કેવી રીતે ચેક કરશો BLS e Services IPO નું Allotment? કંપની શું કામ કરે છે ? લિસ્ટીંગ પછી રોકાણ કરાય ? જાણો બધું જ…

100% થી વધારે Grey market premium (GMP) ધરાવતા BLS E Services ના IPO નું Allotment આજે જાહેર થવાનું છે. IPO નું Allotment status BSE અને Kfin technologies Limited ની નીચે આપેલી વેબસાઈટ પરથી ચેક કરી શકાશે.

1) BSE વેબસાઈટ – https://www.bseindia.com/investors/appli_check.aspx

2) Kfin technologies Limited વેબસાઈટ –
https://kosmic.kfintech.com/ipostatus

આ વેબસાઈટ પરથી પોતાના PAN નંબર, Application I’d અથવા અન્ય જરૂરી credentials દાખલ કરીને તમે પોતાનું allotment ચેક કરી શકો છો.

Grey market premium (GMP)(ગ્રે માર્કેટ પ્રીમિયમ)
BLS E-Services ના IPO નું આજની તારીખે ગ્રે માર્કેટમાં 126% જેટલું માતબર પ્રીમિયમ જોવા મળી રહ્યું છે. એટલે કે 135 રૂપિયાની IPO પ્રાઈઝ પર 170 રૂપિયા જેટલું એટલે કે બમણા પણ વધારે રિટર્ન મળી શકે છે.

Response from Investors (રોકાણકારો તરફથી પ્રતિસાદ)
તારીખ 30 જાન્યુઆરી થી 01 ફેબ્રુઆરી સુધી ઉપલબ્ધ રહેલા આ IPO ને તમામ કેટેગરીમાં રોકાણકારો તરફથી અભૂતપૂર્વ રિસ્પોન્સ મળેલો. શેર હોલ્ડર, રિટેલ, HNI smal અને HNI Big સહિતની તમામ કેટેગરી multiple times oversubscribe થઈ હતી.

શું કામ કરે છે BLS E-Services કંપની??
BLS-E સર્વિસીસ લિમિટેડ એક ટેક્નોલોજી-ઇનેબલ્ડ ડિજિટલ સર્વિસ પ્રોવાઇડર છે. તેની પેરેન્ટ કંપની BLS International Services Ltd. છે જે ભારતીય શેરમાર્કેટમાં already લિસ્ટેડ કંપની છે.

BLS E-Services મુખ્યત્વે નીચેની ત્રણ સેવાઓ પૂરી પાડે છે.
(1) ભારતની મોટી બેંકોને બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ સેવાઓ, (2) ભારતમાં પાયાના સ્તરે ઈ-ગવર્નન્સ સેવાઓ અને
(3) આસિસ્ટેડ ઈ-સેવાઓ

કંપની શહેરી, અર્ધ-શહેરી, ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં આવશ્યક જાહેર ઉપયોગિતા સેવાઓ પહોંચાડવા માટે જરૂરી એવા એક્સેસ પોઇન્ટ પ્રદાન કરે છે. BLS E-Services મુખ્યત્વે સામાજિક કલ્યાણ યોજનાઓ, આરોગ્યસંભાળ યોજનાઓ, નાણાકીય, શૈક્ષણિક, કૃષિ અને બેંકિંગ સેવાઓ માટે G2C(government to citizen services), B2B(business to business) અને B2C(business to consumer) માધ્યમોમાં એક્સેસ પોઇન્ટ સેવાઓ પ્રદાન કરે છે.

હાલમાં કંપની પાસે બે પ્રકારના મર્ચંટ્સ જોડાયેલા છે – BLS ટચપોઇન્ટ્સ અને BLS સ્ટોર્સ. કંપનીમાં નોંધાયેલા તમામ મર્ચંટ્સ BLS ટચપૉઇન્ટ કહેવાય છે. તેઓ કંપની દ્વારા પ્રદાન કરવામાં આવતી બહુવિધ સેવાઓ ઑફર કરવાની ઍક્સેસ ધરાવે છે.

BLS સ્ટોર્સ એ BLS બ્રાન્ડેડ સ્ટોર્સ છે જે ગ્રાહકોને તેમની પસદંગીના ઓફરિંગ માટે એક સંપૂર્ણ સ્યુટ પ્રદાન કરે છે. BLS સ્ટોર્સ ઈ-કોમર્સ પ્લેયર્સ દ્વારા પૂરા પાડવામાં આવેલ સેમ્પલના આધારે પસંદગીના માલસામાન ઉપલબ્ધ કરાવે છે, જેને સ્પર્શ અને અનુભવ કર્યા પછી તેમના ગ્રાહકો દ્વારા ઓર્ડર કરીને પ્રાપ્ત કરી શકાય છે.

30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં BLS E-Services પાસે 98,034 BLS ટચપોઇન્ટ્સ છે, જેમાં 1,016 BLS સ્ટોર્સનો સમાવેશ થાય છે.

તેમના ટેક ઇનેબલ્ડ સંકલિત બિઝનેસ મોડલ દ્વારા BLS E-Services અર્ધ-શહેરી, ગ્રામીણ અને રિમોટ વિસ્તારો કે જ્યાં ઇન્ટરનેટનો પ્રવેશ ઓછો છે અને નાગરિકોને મૂળભૂત લાભ મેળવવા માટે ટેકનોલોજી-સક્ષમ સેવાઓની સહાયની જરૂર છે ત્યાં G2C, B2C અને B2B કેટેગરીમાં ડિજિટલ અને ભૌતિક ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરે છે.

BLS E-Services નો બિઝનેસ ત્રણ મુખ્ય બિઝનેસ સેગમેન્ટમાં વહેંચાયેલો છે.
(ii) આસિસ્ટેડ ઈ-સેવાઓ
(iii) ઇ-ગવર્નન્સ સેવાઓ અને
(i) બિઝનેસ કોરસપોંડન્ટ સેવાઓ;
કંપનીના દરેક બિઝનેસ સેગમેન્ટમાં મુખ્ય હિતધારક તરીકે તેમના મર્ચંટ્સ છે, જેમની સાથે કંપની નાગરિકોને તેમના ઉત્પાદનો અને સેવાઓ પહોંચાડવા માટે સહયોગ કરે છે.

BLS E-Services IPO ની વિગતો
IPO ખુલ્યો – 30 જાન્યુઆરીએ
IPO બંધ થયો – 01 ફેબ્રુઆરીએ
IPO સાઈઝ – approx. ₹310.91 કરોડ – બધી જ મૂડી fresh issue તરીકે છે.
શેરની ફેસ વેલ્યુ – ₹10 ની રહેશે
IPO પ્રાઇઝ બેન્ડ ₹129 થી ₹135 પ્રતિ શેર
IPO નું લિસ્ટીંગ BSE અને NSE બંને પર થશે
ક્વોટા – 10% retail investors માટે, 75% QIB investors માટે, 15% NII investors માટે

BLS E-Services IPO ની સંભવિત IPO લિસ્ટીંગ ડેટ

BLS E-Services IPO નું લીસ્ટીંગ મોટેભાગે  6 ફેબ્રુઆરી 2024 નાં રોજ NSE અને BSE પર થશે.

વિવિધ રોકાણકારો માટે રોકાણ મર્યાદા

BLS E-Services IPO માં રિટેલ ઇન્વેસ્ટર્સ માટે મીનીમમ 1 લોટ 108 શેરનો રહેશે અને તેની રોકાણ વેલ્યુ ₹14,580 રહેશે , જ્યારે રિટેલ ઇન્વેસ્ટર્સ મેક્સિમમ 13 લોટ માટે એટલે કે 1404 શેર માટે ₹1,89,540 નું રોકાણ કરી શકશે.
HNI Small કેટેગરીમાં 14 લોટ માટે એટલે કે 1512 શેર માટે ₹2,04,120 ની રોકાણ મર્યાદા રહેશે. જ્યારે HNI Big કેટેગરી માટે 69 લોટ માટે એટલે કે 7452 શેર માટે ₹10,06,020 ની રોકાણ મર્યાદા રહેશે…

લિસ્ટિંગ બાદ રોકાણ કરાય કે કેમ ?

બમણાથી વધુ  ગ્રે માર્કેટ પ્રીમીયમ અને મજબુત નાણાકીય સ્થિતિ ધરાવતી   BLS E-Services નો  IPO રોકાણકારોને ચોક્કસપણે માલામાલ કરશે. મોટાભાગના  બ્રોકરેજ હાઉસના મતે ડીજીટલ બીઝનેસ ધરાવતી આ કંપનીમાં લાંબા ગળા માટે રોકાણ કરી શકાય છે. પરંતુ લિસ્ટિંગ બાદ કંપનીના વેલ્યુએશન કેટલા ઊંચા જાય છે અને PE રેશિયો કેટલો રહે છે તે જોયા બાદ જ કંપનીમાં રોકાણ કરવાનો નિર્ણય લેવો જોઈએ.

નોંધ :- અહીં રજૂ કરવામાં આવેલા કંપનીમાં રોકાણ કરવા અંગેના વિચારો અમારા અંગત વિચારો છે, જે માત્ર અભ્યાસના હેતુસર રજૂ કરવામાં આવ્યા છે. તેને રોકાણ કરવા અંગેની સલાહ માનવી નહિ. વાંચકોને પોતાના ફાઇનાન્સિયલ એડવાઈઝરની સલાહ લઈને જ રોકાણ કરવાની સલાહ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *