ફેબ્રુઆરી માસમાં થયેલા નવા ફેરફારોમાં MSCI Index માં કેટલાક ભારતીય stocks ઉમેરાયા તો કેટલાક દૂર કરાયા
જાણો MSCI Index ના કયા index માં કયા નવા stocks(શેર) ઉમેરાયા?
ઈન્ડેક્સ પ્રોવાઈડર MSCI (Morgan Stanley Capital International)એ તેના MSCI Index (MSCI Global Standard Index)(ઇમર્જિંગ માર્કેટ્સ)માં તેની ફેબ્રુઆરીની સમીક્ષા બાદ ભારતનું વેઈટેજ વધારીને 18.2% ની ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચાડ્યું છે. ફેબ્રુઆરી માસમાં થયેલા નવા ફેરફારોમાં કેટલાક ભારતીય stocks ઉમેરાયા છે, તો કેટલાક દૂર કરાયા છે.
આ નવા ફેરફારો 29 ફેબ્રુઆરી 2024 ના રોજ બજાર બંધ થયા પછી અમલમાં આવશે. આ સાથે ભારતનું MSCI Index (MSCI Global Standard Index)(ઇમર્જિંગ માર્કેટ્સ)]માં વેઈટેજ નવેમ્બર 2020 બાદ લગભગ બમણા (બે ગણું) જેટલું થઈ જશે. ચીન પછી ભારત MSCI Global Standard Index માં બીજા નંબરનું સૌથી વધુ વેઇટેજ ધરાવતો દેશ બનશે. ફેબ્રુઆરી રિવ્યુમાં આ ઇન્ડેક્સમાંથી ચીનના ઘણા stocks દૂર કરવામાં આવ્યા છે.
કયા stock(શેર) MSCI emerging markets Index માં ઉમેરાયા(ADDITION) ?
– NMDC, GMR Airports infrastructure, Union Bank, BHEL & PNB આ પાંચ શેર એડ કરવામાં આવ્યા.
– આ stocks(શેર)માં Passive FII funds તરફથી $1 billion જેટલું રોકાણ જોવા મળી શકે છે.
– આ પાંચ શેરમાંથી PNB અને Union Bank લાર્જ કેપ ઇન્ડેક્સમાં , BHEL અને NMDC મીડ કેપ ઇન્ડેક્સમાં ઉમેરવામાં આવ્યા છે. તો GMR Airports infrastructure ને સ્મોલ કેપમાંથી મીડ કેપમાં અપગ્રેડ કરવામાં આવ્યો છે.
કયા stock(શેર) MSCI emerging markets small cap Index માં ઉમેરાયા(ADDITION) ?
Balmer Lawrie, Honasa Consumer, MSTC, Banco products India, IIFL Securities, Netweb Technologies, Cello World, Indian Renewable Energy(IREDA), Paisalo Digital, Cyient DLM, ITD Cementation India, Rattanindia Power, DB Realty, J.Kumar Infraprojects, Sandur Manganese & Iron, Dhanuka Agritech, Jaiprakash Associates, SBFC Finance, Ethos, Jupiter Life, SpiceJet, Healthcare Global Ent, Kesoram Industries, Swan Energy, Hemisphere Properties, KPI Green Energy, TARC
કયા stock(શેર) MSCI Domestic Index માં ઉમેરાયા ?
Persistent systems, MRF, PNB, BHEL, Tata motors, Macrotrch developers, Canara Bank, Cummins India kirloskar, Suzlon energy Embassy office park reit
કયા શેરમાં ઈન્ડેક્સ પ્રોવાઈડર MSCI એ વેઇટેજ વધાર્યું ?
HDFC AMC, Lupin, Astral, Zomato, DLF, MRF, Hindalco, Interglobe aviation,Bandhan Bank, Dr.Reddy’s, Hero motocorp, One97 communications