The Pyramid

JNK India IPO (જેએનકે ઈન્ડિયા આઈપીઓ) ભરવા જઈ રહ્યા છો ? તો પહેલાં આટલું જાણી લો, કંપની અને IPO વિશે !

JNK India IPO (જેએનકે ઈન્ડિયા આઈપીઓ) રોકાણકારોને રોવડાવશે કે માલામાલ બનાવશે ?

IPO ની પ્રાઈઝ બેન્ડ, તારીખો, લોટ સાઈઝ, ઇન્વેસ્ટર ક્વોટા, કંપનીનું પરફોર્મન્સ, એલોટમેન્ટ ડેટ સહીત જાણો બધું જ !

આવતીકાલે 23મી એપ્રિલથી JNK India(જેએનકે ઈન્ડિયા)નો IPO બજારમાં આવવાનો છે. આ IPO માં  25 એપ્રિલ સુધી એપ્લીકેશન કરી શકાશે. IPO દ્વારા JNK India આશરે ₹ 649.50 કરોડ એકત્ર કરશે, જેમાં ₹300 કરોડના નવા ઇશ્યૂ અને ₹2 ની  ફેસ વેલ્યુના પ્રત્યેક એવા 8,421,052 ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ છે. રિટેલ ક્વોટા 35%, QIB 50% અને HNI 15% છે.

કંપની, તેના ઉત્પાદનો અને ઉત્પાદન ક્ષમતાઓ
JNK India(જેએનકે ઈન્ડિયા) નાણાકીય વર્ષ 2021 થી નાણાકીય વર્ષ 2023 વચ્ચે નવા ઓર્ડર બુકિંગની દ્રષ્ટિએ ભારતની અગ્રણી હીટિંગ ઇક્વિપમેન્ટ કંપનીઓમાંની એક છે અને થર્મલ ડિઝાઇનિંગ, એન્જિનિયરિંગ, ઉત્પાદન, સપ્લાય, ઈંસ્ટોલેશન અને પ્રક્રિયા-આધારિત હીટર, રીફોર્મર્સ અને ક્રેકિંગ ફર્નેસમાં ક્ષમતાઓ ધરાવે છે.

તે ભારતની સારી રીતે માન્યતા પ્રાપ્ત પ્રોસેસ-ફાયર્ડ હીટર કંપનીઓમાંની એક છે, જે નાણાકીય વર્ષ 2023 માં નવા ઓર્ડર બુકિંગની દ્રષ્ટિએ ભારતીય હીટિંગ ઇક્વિપમેન્ટ માર્કેટમાં આશરે 27% નો બજાર હિસ્સો ધરાવે છે.
પ્રોસેસ-ફાયર્ડ હીટર એ એક પ્રકારનું ઔદ્યોગિક હીટર છે, જેનો ઉપયોગ કુદરતી ગેસ અથવા પ્રોપેન જેવા બળતણ સ્ત્રોતને બાળીને સીધા પ્રવાહી અથવા વાયુઓને ગરમ કરવા માટે થાય છે.

રીફોર્મર્સ એ કુદરતી ગેસ અથવા નેફ્થા જેવા હાઇડ્રોકાર્બનને સંશ્લેષણ ગેસ અથવા સિનગેસમાં રૂપાંતરિત કરવા માટે ઉપયોગમાં લેવાતા ઉપકરણો છે, જે હાઇડ્રોજન અને કાર્બન મોનોક્સાઇડનું મિશ્રણ છે.

ક્રેકીંગ ફર્નેસનો ઉપયોગ મોટા હાઇડ્રોકાર્બન પરમાણુઓને નાના અણુઓમાં તોડવા માટે થાય છે, જેનો ઉપયોગ પછી ઇંધણ, રસાયણો અને પ્લાસ્ટિક સહિત વિવિધ ઉત્પાદનોના ઉત્પાદન માટે થઈ શકે છે. હાઇડ્રોકાર્બનને તોડવાની પ્રક્રિયાને ક્રેકીંગ તરીકે ઓળખવામાં આવે છે, અને તેમાં સામાન્ય રીતે ઉત્પ્રેરકની હાજરીમાં હાઇડ્રોકાર્બન ફીડસ્ટોકને ગરમ કરવાનો સમાવેશ થાય છે.

ઓઇલ અને ગેસ રિફાઇનરીઓ, પેટ્રોકેમિકલ્સ, ખાતરો, હાઇડ્રોજન અને મિથેનોલ પ્લાન્ટ્સ વગેરે જેવા પ્રક્રિયા ઉદ્યોગોમાં પ્રક્રિયાથી ચાલતા હીટર, રીફોર્મર્સ અને ક્રેકિંગ ફર્નેસ (એકસાથે, “હીટિંગ ઇક્વિપમેન્ટ”) જરૂરી છે.(સ્ત્રોત : F&S રીપોર્ટ)

ભારતમાં, તેમણે આંધ્રપ્રદેશ, કેરળ, મહારાષ્ટ્ર, આસામ,તમિલનાડુ, બિહાર, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે અને વૈશ્વિક સ્તરે મેક્સિકો અને નાઇજિરીયામાં પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે. વધુમાં, તેઓ ભારતમાં ઓડિશા, હરિયાણા,ગુજરાત, રાજસ્થાન તથા વૈશ્વિક સ્તરે અલ્જેરિયા , ઓમાન,અને લિથુઆનિયામાં ચાલુ પ્રોજેક્ટ્સ ધરાવે છે. વધુમાં, તેઓએ એવા પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે જે ખુબ અંતરિયાળ અથવા દૂરગામી સ્થળોએ હતા, તેમાં ભારતમાં કોચી, કેરળ; બરૌની, બિહાર; નુમાલીગઢ, આસામ; અને વિદેશમાં લાગોસ, નાઇજીરીયા ખાતેના તેમના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

IPO ના હેતુઓ 
કાર્યકારી મૂડી જરૂરિયાતો(વર્કિંગ કેપિટલ માટે)

સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે

JNK India IPO તારીખ અને પ્રાઈઝ બેન્ડની વિગતો 

JNK India IPO લોટ સાઈઝ(Lot Size)
JNK India IPO(જેએનકે ઈન્ડિયા આઇ. પી. ઓ.) માટે લઘુતમ માર્કેટ લોટ 36 શેરનો છે, જેના માટે ₹14,940 દ્વારા અરજી કરી શકાય  છે. રિટેલ રોકાણકારો 468 શેર અથવા ₹194,220 રકમ સાથે મહત્તમ 13 લોટ સુધી અરજી કરી શકે છે.

JNK India IPO(જેએનકે ઇન્ડિયા આઇપીઓ) માટે કેવી રીતે અરજી કરવી?

JNK India(જેએનકે ઇન્ડિયા) – કંપની ફાઇનાન્સિયલ રિપોર્ટ

JNK India IPO(જેએનકે ઇન્ડિયા આઇપીઓ)ના IPOનું વેલ્યુએશન-FY2023
જેએનકે ઇન્ડિયાના આઈપીઓની અર્નિંગ પર શેર (ઇપીએસ-EPS) , પી/ઇ રેશિયો(P/E ratio), રીટર્ન ઓન નેટવર્થ (RoNW) અને નેટ એસેટ વેલ્યુ (એનએવી-NAV)ની વિગતો નીચે મુજબ છે.

JNK Indiaના પીઅર ગ્રુપ અથવા પ્રતિસ્પર્ધી કંપનીઓ કઈ છે ?

JNK Indiaના પ્રમોટર્સ

JNK India IPO(જેએનકે ઇન્ડિયા આઇપીઓ)ના રજિસ્ટ્રાર

JNK India IPO(જેએનકે ઇન્ડિયા આઇપીઓ)નું એલોટમેન્ટ કેવી રીતે ચેક કરશો ?

 JNK India IPO નું એલોટમેન્ટ  Linkintime વેબસાઇટ પરથી ચેક કરી શકાશે.

JNK India IPO(જેએનકે ઇન્ડિયા આઇપીઓ)ના લીડ મેનેજર્સ/મર્ચન્ટ બેન્કર્સ 

કંપની(JNK India Ltd.)નું સરનામું

Exit mobile version