TCS ના Q4 પરિણામો(TCS Q4 results 2024) IT શેરોમાં તેજીની લહેર લાવશે ?

Q4FY24માં ₹12,434 કરોડના કોન્સોલીડેટેડ નેટ પ્રોફિટ સાથે TCS એ માર્કેટ એસ્ટીમેટસ(અનુમાનો)ને પછાડ્યા

TCS Q4 results માં કંપનીની વાર્ષિક આવક 3.5 ટકા વધીને ₹61,237 કરોડ નોંધાઈ

દેશની IT જાયન્ટ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસે(TCS) શુક્રવારે તેના ચોથા ત્રિમાસિક ગાળા(Q4)ના પરિણામો(TCS Q4 results 2024)ની જાહેરાત કરી હતી. Q4 પરિણામો બાદ નવા સોમવારે શરુ થતા નવા સપ્તાહના પ્રથમ દિવસે TCS ના શેરની કિંમતો પર સૌની નજર રહેશે. માર્કેટ એસ્ટીમેટસ(અનુમાનો)ને પછાડીને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસે(TCS) Q4FY24માં ₹12,434 કરોડનો કોન્સોલીડેટેડ નેટ પ્રોફિટ (એકીકૃત ચોખ્ખો નફો) નોંધાવ્યો છે, જે નાણાકીય વર્ષ 2022-23 ના ચોથા ક્વાર્ટરમાં નોંધાયેલા ₹11,392 કરોડના ચોખ્ખા નફાની સરખામણીમાં 9 ટકાનો વધારો દર્શાવે છે. કંપનીની વાર્ષિક આવક 3.5 ટકા વધીને ₹61,237 કરોડ થઈ છે. TCS એ Q4 પરિણામ 2024(TCS Q4 results 2024) માર્કેટની અપેક્ષા કરતા વધુ સારા જાહેર કર્યા છે, ટીસીએસના ચીફ એક્ઝિક્યુટિવે નાણાકીય વર્ષ 25 માં વધુ સારા પરિણામોનો આશાવાદ વ્યક્ત કર્યો છે.  શુક્રવારે ભારતીય શેર બજારો બંધ થયા બાદ ટીસીએસના પરિણામો(TCS Q4 results 2024) જાહેર કરવામાં આવ્યા હોવાથી ટીસીએસ(TCS)ના શેરની કિંમત સોમવારે આ Q4 પરિણામો પર સકારાત્મક પ્રતિક્રિયા આપે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.

TCS ના સારા Q4 પરિણામો(TCS Q4 results 2024)ના કારણો 

શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, Q4FY24 માટે ટીસીએસના પરિણામો(TCS Q4 results 2024) બજારના અંદાજોને વટાવી ગયા છે, કારણ કે ભારતીય આઇટી જાયન્ટે(TCS) તેના સ્થાનિક વ્યવસાયમાં મોટો ઉછાળો નોંધાવ્યો છે. કંપની યુકેમાં પણ વ્યવસાય વૃદ્ધિ નોંધાવવામાં સફળ રહી હતી. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ભારતીટા કન્સલ્ટન્સી સર્વિસીસ તાજેતરમાં સમાપ્ત થયેલા ત્રિમાસિક ગાળા(Q4)માં 13 અબજ ડોલરથી વધુના વિક્રમી ડીલ ક્લોઝર નોંધાવવામાં સફળ રહી છે. નિષ્ણાતોએ સોમવારે ટીસીએસના શેરના ભાવમાં વધારો થવાની ધારણા વ્યક્ત કરી છે. જો કે, તેઓએ જાળવી રાખ્યું હતું કે ટીસીએસ(TCS) ના શેરની કિંમત ₹4,250ના સ્તરે અવરોધ(રેઝીસ્ટંસ)નો સામનો કરી શકે છે. આ સ્તરને જો વટાવી શકે તો, TCS ના  શેરની કિંમત મધ્યમ ગાળાના પરિપ્રેક્ષ્યમાં ₹4,530 અને ₹4,720 પ્રતિ શેરના સ્તર સુધી જવાની ધારણા છે.

TCSના Q4પરિણામોની TCSના શેર પર કેવી અસર પડશે?

ટીસીએસ(TCS)એ શુક્રવારે ચોથા ક્વાર્ટરમાં ₹12,434 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો(કોન્સોલીડેટેડ નેટ પ્રોફિટ) નોંધાવ્યો હતો. આ આંકડો એક વર્ષ અગાઉ Q4માં  નોંધાયેલા ₹11,392 કરોડથી 9 ટકાનો વધારો દર્શાવે છે. કામગીરીમાંથી આવક વાર્ષિક ધોરણે 3.5 ટકા વધીને 61,237 કરોડ રૂપિયા થઈ છે, જે ગયા વર્ષે 59,162 કરોડ રૂપિયા હતી. ચાલુ નાણાકીય વર્ષના માર્ચ ક્વાર્ટરમાં ટીસીએસ(TCS)ની આવકમાં 2.2 ટકાનો વધારો નોંધાયો છે. આ વૃદ્ધિ ભારતીય વેપાર (38 ટકા) અને યુકે વેપાર (6.2 ટકા) દ્વારા સંચાલિત થઇ હતી. સોફ્ટવેર જાયન્ટ TCS એ ચોથા ક્વાર્ટરમાં 13.2 અબજ ડોલરના વિક્રમી સોદા કર્યા હતા. જેના લીધે  નાણાકીય વર્ષ 24ની ઑર્ડર બુક ટીસીવી(ટોટલ કોન્ટ્રાક્ટ વેલ્યુ)(કુલ કોન્ટ્રાક્ટ વેલ્યુ) 42.7 અબજ ડોલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચી છે.

ક્યા હકારાત્મક પરિબળો આગામી સમયમાં શેરના ભાવો માટે સારા સાબિત થશે ?

પૂરા થયેલા ત્રિમાસિક ગાળા સાથે નવા મેનેજમેન્ટે એક વર્ષ પૂર્ણ કર્યું છે, પહેલાથી અમલમાં મૂકાયેલા ઓપરેશનલ સુધારાઓ વિસ્તૃત થતા  નવા મેનજમેન્ટની  સાતત્યતા અને તેના લાભો આગામી ત્રિમાસિક ગાળાથી જોવા મળશે. માર્ચના અંત સુધીમાં આઇટી ખર્ચના બજેટને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હોવાથી, નાણાકીય વર્ષ 25ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સોદાના હસ્તાંતરણ(ડીલ એક્વિઝીશન) અને પ્રોજેક્ટ રેમ્પ-અપ્સમાં વધારો થવાની અપેક્ષા રહેશે. આમ, આશાવાદી દૃષ્ટિકોણને પરિણામે ટીસીએસના પરિણામો પછી શેરના ભાવમાં તેજીની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

ટીસીએસના શેરના ભાવના લક્ષ્યાંક 
ટીસીએસ(TCS)ના શેરની કિંમતમાં છેલ્લા 5 મહિનામાં સારો ઉછાળો આવ્યો છે,બ્રેકઆઉટ માટે ₹4,250 સ્તરના પ્રતિકાર ક્ષેત્ર(રેઝીસ્ટન્સ લેવલ)ને વટાવવો જરૂરી છે અને ત્યારબાદ, મધ્યમ ગાળાની સમયમર્યાદા માટે ₹4,530 અને ₹4,720 સ્તરના લક્ષ્યાંક સાથે વધુ વૃદ્ધિ માટે શક્યતાઓ જોઈ શકાશે. હાલમાં શેરના ભાવ ₹3,975 ઝોનના નોંધપાત્ર 50 EMA (ઇએમએ) સ્તરની નજીક છે અને ₹3,875ના 100 પિરિયડ MA(એમએ) સ્તરની નજીક છે.  ₹ 3,650ના સ્તરના 200 પિરિયડ એમએ(MA)ની નજીક મહત્વનો સપોર્ટ લેવલ રહેશે, તેનાથી નીચેના ભાવો વલણને નબળું પડશે.

TCS ના નાણાકીય વર્ષ 2023-24 ની મુખ્ય બાબતો

  • આ સમયગાળા દરમિયાન કંપનીનો ફ્રી-કેશ ફ્લો 44,282 કરોડ રૂપિયા રહ્યો હતો
  • કંપનીએ ડિવિડન્ડ અને બાયબેકના રૂપમાં 46,223 કરોડ રૂપિયાની શેરહોલ્ડર પેઆઉટની જાણ કરી હતી.
  • ટીસીએસ(TCS) પાસે 100 મિલિયન ડોલરથી વધુની બેન્ડ ધરાવતા 62 ગ્રાહકો છે. અગાઉના વર્ષના સમાન ગાળામાં આ સંખ્યા 60 હતી. ઉપરાંત, 50 મિલિયન ડોલરની પ્રાઇસ બેન્ડમાં ગ્રાહકો આ વર્ષમાં 6 થી વધીને 139 થયા હતા.
  • 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થયેલા વર્ષ માટે ટીસીએસ(TCS)ની કુલ હેડ કાઉન્ટ(કર્મચારી સંખ્યા) 6,01,546 છે, જેમાં 152 દેશોના કર્મચારીઓ સામેલ છે, જેમાંથી 35.6 ટકા મહિલાઓ છે. આઈટી સર્વિસમાં 12.5 ટકાનો એટ્રીશન રેટ (નોકરી બદલી જનારા કર્મચારીઓની સંખ્યાનો દર) નોંધાયો છે.

સોમવારે 15 એપ્રિલે શરુ થતા નવા સપ્તાહે વૈશ્વિક તણાવો અને ગ્લોબલ ઈકોનોમી પર તેની અસરો માર્કેટને પ્રભાવિત કરશે. TCS ના સારા પરિણામો અને સારા અનુમાનોને પરિણામે આઈટી શેરોમાં નવી ખરીદદારીના પરિણામે તેજી જોવા મળી શકે છે.

નોંધ :- અહીં રજૂ કરવામાં આવેલા તારણો, અનુમાનો, સલાહો, શેરના ભાવો અંગેના અનુમાનો વગેરે અંગત પ્રતિભાવો છે. તેને ખરીદ વેચાણની સલાહ માનવી નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *