ભારતીય શેરબજારોમાં કામ કરવાની પેટર્ન બદલાઈ જશે, એપ્રિલ 2024થી લાગુ થશે T+0 સેટલમેન્ટ(t+0 settlement) સાયકલ

તમે પણ શેરબજારમાં કામ કરો છો કે રોકાણ કરો છો ? તો તમારા માટે T + 0 સેટલમેન્ટ(t+0 settlement) વિશે જાણવું અત્યંત જરૂરી

T + 0 સેટલમેન્ટ(t+0 settlement)થી કોને થશે ફાયદો અને કોને મળશે પડકારો ?

છેલ્લા કેટલાય દિવસોથી ભારતીય શેરબજારોમાં T + 0 નો મુદ્દો ચર્ચામાં છે. બજાર નિયમનકારી સંસ્થા સેબી(SEBI) એપ્રિલ 2024 થી T + 0 સેટલમેન્ટ(t+0 settlement) અનુસરવા માંગે છે. શું છે આ T + 0 સેટલમેન્ટ, કેવી રીતે અસર કરશે તે બજારની કામ કરવાની પેટર્નને , કેવી રીતે સોદાઓની પતાવટ થશે T + 0 સેટલમેન્ટમાં, શેરબજારમાં કામ કરતા રોકાણકારો અને ટ્રેડ રોએ શું રખવ પડશે ધ્યાન ? આવો જાણીએ બધું જ વિગતવાર…

શું છે T + 0 સેટલમેન્ટ (t+0 settlement)?
T + 0 એટલે એ જ દિવસે સ્ટોક એક્સચેન્જોમાં વ્યવહારોની તાત્કાલિક અથવા વાસ્તવિક-સમયની પતાવટ છે. એટલે કે એક દિવસે કરેલા સોદાઓની પતાવટ અને તેના નાણાંનું ડેબિટ કે ક્રેડિટ એ જ દિવસે સમાપ્ત થઈ જવું જોઈએ.

હાલમાં કેવી રીતે થાય છે સેટલમેન્ટ ? શું છે T + 1 સેટલમેન્ટ ?
હાલમાં સોદાઓ T + 1 એટલે કે સોદાઓના એક દિવસ પછી પતાવટ કરવામાં આવે છે. T + 1 માં સોદાઓ થયાના એક દિવસમાં સ્ટોક એક્સચેન્જોમાં વ્યવહારોની પતાવટ કરીને સેટલમેન્ટ કરવાનું હોય છે.
હવે ભારત એપ્રિલ 2024થી T + 0 સેટલમેન્ટ સાયકલ સ્થાપિત કરવા તરફ આગળ વધી રહ્યું છે.

શું છે T + 0 સેટલમેન્ટ(t+0 settlement)ના ફાયદાઓ?
T + 0 ના કારણે થતા ટૂંકા પતાવટ ચક્રના રોકાણકારોના દૃષ્ટિકોણથી ઘણા ફાયદા છે. કારણ કે તેમાં રોકાણકારોને પોતાની મૂડી સોદાઓની પતાવટ દિવસે જ મળી જતી હોવાથી તેઓ મૂડીનો વધુ કાર્યક્ષમ ઉપયોગ અરી શકે છે.

માર્જિનની ઉપલબ્ધતા
T + 0 સેટલમેન્ટ ટ્રેડર્સને તેમના માર્જિનનો વધુ ઝડપથી ઉપયોગ કરવાની સુવિધા આપે છે. તેઓ નવા સોદા કરવા માટે આગળ વધી શકે તે પહેલાં જૂના સોદાઓ પતાવટ થવાની રાહ જોવાની જરૂર નથી. આનાથી ટ્રેડિંગ વોલ્યુમ અને લિક્વિડિટીમાં સારો એવો વધારો થઈ શકે છે.

પ્રવાહિતા(લિક્વિડિટી)માં વધારો
T + 0 સેટલમેન્ટ વ્યવહારોને પતાવટ કરવામાં લાગતા સમયને ઘટાડીને પ્રવાહિતા(લિક્વિડિટી)માં વધારો કરે છે. તેનાથી રોકાણકારો માટે જામીનગીરીઓ(સિક્યોરિટીઝ) ખરીદવી અને વેચવી સરળ બને છે. વ્યક્તિએ તેમના વેપારને પતાવટ કરવા માટે રાખવાની મૂડીની જરૂરિયાતને પણ ઘટાડે તે છે.

વણઉકેલાયેલા વેપાર અથવા અનસેટલડ ટ્રેડસ (Unsettled trades)માં ઘટાડો
T+0 સેટલમેન્ટ કાઉન્ટરપાર્ટીનું જોખમ ઘટાડે છે, કારણ કે વેપારની તે જ દિવસે પતાવટ થાય છે જે દિવસે તે અમલમાં આવે છે. વેપાર સ્થિર થાય તે પહેલાં કાઉન્ટરપાર્ટી માટે ડિફોલ્ટ થવા માટે ઓછો સમય છે છે.

T+0 સેટલમેન્ટ સાયકલ કેવી રીતે કામ કરશે?
T+0 સેટલમેન્ટ સાયકલએ વેપારના તાત્કાલિક અથવા તે જ દિવસે પતાવટનો સંદર્ભ આપે છે. તેનો અર્થ એ થયો કે, જ્યારે સ્ટોક કે સિક્યોરિટી ખરીદવામાં આવે છે અથવા વેચવામાં આવે છે, ત્યારે સંબંધિત ચૂકવણીઓ તરત જ બદલવામાં આવે છે અને તેના નાણાકીય સેટલમેન્ટ તે જ દિવસે પૂર્ણ થશે.

આ વાતને એક ઉદાહરણ સાથે સમજીએ…
ધારો કે તમે આજે સવારે 10:00 વાગ્યે Reliance ના 100 શેર ખરીદો છો. T+0 સેટલમેન્ટમાં Reliance ના 100 શેર તરત જ તમારા ડિમેટ ખાતામાં જમા થાય છે, અને વેચનારને તરત જ શેરની ચુકવણીની કીંમત પ્રાપ્ત થશે.

શું કહેવું છે SEBI નું?
SEBIના વિશ્લેષણ મુજબ, T + 2 સેટલમેન્ટ સાયકલમાંથી T + 1 સેટલમેન્ટ સાયકલમાં ટ્રાન્ઝીશનને કારણે ટ્રેડિંગ હેતુઓ માટે 700 કરોડ રૂપિયા મુક્ત થયા હતા.

T+0 સેટલમેન્ટ(t+0 settlement) સાયકલની અસરો :-

ક્લિયરિંગ કોર્પોરેશનો
વ્યવહારોની સરળ અને કાર્યક્ષમ પતાવટ સુનિશ્ચિત કરવા માટે ક્લિયરિંગ કોર્પોરેશનો નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

T+0 સેટલમેન્ટ સાયકલ સાથે ક્લીયરિંગ કોર્પોરેશનોને ટૂંકા સમયમર્યાદામાં સોદાઓની પ્રક્રિયા કરવા અને પતાવટ કરવા માટે વધુ પ્રેશરનો સામનો કરવો પડશે. તેમને ટ્રાન્ઝેક્શન વોલ્યુમમાં થતા વધારાને નિયંત્રિત કરવા માટે મજબૂત ટેકનીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુચારુ રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ અને સ્કીલ્ડ મેનપાવરની જરૂર પડશે.

ડિપોઝિટરીઝ (CDSL/NSDL)
સીડીએસએલ અને એનએસડીએલ જેવી ડિપોઝિટરીઝ સિક્યોરિટીઝના માલિકીના રેકોર્ડ જાળવવા માટે જવાબદાર છે.
T+0 સેટલમેન્ટ સાયકલ ડિપોઝિટરીઝના વર્કલોડને વધારશે, સેટલમેન્ટની પ્રક્રિયાને ઝડપથી પૂર્ણ કરવાની અને સિક્યોરિટીઝ બેલેન્સના યોગ્ય સેટલમેન્ટની જરૂરિયાત રહેશે. જેના માટે ડિપોઝિટરીઝ (CDSL/NSDL)ને તેમની સિસ્ટમ્સને અપગ્રેડ કરવાની, પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવાની અને તેમની કાર્યકારી ક્ષમતાને વિસ્તૃત કરવાની જરૂર પડશે.

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs)
એફઆઈઆઈ, જે ભારતીય બજારોમાં રોકાણ કરે છે, તેમને T+0 સેટલમેન્ટ સાયકલના કારણે વધુ ચલણ રૂપાંતરણ ખર્ચ(કરન્સી કન્વર્ઝન કોસ્ટ)નો સામનો કરવો પડે તેવી શક્યતા છે.
ભારત માત્ર રૂપિયામાં રોકાણની મંજૂરી આપે છે, તેથી એફઆઇઆઇએ તેમના વિદેશી ચલણ હોલ્ડિંગને દૈનિક ધોરણે રૂપિયામાં રૂપાંતરિત કરવાની જરૂર પડશે,
જે તેમના વ્યવહાર ખર્ચમાં વધારો કરશે.

સંભવિત બજારની અસ્થિરતા(પોટેન્શિયલ માર્કેટ વોલેટીલીટી)
ઝડપી પતાવટ (T+0 સેટલમેન્ટ[t+0 settlement]સાયકલ) બજારને ઝડપી પ્રતિક્રિયાઓ(ક્વીક માર્કેટ રિએક્શન) તરફ દોરી શકે છે. જેના લીધે બજારની અસ્થિરતા(માર્કેટ વોલેટિલિટી)માં વધારો થવાની સંભાવના રહે છે.

આમ, અહીં એક વાત ચોક્કસપણે નોંધવા જેવી છે કે એપ્રિલ 2024 બાદ આ નવી સેટલમેન્ટ સાયકલના લીધે ભારતીય શેરબજારોમાં મોટા પાયે વિવિધ મુદ્દે અસરો જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *