રોકાણકારો માટે ખુલ્યો Apeejay Surrendra Park Hotels IPO
Q3 પરિણામો બાદ TATA MOTORS અને Tata motors DVR all time high
Stock market today :-
સોમવારે 5મી ફેબ્રુઆરીએ ભારતીય શેરબજારોમાં ફ્લેટ શરૂઆત જોવા મળી હતી. હાઈ માર્કેટ વોલેટિલિટી વચ્ચે પણ કેટલીક કંપનીઓના શેરમાં સારા Q3 પરિણામોના લીધે સારી એવી તેજી જોવા મળી રહી છે. TATA MOTORS અને Tata motors DVR ના શેર સારા Q3 પરિણામોના પગલે all time high ટ્રેડ કરી રહ્યા છે.
TATA MOTORS
નાણાકીય વર્ષ 2023-24 ના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીએ net profit માં ₹7,100 કરોડનો વધારો નોંધાવ્યો છે. net profit માં બે ગણા વધારાને પગલે સોમવારે ટાટા મોટર્સના શેરમાં શરૂઆતના સેશનમાં 8% નો ઉછાળો જોવા મળ્યો હતો.
BSE પર સોમવારે 5 ફેબ્રુઆરીએ TATA MOTORS ના શેર 8 ટકા વધીને રૂ. 949.60ની all time high પ્રાઈઝ પર પહોંચ્યા હતા. નાણાકીય વર્ષ 2023-24ના ત્રીજા ક્વાર્ટરમાં (ડિસેમ્બર 2023 ક્વાર્ટરમાં) કંપનીએ રૂ. 7,100 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જે કંપનીના ચોખ્ખા નફામાં બે ગણો વધારો છે. કંપનીની રેવન્યુ વાર્ષિક ધોરણે 25 ટકા વધીને ₹ 1,10,600 કરોડ થઈ છે.
TATA MOTORS ના નિવેદન અનુસાર કંપની તેના ત્રણેય સેકટરના ઓટો વ્યવસાયો પર સકારાત્મક છે. ક્વાર્ટર Q4 માં પણ નવા લોન્ચ અને જેગુઆર લેન્ડ રોવર બિઝનેસમાં સપ્લાયમાં સુધારો સારા પરિણામો આપશે તેવો કંપનીનો આશાવાદ છે.
ટાટા મોટર્સે(TATA MOTORS) પોતાના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે તેમણે ડિસેમ્બર ક્વાર્ટરમાં ₹9,500 કરોડનું ચોખ્ખું દેવું ઘટાડ્યું અને આ જ રીતે આગળ પણ કંપની તેનું દેવું ઘટાડતી રહેશે તેવો આશાવાદ છે. BSE પર સોમવારે સવારે હાઈ વોલેટિલિટી વાળા ટ્રેડિંગમાં પણ Tata motors DVR નો શેર પણ 9 ટકાની તેજી સાથે ₹636.50ની નવી all time high સપાટીએ પહોંચ્યો હતો.
BEL (ભારત ઈલેક્ટ્રોનિકસ લિમિટેડ)
BEL (ભારત ઈલેક્ટ્રોનિકસ લિમિટેડ) દ્વારા ₹1 ની ફેસ વેલ્યુના ઈક્વિટી શેર દીઠ ₹0.7 ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે.વચગાળાનું ડિવિડન્ડ જાહેરાતની તારીખથી 30 દિવસની અંદર ચૂકવવામાં આવશે. BEL એ નાણાકીય વર્ષ 2023-24 માટે ઇક્વિટી શેર્સ પર વચગાળાના ડિવિડન્ડની ચુકવણીના હેતુ માટે 10મી ફેબ્રુઆરી, 2024,શનિવારને રેકોર્ડ તારીખ જાહેર કરી છે
અગ્રણી એરોસ્પેસ અને સંરક્ષણ કંપનીઓમાંની એક એવી ભારત ઈલેક્ટ્રોનિક્સ (BEL) ના શેરની કિંમત 9 ફેબ્રુઆરીએ એક્સ-ડિવિડન્ડમાં ફેરવાશે. BEL ડિફેન્સ સેગમેન્ટમાં સૌથી વધુ 0.98% ની ડિવિડન્ડ યીલ્ડ ધરાવે છે. 2023 માં કંપનીએ શેર દીઠ રૂ. 1.8 જેટલી રકમ એટલે કે 180% સુધી ડિવિડન્ડ ચૂકવ્યું હતું. એક્સ-ડિવિડન્ડની તારીખ પહેલા, બ્રોકરેજોએ BELના શેર હોલ્ડિંગ, એક્યુમ્યુલેટ કરવાની અને ખરીદવાની ભલામણ કરી છે. BEL પર સૌથી વધુ લક્ષ્યાંક ભાવ રૂ. 210 પ્રતિ શેર છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. 1,34,865.42 કરોડ છે. હાલમાં, BELના શેર તેના રૂ. 88.30ના 52-સપ્તાહના તળિયેથી 109% વધારા સાથે ટ્રેડ કરી રહ્યા છે.
SBI (State Bank of India)
દેશની સૌથી મોટી સરકારી માલીકીની બેંક એવી SBI BANK(State Bank of India) દ્વારા 03 ફેબ્રુઆરી 2024, શનિવારના રોજ વર્તમાન નાણાકીય વર્ષ(2023-24)ના તેના ત્રીજા કવાર્ટર(Q3) ના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા.
ડિસેમ્બર-2023 ક્વાર્ટર(Q3)માં SBI BANK દ્વારા SBI પેન્શન ફંડ્સ પ્રાઈવેટ લિમિટેડમાં SBI કેપિટલ માર્કેટ લિમિટેડની સંપૂર્ણ 20% ભાગીદારીને ખરીદી લેવામાં આવી હતી. તેની સાથે SBI પેન્શન ફંડ્સ પ્રાઈવેટ લિમિટેડમાં બેન્કની ભાગીદારી 60 ટકાથી વધીને 80 ટકા થવા પામી છે. આ ડીલ ₹229.52 કરોડમાં થઈ છે.
વર્તમાન નાણાકીય વર્ષ-2023-24ના ત્રીજા ક્વાર્ટરમાં SBIનો ગ્રૉસ એનપીએ રેશિયો ઘટીને 2.42% થયો છે.
નેટ વ્યાજ આવક વાર્ષિક ધોરણે 4.59% વધીને ₹39,816 કરોડ થવા પામી છે. જે એક વર્ષ પહેલા ₹38,069 કરોડ હતી. સાથે જ, બેન્કે ₹9163 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. તે ગયા વર્ષના આ સમય ગાળામાં ₹14205 કરોડના નફાની સરખામણીમાં 35% ઓછો છે.
FY 24 ના પહેલા 9 મહિના દરમિયાન State Bank of Indiaનો સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ ₹40,378 કરોડ રહ્યો છે. એટલે કે વાર્ષિક આધાર પર સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ 20.40%થી વધ્યો છે. ત્રીજા કવાર્ટરમાં SBI BANK નો નેટ એનપીએ રેશિયો (Net NPA Ratio) 0.64 % રહ્યો છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાંમાં 0.77 % રહ્યો હતો.
SBI નો ગ્રૉસ એડવાન્સ વાર્ષિક આધાર પર 14.38%થી વધીને ₹35,84,252 કરોડ થઈ ગયા છે. ગયા વર્ષના સમાન ગાળામાં ₹31,33,565 કરોડ હતો. ત્રીજા ત્રિમાસિક ગાળામાં બેંકની ડિપૉઝિટ 13%થી વધીને ₹47,62,221 કરોડ પર પહોંચી ગઈ છે, જે ગત વર્ષે આ સમયગાળામાં ₹42,13,557 કરોડ હતી. બેંકની ઈન્ટ્રેસ્ટ ઈનકમ(વ્યાજની આવક) વાર્ષિક ધોરણે (YOY) 22% વધીને ₹105733.78 કરોડ થઈ ગઈ છે, જે ગયા વર્ષે ₹86616.04 કરોડ હતી.
NTPC
NTPC(એનટીપીસી)એ રૂ. 10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ રૂ. 2.25ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. ડિવિડન્ડની જાહેરાત બાદ NTPC ના શેરમાં સારી ખરીદી જોવા મળી રહી છે. શેર તાજેતરમાં જ 52 વીક હાઈ અને ઓલ ટાઈમ હાઈ ટચ કરી ચૂક્યો છે.
IPO અપડેટ
Apeejay Surrendra Park Hotels IPO નો IPO આજે રોકાણકારો માટે ખુલ્યો છે. આ IPO માં 7 ફેબ્રુઆરી સુધી રોકાણકારો અરજી કરી શકશે.
પ્રાઈસ બેન્ડ : ₹147-155/શેર
લોટ સાઈઝ: 96 શેર
ઇશ્યૂ સાઈઝ : ₹920 કરોડ
પ્રથમ દિવસે જ Apeejay Surrendra Park Hotels IPO માં Retail Investor કેટેગરીમાં 5.42x, Non Institutional investors કેટેગરીમાં 2.54x, Qualified Institutional buyers(QIB) કેટેગરીમાં 1.22x જેટલું સબસ્ક્રીપ્શન જોવા મળ્યું હતું.
વધુમાં, સુઝલોન એનર્જી(Suzlon Energy), ગરવારે હાઇ ટેક ફાઇબર(Garware hi tech fibres), પિડિલાઇટ (Pidilite) જેવા શેરો પણ આજના માર્કેટમાં Q3 પરિણામો સહિત અન્ય સમાચારોને પગલે ચર્ચામાં રહ્યા હતા.