Stock market today :- SBI CARDS, AU BANK ના શેરોમાં વેચવાલી, D Mart માં neutral volume તથા Reliance અને BEL માં હકારાત્મક ખરીદી સાથે પોઝિટિવ પરફોર્મન્સ

શેરબજારમાં ભારે તેજી સાથે નવા અઠવાડિયાની શરૂઆત

સેન્સેકસ (BSE SENSEX) 1240.90 પોઇન્ટ અને નિફ્ટી (NIFTY50) 385 પોઈન્ટ વધ્યા

સોમવારે 29મી જાન્યુઆરીએ ભારતીય શેરબજારોમાં(Stock market today) હકારાત્મક ખરીદદારી(positive buying)ના પગલે ચોતરફ તેજી જોવા મળી હતી. અનેકવિધ કંપનીઓના Q3 કવાર્ટરના સારા પરિણામોના લીધે માર્કેટમાં સારી ખરીદદારી જોવા મળતા મુખ્ય ઇન્ડેક્સ સેન્સેકસ (BSE SENSEX) (+1240.90 પોઇન્ટ) અને નિફ્ટી (NIFTY50) (+385 પોઈન્ટ) વધ્યા હતા. સાથે જ, બેંક નિફ્ટી (BANK NIFTY) પણ 576.20 પોઇન્ટ વઘ્યો હતો.

આજના માર્કેટમાં ન્યુઝ બેઝડ તેજી/મંદી ધરાવતા મુખ્ય શેરોમાં SBI CARDS, AU BANK, D Mart,Relience, BEL,Eicher motors, Borosil, Welspun corp, Shoppers stop, Rainbow Hospital સહિતના શેરોનો સમાવેશ થાય છે.

AU Bank (એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક)
AU small finance Bank દ્વારા તેના Q3 (ડિસેમ્બર-ક્વાર્ટર)ના નબળા પરિણામો જાહેર કરાયા બાદ આજે સોમવારે (29 જાન્યુઆરી, 2024) BSE પર સવારના સેશનમાં AU સ્મોલ ફાઇનાન્સ બેન્કના શેરોમાં નીચલી સર્કિટ વાગી હતી અને શેર નવ ટકાથી વધુ ઘટયો હતો. શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી. શેર છેલ્લે માર્કેટ બંધ થતાં 11.51% ઘટીને ₹626.35 પર બંધ થયો હતો. નબળા Q3 પરિણામોની અસર શેરના ટ્રેડિંગમાં સ્પષ્ટપણે જોવા મળી હતી.

Reliance Industries (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ)
ઇન્ડેક્સ હેવી વેઈટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ₹19 લાખ કરોડની માર્કેટ કેપ વટાવીને કરીને ભારતીય શેરબજારમાં સૌથી વેલ્યુએબલ કંપની બની છે. કંપનીએ ત્રીજા ક્વાર્ટરના પરિણામોમાં ₹17,265 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. કંપનીના ઓઈલ એન્ડ ગેસ બિઝનેસે ગયા ક્વાર્ટરમાં 70% થી 86% સુધી માર્જિન વિસ્તરણ સાથે રેકોર્ડ ત્રિમાસિક EBITDA નો અહેવાલ આપ્યો હતો. આજે સોમવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર્સમાં સારી buying જોવા મળતા શેર 3.5% વધીને ₹2,798 પર ટ્રેડ થઈ રહ્યા હતા. બપોરે 12:00 વાગ્યે, BSE પર રિલાયન્સનો શેર 4.11% વધીને ₹2,821.85 પર ટ્રેડ થઈ રહ્યો હતો. માર્કેટ બંધ થતાં Reliance Industries ના શેર 7.02% વધીને ₹2896.10 પર બંધ થયા હતા.

BEL (BHARAT ELECTRONICS LIMITED – ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ)
ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ.નો શેર સોમવારે બપોરે 01:08PM (IST) પર BSE પર રૂ. 192.3 પર ટ્રેડ થયો હતો, જે અગાઉના બંધ કરતા 1.37 ટકા વધુ હતો. અગાઉ, સવારે કંપનીના શેરમાં ગેપ અપ ઓપનિંગ જોવા મળ્યું હતું. છેલ્લે માર્કેટ બંધ થતાં BEL ના શેર 0.63% વધીને ₹190.90 પર બંધ થયા હતા.
એરોસ્પેસ અને ડિફેન્સ ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં કામગીરી કરતી પબ્લિક સેક્ટર અંડરટેકિંગ (PSU) ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડે(BEL) રિલીઝ કરેલા ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર(Q3)ના પરિણામોમાં ₹859.6 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો, જે ગયા વર્ષના ₹613 કરોડ કરતાં 40% વધુ છે. કંપનીની આવક ગયા વર્ષના સમાન સમયગાળામાં ₹4,153 કરોડની સરખામણીએ લગભગ ₹4,162.2 કરોડ રહી હતી. Q3માં કંપનીનો EBITDA 24% વધીને ₹1,072.6 કરોડ થયો, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹863.4 કરોડ હતો, જ્યારે માર્જિન 26% હતું.

Eicher motors (આઈશર મોટર્સ)
Eicher motors(આઈશર મોટર્સ)ના શેરમાં આજે સર વોલ્યુમ સાથે તેજી જોવા મળી હતી. શેર બજાર બંધ થતાં 1.45% વધીને ₹3669.05 પર બંધ થયો હતો. શેરમાં ટ્રેડિંગમાં સારા વોલ્યુમ સાથે હકારાત્મક મૂવમેન્ટ દેખાય છે. ટેકનિકલ એનાલિસિસ મુજબ, આઇશર મોટર્સના શેરનો ટૂંકા ગાળાનો ટ્રેન્ડ બેરિશ છે અને લાંબા ગાળાનો ટ્રેન્ડ સાધારણ મંદીનો છે.

Avenue Supermarts limited (D mart)
એવન્યુ સુપરમાર્ટ્સના શેરમાં આજે, 29 જાન્યુઆરી 2024ના રોજ ફ્લેટ પરફોર્મન્સ જોવા મળ્યું હતું. સારા Q3 પરિણામો છતાં શેરમાં ફ્લેટ વોલ્યુમ જોવા મળી રહ્યું છે.
શેર સોમવારે ફ્લેટ પરફોર્મન્સ સાથે 0.41% ની પાતળા વધારા સાથે ₹3749.40 પર બંધ થયો હતો. રોકાણકારોએ એવન્યુ સુપરમાર્ટ્સના શેરના ભાવને આગામી દિવસો અને અઠવાડિયામાં નજીકથી મોનિટર કરવું જોઈએ. સારા Q3 પરિણામો બાદ અમુક બ્રોકરેજ હાઉસ દ્વારા Avenue Supermarts limited (D mart)ના શેર માટે ₹4300 સુધીનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. પણ હજુ સુધી શેરના વોલ્યુમમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો નથી.

SBI CARDS (એસબીઆઈ કાર્ડ્સ)
SBI CARD ના ત્રીજા ક્વાર્ટર(Q3)ના પરિણામોમાં કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 8% વધીને રૂ. 549 કરોડ થયો છે. SBI બેંકના પીઠબળ સાથેની ક્રેડિટ કાર્ડના મુખ્ય બિઝનેસ સાથે સંકળાયેલી કંપનીએ પાછલા નાણાકીય વર્ષના સમાન કવાર્ટર દરમિયાન રૂ. 509 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. Q3 માં કંપનીની કુલ આવક વધીને રૂ. 4,742 કરોડ થઈ છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ. 3,656 કરોડ હતી. SBI કાર્ડ્સ અને પેમેન્ટ સર્વિસીસના શેરોમાં સોમવારના ટ્રેડિંગમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. કંપનીના શેર 6% થી વધુ ઘટીને રૂ. 710.50 ના દિવસની નીચી સપાટીએ પહોંચી ગયા હતા.
છેલ્લે માર્કેટ બંધ થતાં 5.83% ના ઘટાડા સાથે SBI CARDS ₹715.55 પર બંધ રહ્યા હતા. SBI કાર્ડના Q3 પરિણામો બાદ મોતીલાલ ઓસ્વાલે સ્ટોકને ‘ન્યુટ્રલ’માં ડાઉનગ્રેડ કર્યો જ્યારે નુવામા અને InCredએ તેમના ‘reduce’ રેટિંગને જાળવી રાખ્યું છે. ત્રીજા ક્વાર્ટરમાં નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓની એસેટ ક્વોલિટી બગડ્યા બાદ અને બ્રોકરેજ હાઉસ દ્વારા શેર પર નેગેટિવ રેટિંગના લીધે સોમવારે સવારે SBI કાર્ડના શેરમાં 5 ટકાથી વધુનો ઘટાડો થયો હતો.
SBI કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસીસ લિમિટેડની ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPAs) અને અને NNPA અગાઉના ક્વાર્ટર તેમજ એક વર્ષ અગાઉના સમયગાળાની સરખામણીમાં અનુક્રમે 2.64 ટકા અને 0.96 ટકાના દરે નોંધાયા હતા.

MAPMYINDIA – C.E. Info Systems limited
MAPMYINDIA – C.E. Info Systems limited ના શેરની કિંમત આજે, 29 જાન્યુઆરી 2024 ના રોજ શરૂઆતમાં -1.98% નો ઘટાડો જોવા મળ્યો હતો. MAPMYINDIAના શેર બજાર બંધ થતાં 2.77% ના ઘટાડા સાથે 1964 પર બંધ રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *