દેશની સૌથી મોટી સરકારી માલીકીની બેંક એવી SBI BANK(State Bank of India) દ્વારા 03 ફેબ્રુઆરી 2024, શનિવારના રોજ વર્તમાન નાણાકીય વર્ષ(2023-24)ના તેના ત્રીજા કવાર્ટર(Q3) ના પરિણામો(SBI q3 result 2024)જાહેર કરવામાં આવ્યા હતા.
SBI ના ત્રીજા કવાર્ટર(Q3) ના પરિણામો જાહેર કરાયા બાદ માર્કેટમાં પરિણામોના અલગ અલગ એનાલીસીસ જોવા મળી રહ્યા છે. આવતીકાલે એટલે કે 05 ફેબ્રુઆરી 2024ના રોજ ભારતીય શેરબજારો અને ખાસ કરીને Nifty50 અને BankNifty ઈન્ડેક્સને આ પરિણામો અસર કરશે તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે. આ બંને ઇન્ડેક્સ સાથે જ SBI બેંક (NSE:SBIN) અન્ય ઘણા ઈન્ડેક્સનો ભાગ રહેલી છે.

કેવા રહ્યા SBI BANK ના Q3 પરિણામો(SBI q3 result 2024) ?

ગ્રૉસ એનપીએ રેશિયો(Gross NPA Ratio)
વર્તમાન નાણાકીય વર્ષ-2023-24ના ત્રીજા ક્વાર્ટરમાં SBIનો ગ્રૉસ એનપીએ રેશિયો ઘટીને 2.42% થયો છે, જે એક વર્ષ પહેલા આ સમય ગાળામાં એટલે કે ગયા નાણાકીય વર્ષના Q3 પરિણામોમાં 3.14% હતો.

નેટ વ્યાજ આવક (Net Interest Income-NII)
ડિસેમ્બર 2023 ક્વાર્ટરમાં બેન્કની નેટ વ્યાજ આવક વાર્ષિક ધોરણે 4.59% વધીને ₹39,816 કરોડ થવા પામી છે. જે એક વર્ષ પહેલા ₹38,069 કરોડ હતી.

નેટ પ્રોફિટ(Net Profit)
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ત્રીજા ત્રિમાસિક ગાળામાં ₹9163 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. તે ગયા વર્ષના આ સમય ગાળામાં ₹14205 કરોડના નફાની સરખામણીમાં 35% ઓછો છે.
FY 24 ના પહેલા 9 મહિના દરમિયાન State Bank of Indiaનો સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ ₹40,378 કરોડ રહ્યો છે. નાણાકીય વર્ષ 2023 ના પહેલા 9 માસ દરમિયાન સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ ₹33,538 કરોડ હતો. એટલે કે વાર્ષિક આધાર પર સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ 20.40%થી વધ્યો છે.

નેટ એનપીએ રેશિયો (Net NPA Ratio)
ત્રીજા કવાર્ટરમાં SBI BANK નો નેટ એનપીએ રેશિયો (Net NPA Ratio) 0.64 % રહ્યો છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાંમાં 0.77 % રહ્યો હતો.

ગ્રૉસ એડવાન્સ(Gross Advance)
ત્રીજા ક્વાર્ટરમાં(ઓકટોબર થી ડિસેમ્બર) SBI નો ગ્રૉસ એડવાન્સ વાર્ષિક આધાર પર 14.38%થી વધીને ₹35,84,252 કરોડ થઈ ગયા છે. ગયા વર્ષના સમાન ગાળામાં ₹31,33,565 કરોડ હતો.

ડિપૉઝિટસ(Deposits)
Q3 પરિણામોમાં દર્શાવ્યા મુજબ ત્રીજા ત્રિમાસિક ગાળામાં બેંકની ડિપૉઝિટ 13%થી વધીને ₹47,62,221 કરોડ પર પહોંચી ગઈ છે, જે ગત વર્ષે આ સમયગાળામાં ₹42,13,557 કરોડ હતી.

વ્યાજ આવક (Interest Income)
Q3 માં બેંકની ઈન્ટ્રેસ્ટ ઈનકમ(વ્યાજની આવક) વાર્ષિક ધોરણે (YOY) 22% વધીને ₹105733.78 કરોડ થઈ ગઈ છે, જે ગયા વર્ષે ₹86616.04 કરોડ હતી.

નવા હસ્તગત કરેલા વેન્ચર
SBI q3 result 2024 અનુસાર ડિસેમ્બર-2023 ક્વાર્ટર(Q3)માં SBI BANK દ્વારા SBI પેન્શન ફંડ્સ પ્રાઈવેટ લિમિટેડમાં SBI કેપિટલ માર્કેટ લિમિટેડની સંપૂર્ણ 20% ભાગીદારીને ખરીદી લેવામાં આવી હતી. તેની સાથે SBI પેન્શન ફંડ્સ પ્રાઈવેટ લિમિટેડમાં બેન્કની ભાગીદારી 60 ટકાથી વધીને 80 ટકા થવા પામી છે. આ ડીલ ₹229.52 કરોડમાં થઈ છે.

શુક્રવારે Q3 પરિણામો જાહેર થયા પહેલા SBI BANK ના શેર 0.05% વધીને ₹648 પર બંધ થયા હતા. સાથે જ, SBI BANK ની માર્કેટ કેપ ₹5.8 લાખ કરોડ પહોંચી છે.

PSU lender એવી SBI BANK ની સાથોસાથ 50 જેટલી અન્ય કંપનીઓએ પણ પોતાના Q3 પરિણામો જાહેર કર્યા છે. જેમાં Clean Science and Technology,Gujarat Alkalies & Chemicals,Krishna Institute of Medical Sciences (KIMS), Archean Chemical Industries, Affle, Balu Forge સહિતની કંપનીઓનો સમાવેશ થાય છે. આવતીકાલે ૫ ફેબ્રુઆરીએ આ કંપનીઓના શેર stocks in news હશે.  Paytm Payments Bank  પર RBI ના નિયંત્રણોને પગલે 40% ધોવાણ અનુભવી ચુકેલા PAYTM ના શેર પણ પર આવતીકાલે સૌની નજર રહેશે. સાથે જ, SBI Bank ના પરિણામોને પગલે જો BANK NIFTY પર અસર જોવા મળશે તો અગ્રગણ્ય પ્રાઇવેટ બેંક એવી HDFC Bank પણ ચર્ચામાં રહેશે. તેના Q3 પરિણામો બાદ વેચવાલીનો સામનો કરી રહેલા HDFC Bank ના શેર પર બ્રોકરેજ હાઉસીસ અત્યારે ચાંપતી નજર રાખીને બેઠા છે.

SBI ના ત્રીજા કવાર્ટર(Q3) ના પરિણામો જાહેર કરાયા બાદ માર્કેટમાં પરિણામોના અલગ અલગ એનાલીસીસ જોવા મળી રહ્યા છે. આવતીકાલે એટલે કે 05 ફેબ્રુઆરી 2024ના રોજ ભારતીય શેરબજારો અને ખાસ કરીને Nifty50 અને BankNifty ઈન્ડેક્સને આ પરિણામો અસર કરશે તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે. આ બંને ઇન્ડેક્સ સાથે જ SBI બેંક (NSE:SBIN) અન્ય ઘણા ઈન્ડેક્સનો ભાગ રહેલી છે.

ભારતીય બજારોમાં એક તરફ PSU શેરોમાં ઐતિહાસિક તેજીનો દોર જોવા મળી રહ્યો છે તો બીજી તરફ બેન્કિંગ અને ફાઈનાન્સિયલ શેરોમાં પાછલા બે વર્ષોમાં નોંધપાત્ર રીટર્ન જોવા મળ્યું નથી. વર્ષ ૨૦૨૪ ની શરૂઆતમાં ફાર્મા, મેટલ સહિતના શેરોમાં તેજી જોવા મળી રહી છે પરંતુ બેન્કિંગ અને ફાઈનાન્સિયલ શેરો હજુ પણ રોકાણકારોની ધીરજની અગ્નિ પરીક્ષા લઇ રહ્યા છે. રોકાણકારો આશા રાખી રહ્યા છે કે PSU અને પ્રાઇવેટ બેંકો સહીત NBFC ના ચોથા અને અંતિમ ક્વાર્ટરના પરિણામો સારા આવે અને આ સ્ટોક્સમાં પણ પોઝીટીવ રેલી આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *