JNK India IPO (જેએનકે ઈન્ડિયા આઈપીઓ) રોકાણકારોને રોવડાવશે કે માલામાલ બનાવશે ?
IPO ની પ્રાઈઝ બેન્ડ, તારીખો, લોટ સાઈઝ, ઇન્વેસ્ટર ક્વોટા, કંપનીનું પરફોર્મન્સ, એલોટમેન્ટ ડેટ સહીત જાણો બધું જ !
આવતીકાલે 23મી એપ્રિલથી JNK India(જેએનકે ઈન્ડિયા)નો IPO બજારમાં આવવાનો છે. આ IPO માં 25 એપ્રિલ સુધી એપ્લીકેશન કરી શકાશે. IPO દ્વારા JNK India આશરે ₹ 649.50 કરોડ એકત્ર કરશે, જેમાં ₹300 કરોડના નવા ઇશ્યૂ અને ₹2 ની ફેસ વેલ્યુના પ્રત્યેક એવા 8,421,052 ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ છે. રિટેલ ક્વોટા 35%, QIB 50% અને HNI 15% છે.
કંપની, તેના ઉત્પાદનો અને ઉત્પાદન ક્ષમતાઓ
JNK India(જેએનકે ઈન્ડિયા) નાણાકીય વર્ષ 2021 થી નાણાકીય વર્ષ 2023 વચ્ચે નવા ઓર્ડર બુકિંગની દ્રષ્ટિએ ભારતની અગ્રણી હીટિંગ ઇક્વિપમેન્ટ કંપનીઓમાંની એક છે અને થર્મલ ડિઝાઇનિંગ, એન્જિનિયરિંગ, ઉત્પાદન, સપ્લાય, ઈંસ્ટોલેશન અને પ્રક્રિયા-આધારિત હીટર, રીફોર્મર્સ અને ક્રેકિંગ ફર્નેસમાં ક્ષમતાઓ ધરાવે છે.
તે ભારતની સારી રીતે માન્યતા પ્રાપ્ત પ્રોસેસ-ફાયર્ડ હીટર કંપનીઓમાંની એક છે, જે નાણાકીય વર્ષ 2023 માં નવા ઓર્ડર બુકિંગની દ્રષ્ટિએ ભારતીય હીટિંગ ઇક્વિપમેન્ટ માર્કેટમાં આશરે 27% નો બજાર હિસ્સો ધરાવે છે.
પ્રોસેસ-ફાયર્ડ હીટર એ એક પ્રકારનું ઔદ્યોગિક હીટર છે, જેનો ઉપયોગ કુદરતી ગેસ અથવા પ્રોપેન જેવા બળતણ સ્ત્રોતને બાળીને સીધા પ્રવાહી અથવા વાયુઓને ગરમ કરવા માટે થાય છે.
રીફોર્મર્સ એ કુદરતી ગેસ અથવા નેફ્થા જેવા હાઇડ્રોકાર્બનને સંશ્લેષણ ગેસ અથવા સિનગેસમાં રૂપાંતરિત કરવા માટે ઉપયોગમાં લેવાતા ઉપકરણો છે, જે હાઇડ્રોજન અને કાર્બન મોનોક્સાઇડનું મિશ્રણ છે.
ક્રેકીંગ ફર્નેસનો ઉપયોગ મોટા હાઇડ્રોકાર્બન પરમાણુઓને નાના અણુઓમાં તોડવા માટે થાય છે, જેનો ઉપયોગ પછી ઇંધણ, રસાયણો અને પ્લાસ્ટિક સહિત વિવિધ ઉત્પાદનોના ઉત્પાદન માટે થઈ શકે છે. હાઇડ્રોકાર્બનને તોડવાની પ્રક્રિયાને ક્રેકીંગ તરીકે ઓળખવામાં આવે છે, અને તેમાં સામાન્ય રીતે ઉત્પ્રેરકની હાજરીમાં હાઇડ્રોકાર્બન ફીડસ્ટોકને ગરમ કરવાનો સમાવેશ થાય છે.
ઓઇલ અને ગેસ રિફાઇનરીઓ, પેટ્રોકેમિકલ્સ, ખાતરો, હાઇડ્રોજન અને મિથેનોલ પ્લાન્ટ્સ વગેરે જેવા પ્રક્રિયા ઉદ્યોગોમાં પ્રક્રિયાથી ચાલતા હીટર, રીફોર્મર્સ અને ક્રેકિંગ ફર્નેસ (એકસાથે, “હીટિંગ ઇક્વિપમેન્ટ”) જરૂરી છે.(સ્ત્રોત : F&S રીપોર્ટ)
ભારતમાં, તેમણે આંધ્રપ્રદેશ, કેરળ, મહારાષ્ટ્ર, આસામ,તમિલનાડુ, બિહાર, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે અને વૈશ્વિક સ્તરે મેક્સિકો અને નાઇજિરીયામાં પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે. વધુમાં, તેઓ ભારતમાં ઓડિશા, હરિયાણા,ગુજરાત, રાજસ્થાન તથા વૈશ્વિક સ્તરે અલ્જેરિયા , ઓમાન,અને લિથુઆનિયામાં ચાલુ પ્રોજેક્ટ્સ ધરાવે છે. વધુમાં, તેઓએ એવા પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે જે ખુબ અંતરિયાળ અથવા દૂરગામી સ્થળોએ હતા, તેમાં ભારતમાં કોચી, કેરળ; બરૌની, બિહાર; નુમાલીગઢ, આસામ; અને વિદેશમાં લાગોસ, નાઇજીરીયા ખાતેના તેમના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
IPO ના હેતુઓ
કાર્યકારી મૂડી જરૂરિયાતો(વર્કિંગ કેપિટલ માટે)
સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે
JNK India IPO તારીખ અને પ્રાઈઝ બેન્ડની વિગતો
- IPO ઓપન થવાની તારીખ : એપ્રિલ 23,2024
- IPO ક્લોઝ થવાની તારીખ : 25 એપ્રિલ, 2024
- IPO પ્રાઇસ બેન્ડઃ ₹ 395 થી ₹ 415 પ્રતિ શેર
- ફેસ વેલ્યુઃ ₹ 2 પ્રતિ ઇક્વિટી શેર
- IPO ની સાઈઝ : 649.5 કરોડ
- ફ્રેશ ઇશ્યૂઃ અંદાજે ₹300 કરોડ
- ઓફર ફોર સેલઃ અંદાજે 8,421,052 ઇક્વિટી શેર
- IPO બીએસઈ અને એનએસઈ રિટેલ ક્વોટાઃ 35%
- QIB ક્વોટાઃ 50%
- NII(એનઆઇઆઇ) ક્વોટાઃ 15%
- એલોટમેન્ટ તારીખ: 26 એપ્રિલ, 2024
- રિફંડ તારીખ: 29 એપ્રિલ, 2024
- ડીમેટ એકાઉન્ટમાં શેર ક્રેડિટ થશે : 29 એપ્રિલ, 2024 ના રોજ
- IPO લિસ્ટિંગ તારીખઃ 30 એપ્રિલ, 2024
- JNK India IPO(જેએનકે ઇન્ડિયા આઇપીઓ) શરુ થવાની તારીખ 23 એપ્રિલ છે અને એપ્લીકેશન કરી શકવાની છેલ્લી તારીખ 25 એપ્રિલ છે. JNK India IPO(જેએનકે ઈન્ડિયા IPO)ની ફાળવણી 26 એપ્રિલે અને IPOનું લિસ્ટિંગ 30 એપ્રિલે નક્કી કરવામાં આવ્યું છે. લીસ્ટીંગ જોકે આનાથી વહેલું થવાની સંભાવના છે.
JNK India IPO લોટ સાઈઝ(Lot Size)
JNK India IPO(જેએનકે ઈન્ડિયા આઇ. પી. ઓ.) માટે લઘુતમ માર્કેટ લોટ 36 શેરનો છે, જેના માટે ₹14,940 દ્વારા અરજી કરી શકાય છે. રિટેલ રોકાણકારો 468 શેર અથવા ₹194,220 રકમ સાથે મહત્તમ 13 લોટ સુધી અરજી કરી શકે છે.
- રીટેલમાં લઘુત્તમ 1 લોટ 36 શેરનો રહેશે , જેના માટે ₹ 14,940 સાથે એપ્લીકેશન થઇ શકે
રીટેલમાં મહત્તમ 13 લોટ 468 શેરના રહેશે, જેના માટે ₹ 194,220 સાથે એપ્લીકેશન થઇ શકે - S-HNI(HNI Small)માં ન્યૂનતમ 14 લોટ રહેશે, જેમાં 504 શેર માટે ₹ 209,160 ની એપ્લીકેશન થઇ શકે
- B-HNI(HNI Big) ન્યૂનતમ 68 લોટ રહેશે, જેમાં 2,412 શેર માટે ₹ 10,00,980 ની એપ્લીકેશન થઇ શકે
JNK India IPO(જેએનકે ઇન્ડિયા આઇપીઓ) માટે કેવી રીતે અરજી કરવી?
- IPO માટે અરજી કરવા માંગતા રોકાણકારો તેમના બેંક ખાતામાં ઉપલબ્ધ ASBA દ્વારા JNK ઇન્ડિયાના IPO માટે અરજી કરી શકો છો. ઓનલાઇન બેંક લોગિન પર જઈને, ઇન્વેસ્ટ વિભાગમાં JNK ઇન્ડિયા IPO પસંદ કરીને રોકાણકારો બેંક ખાતા દ્વારા અરજી કરી શકે છે.
- બીજો વિકલ્પ એ છે કે રોકાણકારો એનએસઈ(NSE) અને બીએસઈ(BSE) પરથી ડાઉનલોડ કરેલા આઇપીઓ ફોર્મ દ્વારા JNK India IPO(જેએનકે ઇન્ડિયા આઇપીઓ) માટે અરજી કરી શકે છો. ખાલી IPO ફોર્મ ડાઉનલોડ કરીને, ભરીને, બેંકમાં જમા કરાવીને અથવા બ્રોકરને સબમિટ કરી શકાય છે.
JNK India(જેએનકે ઇન્ડિયા) – કંપની ફાઇનાન્સિયલ રિપોર્ટ
- કંપનીની આવક ૨૦૨૧,૨૦૨૨ અને ૨૦૨૩માં અનુક્રમે ₹ 138.45 કરોડ, ₹ 297.13 કરોડ, ₹ 411.55 કરોડ રહી છે, તો
- કંપનીના ખર્ચ ૨૦૨૧,૨૦૨૨ અને ૨૦૨૩માં અનુક્રમે ₹ 115.65 કરોડ, ₹ 249.31 કરોડ, ₹ 348.83 કરોડ રહ્યા છે, તો
- કંપનીનો ટેક્સ બાદ પ્રોફિટ(Profit After Tax – PAT) ૨૦૨૧,૨૦૨૨ અને ૨૦૨૩માં અનુક્રમે ₹ 16.48 કરોડ, ₹ 35.98 કરોડ, ₹ 46.36 કરોડ રહ્યો છે.
JNK India IPO(જેએનકે ઇન્ડિયા આઇપીઓ)ના IPOનું વેલ્યુએશન-FY2023
જેએનકે ઇન્ડિયાના આઈપીઓની અર્નિંગ પર શેર (ઇપીએસ-EPS) , પી/ઇ રેશિયો(P/E ratio), રીટર્ન ઓન નેટવર્થ (RoNW) અને નેટ એસેટ વેલ્યુ (એનએવી-NAV)ની વિગતો નીચે મુજબ છે.
- અર્નિંગ પર શેર (ઇપીએસ-EPS) : ₹ 9.66 પ્રતિ ઇક્વિટી શેર
- પ્રાઈઝ/અર્નીન્ગ્સ અથવા પી/ઇ રેશિયો( ગુણોત્તર) : N/A
- રીટર્ન ઓન નેટવર્થ (RoNW) : 47.71%
- નેટ એસેટ વેલ્યુ (એનએવી-NAV) ₹ 25.45 પ્રતિ ઇક્વિટી શેર
JNK Indiaના પીઅર ગ્રુપ અથવા પ્રતિસ્પર્ધી કંપનીઓ કઈ છે ?
- થર્મૅક્સ લિમિટેડ(Thermax Limited)
- ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (Bharat Heavy Electricals Limited-BHEL)
JNK Indiaના પ્રમોટર્સ
- માસ્કોટ કેપિટલ એન્ડ માર્કેટિંગ પ્રા. લિ.
- જેએનકે હીટર્સ કંપની લિમિટેડ
- અરવિંદ કામત
- ગૌતમ રામપેલી
- દીપક કછારૂલાલ ભારુકા
JNK India IPO(જેએનકે ઇન્ડિયા આઇપીઓ)ના રજિસ્ટ્રાર
- લિંક ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ
- ટેલિફોનઃ + 91.810.811.4949
- ઇમેઇલઃ jnkindia.ipo @linkintime.co.in
- વેબસાઇટઃ https:// linkintime.co.in /
JNK India IPO(જેએનકે ઇન્ડિયા આઇપીઓ)નું એલોટમેન્ટ કેવી રીતે ચેક કરશો ?
JNK India IPO નું એલોટમેન્ટ Linkintime વેબસાઇટ પરથી ચેક કરી શકાશે.
JNK India IPO(જેએનકે ઇન્ડિયા આઇપીઓ)ના લીડ મેનેજર્સ/મર્ચન્ટ બેન્કર્સ
- આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝ લિમિટેડ(ICICI Securities Limited)
- આઈઆઇએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ(Iifl Securities Ltd)
કંપની(JNK India Ltd.)નું સરનામું
- જેએનકે ઇન્ડિયા લિમિટેડ, એકમ નં. 203, 204, 205 અને 206, ટી. એમ. સી. ઓફિસ સેન્ટ્રમ આઇટી પાર્કની સામે, સત્કાર હોટેલ, થાણે-પશ્ચિમ, થાણે-400604
- ફોનઃ + 91-22.6885.8000
ઇમેઇલઃ Compliance@jnkindia.com
વેબસાઇટઃ http://www.jnkindia.com /