HDFC BANK ને યસ બેંક(Yes Bank), ઇન્ડસઇન્ડ બેંક(IndusInd Bank) સહીત અન્ય બેન્કોમાં 9.50% સુધીનો હિસ્સો ખરીદવાની RBI ની મંજૂરી

HDFC BANK ના શેર પર RBI ની મંજૂરીની કોઈ અસર માર્કેટમાં કેમ જોવા મળી નહિ ?

HDFC Bank News :-

RBI એ (ભારતીય રિઝર્વ બેંકે) સૌથી મોટા પ્રાઇવેટ બેંક ગ્રુપ એવા HDFC બેંક ગ્રુપને યસ બેંક(Yes Bank), ઇન્ડસઇન્ડ બેંક(IndusInd Bank),આઇસીઆઇસીઆઇ બેંક(ICICI Bank), એક્સિસ બેંક(Axis Bank),બંધન બેંક(Bandhan Bank) અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ (Suryoday small finance bank)બેંકમાં 9.50 ટકા સુધીનો સ્ટેક ખરીદવાની મંજૂરી આપી છે.

શું વિગતો આપવામાં આવી HDFC BANK ના Exchange Filing માં આ અંગે ?

HDFC BANK દ્વારા કરવામાં આવેલા એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવવામાં આવ્યું હતું કે, RBI દ્વારા હિસ્સો હસ્તગત કરવાની આપવામાં આવેલી મંજૂરી HDFC Ergo(HDFC અર્ગો), HDFC Life insurance (HDFC લાઇફ ઇન્સ્યોરન્સ) અને HDFC AMC (HDFC એસેટ મેનેજમેન્ટ કંપની) દ્વારા રોકાણ માટે આપવામાં આવી છે.

વધુમાં એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યા મુજબ, આ મંજૂરી એક વર્ષ માટે માન્ય રહેવાની છે અને જો HDFC BANK આ એક વર્ષના સમયગાળામાં શેરહોલ્ડિંગ હસ્તગત કરવામાં નિષ્ફળ જશે તો મંજૂરી રદ થઈ જશે એમ જણાવવામાં આવ્યું છે.

RBI (ભારતીય રિઝર્વ બેંક) દ્વારા HDFC BANK ને કયા નિયમોને આધીન મંજૂરી આપવામાં આવી ?
5 ફેબ્રુઆરી, 2024 ના રોજ આરબીઆઈ(RBI)ના પત્ર દ્વારા મંજૂર કરાયેલી મંજૂરી HDFC બેંકની રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને આ અંગે કરેલી અરજીના સંદર્ભે આપવામાં આવી છે.
RBI (ભારતીય રિઝર્વ બેંક) દ્વારા HDFC BANK ને RBI ના અને અન્ય સંબંધિત નીચે મુજબના રેગ્યુલેશન ના આધારે મંજૂરી આપવામાં આવી છે. સામે છેડે HDFC BANK દ્વારા આ તમામ નિયમોની સંબંધિત જોગવાઈઓનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે.
– બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની સંબંધિત જોગવાઈઓ,
– બેંકિંગ કંપનીઓમાં શેર અથવા વોટિંગ રાઈટ્સનું સંપાદન અને હોલ્ડિંગ માટેની RBIની 16 જાન્યુઆરી, 2023 ની માસ્ટર ગાઇડલાઈન
– FEMA(Foreign Exchange Management Act, 1999) ની જોગવાઈઓ
-સેબી રેગ્યુલેશન્સ અને
– અન્ય નિયમનકારી નિયમો

HDFC BANK ને આ મંજૂરી અંતર્ગત સ્ટેક પરચેઝમાં શું ધ્યાને રાખવું પડશે ?
HDFC BANK ને એ સુનિશ્ચિત કરવું પડશે કે ઇન્ડસઇન્ડ બેંક(IndusInd Bank) માં “એગ્રીગેટ હોલ્ડિંગ” દરેક સમયે ઇન્ડસઇન્ડના પેઇડ-અપ શેર મૂડી અથવા વોટિંગ રાઇટ્સના 9.50 ટકાથી વધુ ન હોય. જો “એગ્રિગેટ હોલ્ડિંગ” 5 ટકાથી નીચે આવે છે, તો તેને 5 ટકા કે તેથી વધુ પેઇડ-અપ શેર મૂડી અથવા ઇન્ડસઇન્ડ બેંક(IndusInd Bank) અને યસ બેંક(Yes Bank)ના વોટિંગ રાઇટ્સ વધારવા માટે RBIની પૂર્વ મંજૂરી લેવી પડશે.

ઇન્ડસઇન્ડ બેંક(IndusInd Bank) અને યસ બેંક(Yes Bank) ની શેરહોલ્ડિંગ પેટર્ન (Share Holding Pattern)

ઇન્ડસઇન્ડ બેંક(IndusInd Bank)ની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, પ્રમોટર્સ ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ અને ઇન્ડસઇન્ડ લિમિટેડ મળીને બેન્કમાં 16.45% હિસ્સો ધરાવે છે. ડિસેમ્બર 2023 સુધીમાં મ્યુચ્યુઅલ ફંડ્સ બેંકમાં સંયુક્ત 15.63% હિસ્સો ધરાવે છે,વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો ડિસેમ્બર ક્વાર્ટરમાં મળીને 38.24% હિસ્સો ધરાવે છે તથા LIC સહિતની વીમા કંપનીઓ 7.04% હિસ્સો ધરાવે છે.
યસ બેંકની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, 100 ટકા હિસ્સો Public પાસે છે. આમાંથી LIC નો 4.34 ટકા હિસ્સો છે જ્યારે, SBI BANKની આગેવાની હેઠળના કન્સોર્ટિયમનો હિસ્સો (એક્સિસ બેન્ક, HDFC બેન્ક, ICICI બેન્ક, કોટક બેન્ક સહિત) 37.23% છે.

વધુમાં, અન્ય બેન્કોમાં HDFC ગ્રુપની કંપનીઓના હિસ્સા અંગે જોવામાં આવે તો HDFC AMC પાસે ICICI BANK માં 3.43% અને Axis Bank (એક્સિસ બેન્ક)માં 2.57% હિસ્સો છે.

શા માટે શેર બજારોએ RBI ની આ મોટી જાહેરાતને કોઈ પ્રતિક્રિયા આપી નહિ ??

RBI એ (ભારતીય રિઝર્વ બેંકે) સૌથી મોટા પ્રાઇવેટ બેંક ગ્રુપ એવા HDFC બેંક ગ્રુપને અન્ય બેન્કોમાં હિસ્સો ખરીદવાની મંજૂરી આપી છે. પરંતુ આ સમાચાર પર માર્કેટ દ્વારા કોઈ મોટી પ્રતિક્રિયા દેખાડવામાં આવી નથી. જોકે ઇન્ડસઇન્ડ બેંક(IndusInd Bank) ના શેર અત્યારે ખૂબ જ ઊંચા ભાવે already ટ્રેડ કરી રહ્યા છે એટલે તેમાં કોઈ વધારે મૂવમેન્ટ જોવા મળી નથી. આ નિર્ણયને લઈને HDFC BANK ના decisions અને હિસ્સેદારી ખરીદીની પ્રક્રિયાની સમયસર પૂર્ણતા અનેની અનિશ્ચિતતા અને અન્ય અનિશ્ચિતતાઓને પગલે HDFC BANK ના શેરોમાં આ મંજૂરીની કોઈ ખાસ અસર જોવા મળી નથી. સામે છેડે, YES Bank ના શેરોમાં આ મંજૂરીના સમાચારોના પગલે તેજી જોવા મળી છે. માર્કેટમાં overall weak sentiments પણ આ મંજૂરીની જાહેરાત પ્રત્યેના માર્કેટના બિન પ્રતિક્રિયાત્મક વલણને સપોર્ટ કરે છે.

સવારે 11:10 કલાકે NSE પર HDFC BANK ના શેરોમાં નજીવી વેચવાલી સાથે શેર નેગેટીવ ટ્રેડ કરી રહ્યા છે. 0.8% ના ઘટાડા સાથે HDFC BANK ના શેર 1426.30 ના ભાવે ટ્રેડ થઇ રહ્યા છે. તો  IndusInd Bank ના શેર NSE પર 1.15 % ના ઘટાડા સાથે 1520.10 ના ભાવે ટ્રેડ કરી રહ્યા છે. આ સમાચારનો સૌથી મોટો ફાયદો YES BANK ને થયો છે. YES BANK ના શેર અ સમયે 9.87 % ના વધારા સાથે 25.05 ના ભાવે ટ્રેડ થઇ રહ્યા છે.  RBI દ્વારા HDFC BANK ને અપાયેલી મંજૂરીના પગલે YES BANK ના શેરોમાં ભારે ખરીદદારી જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *