ગુજરાતમાં આગામી 10 થી 12 જાન્યુઆરી દરમિયાન વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 (VGGS 2024) યોજવાની છે. આ સમિટની પૂર્વતૈયારીના ભાગરૂપે ગુજરાત સરકારના વિવિધ વિભાગો દ્વારા અલગ અલગ ક્ષેત્રે વિકાસકાર્યો અને બિઝનેસ ડેવલપમેન્ટ અને ધંધા રોજગાર માટે MOU કરવામાં આવી રહ્યા છે.
આવા જ એક MOU ગુજરાત સરકાર અને મઝગાંવ ડોક લિમિટેડ (MDL) વચ્ચે સંપન્ન થયા છે. આ MOU અંતર્ગત દ્વારકામાં એક અન
ન્ય સબમરીન પ્રવાસન પ્રોજેક્ટ શરૂ કરવાનું આયોજન છે. આ સબમરીન પર્યટનનો હેતુ સબમરીન દ્વારા બેટ દ્વારકા અને શિવરાજપુર બીચની આસપાસના દરિયાઈ જીવનનું અન્વેષણ કરવાનો અને લોકોને મરીન ઈકો સિસ્ટમ થી માહિતગાર કરવાનો અને તેના દ્વારા દરિયાઈ સહેલગાહ અને ટુરિઝમ વિકસાવવાનો છે.
રાજ્ય સરકાર અને મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિ.એ આ બાબતે એક સમજૂતી કરાર એટલે MOU (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે.
આ વિશે માહિતી આપતા ગુજરાત ટુરીઝમના મેનેજિંગ ડિરેક્ટર સૌરભ પારધીએ જણાવ્યું કે, દ્વારકા રાજ્યમાં સૌથી વધુ પ્રવાસી સ્થળોમાંનું એક છે અને શિવરાજપુર બીચ પણ બ્લુ ફ્લેગ પ્રમાણિત બીચ છે. પ્રવાસીઓને અનોખો અને અલગ અનુભવ આપવા માટે, સરકારે મઝાગોન ડોક કંપની સાથે MOU સાઈન કર્યા છે.
આ MOU મુજબ, પ્રવાસીઓને સબમરીનની મદદથી દરિયાની નીચે અંદાજે 100 મીટરની ઊંડાઈ જળચર દરિયાઇ જીવન બતાવવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે, “તમામ સર્વેક્ષણો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફી અને મઝાગોન ડોક દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા, અને ફીઝીબિલિટી રિપોર્ટના આધારે પ્રોજેક્ટ આગળ વધારવાનું નક્કી કરાયું છે. અમે પાણીની અંદર કંઈપણ વિકસાવી રહ્યા નથી; તેના બદલે, અમે સબમરીન દ્વારા સમુદ્રની નીચેનું કુદરતી જીવનથી લોકોને માહિતગાર કરવાનો અને સાથે પર્યટન વિકસાવવાનો પ્રયાસ કરીશું. આ પ્રોજેક્ટ આવતા વર્ષના અંત સુધીમાં કાર્યરત થઈ જવાની સંભાવનાઓ છે. આ પ્રોજેક્ટ હાલમાં પ્રાથમિક તબક્કામાં છે, અને અહેવાલો અનુસાર તે આગળ વધશે તેમ બજેટની વિગતો નક્કી કરવામાં આવશે.