શું ખરેખર AI(Artificial intelligence) નોકરીઓ લેશે, બદલશે અથવા દૂર કરશે ??
જ્યારે એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે કેટલીક સંસ્થાઓએ AI(Artificial intelligence) ટેકનોલોજીને કામગીરીમાં એડ કરવા માટે તેમની ટીમોનું કદ ઘટાડી દીધું છે ત્યારે તાજેતરનો મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી(Massachusetts Institute of Technology-MIT)નો અભ્યાસ સૂચવે છે કે નજીકના સમયમાં મોટાભાગની નોકરીઓમાં AI(Artificial intelligence) ટેકનોલોજી વડે માનવોને સંપૂર્ણપણે રિપ્લેસ કરવા અતિશય ખર્ચાળ હશે. આ અતિશય ખર્ચ ઘણી સંસ્થોને આ ટેક્નોલોજીનો સમાવેશ કરતા પહેલા વિચારવા માટે મજબૂર કરશે.

મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી(Massachusetts Institute of Technology-MIT)એ વિવિધ ઉદ્યોગોમાં માણસોને AI વડે કેટલા અંશે દૂર કરી શકાય તે જાણવા માટે એક અભ્યાસ હાથ ધર્યો હતો. આ અભ્યાસના તારણો દર્શાવે છે કે, હાલમાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI-Artificial intelligence) મોટાભાગની નોકરીઓને કોસ્ટ ઇફેક્ટિવ રીતે અને અસરકારક રીતે બદલી શકતી નથી.
હ્યુમન લેબરને AI(Artificial intelligence) સંપુર્ણપણે બદલવા માટે સક્ષમ છે કે કેમ તે જાણવા માટે પ્રારંભિક તબક્કે સંશોધકોએ અમેરિકામાં ખાસ કરીને કમ્પ્યુટર વિઝન વડે એડજસ્ટ થઈ શકવામાં સૌથી સરળ હોય તેવી નોકરીઓ (જેવી કે શિક્ષકો , મિલકત મૂલ્યાંકનકર્તાઓ વગેરે )ના વિવિધ કાર્યોને AI(Artificial intelligence) દ્વારા ઓટોમેટેડ કરવાની કોસ્ટ-ઇફેક્ટિવનેસના મોડેલ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

તેમના અભ્યાસના તારણો અનુસાર AI(Artificial intelligence) દ્વારા માત્ર 23% કામદારો કે કર્મચારીઓને તેમને મળતા વેતનના સંદર્ભમાં અસરકારક અને કોસ્ટ ઇફેક્ટિવ રીતે બદલી શકાય છે. અમુક કિસ્સાઓમાં, AI-આસિસ્ટેડ વિઝ્યુઅલ રેકગ્નિશન ઇન્સ્ટોલ અને ઓપરેટ કરવાના ખર્ચ કરતા હ્યુમન ઇનવોલ્વમેન્ટ આર્થિક રીતે વધુ સારું અને પરવડે તેવું સાબિત થાય છે.
ગત વર્ષે OpenAI ના ChatGPT અને અન્ય જનરેટિવ ટૂલ્સની સફળતા અને તેમની આગવી ટેકનોલોજીના વિશાળ પોટેન્શિયલને કારણે વિવિધ ઉદ્યોગોમાં AI(Artificial intelligence)ના વ્યાપક સ્વીકારને વેગ મળ્યો. વૈશ્વિક સ્તરે યુ.એસ.માં માઇક્રોસોફ્ટ કોર્પોરેશન અને આલ્ફાબેટ ઇન્ક. તેમજ ચીનમાં બાયડુ ઇન્ક અને અલીબાબા ગ્રૂપ હોલ્ડિંગ લિ. સહિતના ટેક જાયન્ટ્સે નવી AI સેવાઓ રજૂ કરી અને તેમની વિકાસ પહેલને વધુ તીવ્ર બનાવી.

જો કે, કેટલાક ઇન્ડસ્ટ્રી લીડરોએ AI ની અત્યંત ઝડપી પ્રગતિ અંગે ચિંતાઓ વ્યક્ત કરીતા AI ના ઉતાવળભર્યા ઉપયોગો સામે ચેતવણી પણ આપી હતી. રોજગાર પર AI ટેક્નોલોજીની અસરો વિશેની આશંકાઓ વૈશ્વિક સ્તરે કર્મચારીઓ અને સંસ્થાઓ બંને માટે અલગ અલગ રીતે ચિંતાનો વિષય બની રહી છે.

મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી(Massachusetts Institute of Technology-MIT)ના કમ્પ્યુટર સાયન્સ એન્ડ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ લેબોરેટરીના સંશોધકોના “બિયોન્ડ એઆઈ એક્સપોઝર” નામના 45-પાનાના પેપરમાં ‘મશીનો અમારી નોકરી ખાઈ જશે’ એવી સામાન્ય માનવ લાગણી અને તેની સાથે સંકળાયેલી આશંકાઓ અને તેના બહુઆયામી પાસાઓ વિશે વિગતવાર સમજાવાયું છે.

આ પેપરની નોંધો અનુસાર AI(Artificial intelligence) સિસ્ટમ્સના મોટા અપફ્રન્ટ ખર્ચને કારણે કંપનીઓને ઓટોમેટેડ કરવા માટેનો ખર્ચ AI કોમ્પ્યુટર વિઝન સાથે સંકળાયેલી નોકરીઓના કામદારો/કર્મચારીઓના વેતનના માત્ર 23% જ વસૂલ કરશે.

કમ્પ્યુટર વિઝન એ AI(Artificial intelligence)નો સબસેટ છે જે મશીનોને ડિજિટલ ઈમેજીસ અને અન્ય વિઝ્યુઅલ ઇનપુટ્સમાંથી અર્થપૂર્ણ માહિતી મેળવવા માટે સશક્ત બનાવે છે. સેલ્ફ ડ્રાઇવિંગ માટે ઑબ્જેક્ટ ડિટેક્શન સિસ્ટમ્સમાં અને સ્માર્ટફોન પર ફોટાના વર્ગીકરણમાં સહાય કરવામાં કમ્પ્યુટર વિઝનની એપ્લિકેશનોનો વ્યાપક ઉપયોગ થાય છે.

AI કોમ્પ્યુટર વિઝનનો ખર્ચ-લાભ ગુણોત્તર રિટેલ, ટ્રાન્સપોર્ટેશન અને વેરહાઉસિંગ જેવા ક્ષેત્રોમાં ખાસ કરીને અનુકૂળ છે, જ્યાં Walmart Inc. અને Amazon.com Inc. જેવા અગ્રણી ખેલાડીઓ કામ કરે છે. મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી(Massachusetts Institute of Technology-MIT)ના પેપર અનુસાર AI કોમ્પ્યુટર વિઝનનો ખર્ચ-લાભ ગુણોત્તર હેલ્થકેર સેકટર સુધી વિસ્તરે છે.
MIT-IBM Watson AI લેબના ભંડોળ દ્વારા કરવામાં આવેલા આ અભ્યાસમાં 800 વ્યવસાયોમાં અંદાજે 1,000 વિઝ્યુઅલ એનેબલ્ડ કાર્યો પર ડેટા એકત્ર કરવા માટે ઓનલાઈન સર્વેક્ષણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હાલમાં, આવા વિઝ્યુઅલ એનેબલ્ડ કાર્યોમાંથી માત્ર 3% જ કોસ્ટ ઇફેક્ટિવ રીતે ઓટોમેટેડ થઈ શકે છે, પરંતુ સંશોધકોના જણાવ્યા અનુસાર જો ડેટા ખર્ચ ઘટે અને ચોકસાઈમાં સુધારો થાય તો આ આંકડો 2030 સુધીમાં 40% સુધી વધી શકે છે.

ChatGPT અને તેના સમકક્ષો જેવા કે Google’s Bard ના ઇફેક્ટિવ પરફોર્મન્સે AI(Artificial intelligence) દ્વારા રિપ્લેસ કરી શકાતી નોકરીઓ અંગેની ચિંતાઓ ફરી શરૂ કરી છે. આ અદ્યતન ચેટબોટ્સ એવા કાર્યોમાં નિપુણતા દર્શાવે છે જે પરંપરાગત રીતે માનવ ક્ષમતાઓ માટે ચેલેન્જરૂપ હતા.

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) https://thepyramidnews.com/imf-warn-artificial-intelligence-ai-job-market/એ તાજેતરમાં જણાવ્યું હતું કે વિશ્વભરમાં લગભગ 40% નોકરીઓ AI દ્વારા પ્રભાવિત થશે. પોલીસી મેકર્સે AI(Artificial intelligence)ની સંભવિતતાને તેના સંભવિત નકારાત્મક પરિણામો સાથે કાળજીપૂર્વક સંતુલિત કરવાની જરૂરિયાત પર IMF દ્વારા ભર મૂકવામાં આવ્યો હતો. ગયા અઠવાડિયે દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં થયેલી ચર્ચાઓએ પણ વર્કફોર્સ પર AI(Artificial intelligence)ની અસર વિશે સ્પષ્ટપણે ધ્યાન દોર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *