Stock Market News – જાણો સેક્ટર વાઈઝ વીકલી અપડેટ્સ(Stock Market Weekly review) !!

કયા સેક્ટરના શું છે સમાચાર ? શું છે મહત્વની Stock Market Update ?

પાવર, ફાર્મા, બેન્કિંગ, ઓટો, ટેલીકોમ, ડીફેન્સ, હેલ્થકેર, IT, રીટેલ, કન્સ્ટ્રકશન, રીયલ એસ્ટેટ, FMCG સહિતના સેક્ટરના Stock Market News

શું છે ભારતીય અર્થતંત્રમાં મુખ્ય ક્ષેત્રોમાં મોટા સમાચારો અને કયા સેક્ટર આગામી અઠવાડિયે શેરબજારને ડ્રાઈવ કરી શકે છે. ચાલો જાણીએ સેક્ટર વાઈઝ મહત્વના ન્યુઝ અપડેટ્સ અને અન્ય વિગતો વિશે…

પાવર

  • પાવર ગ્રીડ(Power Grid) કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ QoQ બેઝીસ પર 4% વધીને ₹11,978 કરોડ અને QoQ  બેઝીસ પર ચોખ્ખો નફો 3% વધીને ₹4,166 કરોડ થયો છે. પરંતુ વાર્ષિક ધોરણે આવક 2% અને ચોખ્ખો નફો 3.5% ઘટ્યો છે.
  • ટાટા પાવર(Tata Power) ડીડીએલ દ્વારા વ્હીકલ-ટુ-ગ્રીડ (વી2જી) ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન પ્રોજેક્ટ શરૂ કરવા માટે ઇન્ડિયા સ્માર્ટ ગ્રીડ ફોરમ સાથે ભાગીદારી કરવામાં આવી  છે. આ પહેલનો ઉદ્દેશ ઇલેક્ટ્રિક વાહનો (ઇ. વી.)ને ગ્રીડમાં ઇન્ટીગ્રેટ કરવાનો છે, જેનાથી ઇ. વી. બેટરીઝ પીક ડિમાન્ડના સમયમાં ગ્રીડને વીજ પુરવઠો પૂરો પાડી શકે.
  • ટોરેન્ટ પાવર(Torrent Power)ની રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ 8% YoY અને 3% QoQ વધીને ₹6,529 કરોડ થઇ જયારે PAT(પ્રોફિટ આફ્ટર ટેક્સ) YoY ધોરણે 4% ઘટયો  પરંતુ QoQ ધોરણે તેમાં 20% નો વધારો થયો છે.

બેન્કિંગ

  • ભારતના બેન્કિંગ ક્ષેત્રે નાણાકીય વર્ષ 24માં ₹3 લાખ કરોડનો ચોખ્ખો નફો નોંધાવીને ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. લિસ્ટેડ જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકોનો સંયુક્ત નફો 39% વધીને FY24માં ₹ 3.1 લાખ કરોડ થયો છે, જે FY23માં ₹ 2.2 લાખ કરોડ હતો. આ રકમ અંદાજે તમામ લિસ્ટેડ કંપનીઓના FY24ના 9 મહિનાના સંચિત ત્રિમાસિક નફાની બરાબર છે.

ફાર્માસ્યુટિકલ્સ

  • મેનકાઇન્ડ(Mankind) ફાર્મા, ડૉ. રેડ્ડીઝ(Dr. Reddy’s) લેબોરેટરીઝ અને ટોરેન્ટ(Torrent) ફાર્માએ ઇન્વેસ્ટમેન્ટ આર્મ  KKR(કેકેઆર) પાસેથી જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ હસ્તગત કરવામાં રસ દાખવ્યો છે.
  • બાયોકોન(Biocon) લિમિટેડે શુક્રવારે જણાવ્યું હતું કે તેણે દક્ષિણ કોરિયાની હેન્ડોક સાથે તેની કોમ્પ્લેક્સ ડ્રગ પ્રોડક્ટ, સિન્થેટિક લિરાગ્લુટાઇડના કોમર્શીયલાઈઝેશન માટે વિશિષ્ટ લાઇસન્સિંગ અને સપ્લાય એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે, જેનો ઉપયોગ ક્રોનિક વેઇટ મેનેજમેન્ટની સારવારમાં થાય છે. કરાર હેઠળ, બાયોકોન દવા ઉત્પાદનના વિકાસ, ઉત્પાદન અને સપ્લાયનું કામ હાથ ધરશે અને હેન્ડોક દક્ષિણ કોરિયાના બજારમાં રેગ્યુલેટરી મંજૂરી અને કોમર્શીયલાઈઝેશન માટે જવાબદાર રહેશે.
  • બાયોકોનના એક્ઝિક્યુટિવ ચેરપર્સન કિરણ મઝુમદાર-શોએ જણાવ્યું હતું કે તેઓ આશા રાખે છે કે બાયોસિમિલર બિઝનેસના ક્ન્સોલીડેશન અને એકસલરેશનની સાથે સાથે નાણાકીય વર્ષ 25 માં વિયાટ્રિસના બાયોસિમિલર બિઝનેસના 3.3 અબજ ડોલરના સંપાદન માટે  ભંડોળ પૂરું પાડવા માટે મેળવવામાં આવેલા આવેલા દેવામાં વધુ ઘટાડો એ મુખ્ય પ્રાથમિકતાઓ છે. “નાણાકીય વર્ષ 24 અમારા માટે ખૂબ જ પરિવર્તનકારી વર્ષ હતું કારણ કે અમે વિયાટ્રિસ બાયોસિમિલર બિઝનેસના એક્વિઝિશનને ખૂબ જ સફળતા પૂર્વક પૂર્ણ કર્યું હતું.

સંરક્ષણ(ડીફેન્સ)

  • ડેટા પેટર્ન(Data Patterns) દ્વારા  Q4FY24 ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ QoQ ધોરણે 31% વધી પરંતુ YoY બેઝીસ પર 2% ઘટીને 182 કરોડ રૂપિયા થઈ અને કંપનીનો ચોખ્ખો નફો(નેટ પ્રોફિટ) QoQ ધોરણ પર 39% અને 28% YoY વધીને 71 કરોડ રૂપિયા થયો
  • ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડે(BEL) તેના Q4 પરિણામો જાહેર કર્યા છે. આવક 106% QoQ અને 32% YoY વધીને ₹8,564 કરોડ અને ચોખ્ખો નફો(નેટ પ્રોફિટ) 109% QoQ અને 30% YoY વધીને ₹1797 કરોડ થયો છે.

ટેલિકોમ

  • વોડાફોન આઇડિયા(Vodafone Idea)એ જાહેરાત કરી છે કે તેના બોર્ડે પ્રમોટર આદિત્ય બિરલા ગ્રુપની એન્ટિટી ઓરિયાના ઇન્વેસ્ટમેન્ટ્સ પાસેથી પ્રેફરન્શિયલ શેર ઇશ્યૂ દ્વારા ₹2,075 કરોડ એકત્ર કરવાની મંજૂરી આપી છે. ઇશ્યૂ પ્રાઇસ અંતર્ગત રૂ. 14.87 પ્રતિ ઇક્વિટી શેર (રૂ. 4.87 નું પ્રીમીયમ ગણીને)ના હિસાબે રૂ. 2, 075 કરોડ ઓરિયાના ઇન્વેસ્ટમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડને આપ્યા હતા.

IT (આઈટી)

  • ટીસીએસ(TCS)એ 160થી વધુ શાખાઓ અને 360 એટીએમના પ્રાદેશિક નેટવર્ક ધરાવતી કુવૈતની વ્યાપારી બેંક એવી બર્ગન બેંક સાથે કરાર કર્યો છે. બેંક ઊંચા વ્યવહારોનું સંચાલન કરવા, ઓટોમેશન વધારવા અને કર્મચારીઓની ઉત્પાદકતામાં સુધારો કરવા માટે ટીસીએસ સોલ્યુશન્સનો ઉપયોગ કરશે.

રિટેલ

  • વૈશ્વિક બજારોમાં વધુ પડતા ઉત્પાદનને કારણે નાણાકીય વર્ષ 24 માં ભારતીય લેબ-ગ્રોન ડાયમંડ(એલજીડી)ની કિંમતોમાં 45% ઘટાડો થયો છે. ભારતીય લેબ-ગ્રોન ડાયમંડ(એલજીડી)ની નિકાસ એપ્રિલમાં 18.2 ટકા ઘટીને 83.77 મિલિયન ડોલર થઈ ગઈ છે. સોનાના ભાવમાં વધારો થતાં માંગમાં વધારો થયો છે, જેથી ગ્રાહકો દાગીનાના ખર્ચમાં ઘટાડો કરવા માટે લેબ-ગ્રોન ડાયમંડ પસંદ કરે છે .
  • ક્રિસિલ રેટિંગ્સના અહેવાલમાં સોનાના ઊંચા ભાવોને કારણે નાણાકીય વર્ષ 2025માં સંગઠિત ગોલ્ડ જ્વેલરી રિટેલર્સ માટે વાર્ષિક આવકમાં 17-19% વૃદ્ધિની આગાહી કરવામાં આવી છે. છૂટક વેપારીઓ માંગમાં નરમાઈનો સામનો કરવા માટે માર્કેટિંગના પ્રયાસોની યોજના બનાવે છે. ઇન્વેન્ટરીમાં વધારો થવાને કારણે ઓપરેટિંગ પ્રોફિટમાં થોડો ઘટાડો થઈ શકે છે. વર્કિંગ કેપિટલ ડેબ્ટ  (દેવું) વધતું હોવા છતાં સંગઠિત રિટેલરો સ્થિર ધિરાણ રૂપરેખાઓ સાથે માર્કેટ શેર ગેઈન કરવાનું ચાલુ રાખશે.

હેલ્થકેર

  • ચોથા ક્વાર્ટરમાં મેક્સ હેલ્થકેર(Max Healthcare)નો નફો 251.54 કરોડ રૂપિયા રહ્યો હતો, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં 250.92 કરોડ નોંધાયો હતો. કંપનીએ નાણાકીય વર્ષ 23ના ચોથા ક્વાર્ટરમાં થયલી 1214.51 કરોડ રૂપિયાની આવકની સરખામણીએ 17.2 ટકા વધારો દર્શાવતા 1422.90 કરોડ રૂપિયાની આવક નોંધાવી હતી.

કન્સ્ટ્રક્શન

  • અગ્રણી ભારતીય પેઇન્ટ કંપની જેએસડબલ્યુ પેઇન્ટ્સે(JSW Paints) નાણાકીય વર્ષ 24માં આવકમાં ₹2,000 કરોડનો આંકડો પાર કર્યો હતો અને પાંચ વર્ષમાં તેનો પ્રથમ ઓપરેટિંગ પ્રોફિટ હાંસલ કર્યો હતો. કંપનીએ હોમ ડેકોરેટિવ બિઝનેસમાં પોતાની રિટેલ હાજરી વધારીને અને ઔદ્યોગિક કોટિંગ બિઝનેસમાં વધુ પ્રોડક્ટ્સ ઉમેરીને આગામી બે વર્ષમાં ₹5,000 કરોડની આવક મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે. જેએસડબલ્યુ પેઇન્ટ્સનું લક્ષ્ય બજાર કરતાં વધુ ઝડપથી વૃદ્ધિ કરવાનું છે, જે બજારની વૃદ્ધિ કરતાં 5 થી 10 ગણું વધારે છે. કંપની દેશભરમાં 6,000 રિટેલર્સનું નેટવર્ક ધરાવે છે અને તેણે તેના સુશોભન અને ઔદ્યોગિક કોટિંગ વ્યવસાયમાં 900 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
  • JSW સિમેન્ટ(JSW Cement) રાજસ્થાનના નાગૌર જિલ્લામાં ગ્રીનફિલ્ડ, ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપિત કરવા માટે આશરે 3,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના ધરાવે છે, એમ JSW ગ્રુપની માલિકીની કંપનીએ 21 મેના રોજ જણાવ્યું હતું. JSW સિમેન્ટની નવી સુવિધામાં વાર્ષિક 3.30 મિલિયન ટન (MTPA) સુધીનું ક્લિંકરાઇઝેશન યુનિટ અને 2.50 MTPA સુધીનું ગ્રાઇન્ડીંગ યુનિટ, 18 મેગાવોટ (MW) વેસ્ટ હીટ રિકવરી-આધારિત પાવર પ્લાન્ટનો સમાવેશ થાય છે. હાલમાં જેએસડબલ્યુ સિમેન્ટની ક્ષમતા 19 એમટીપીએ છે.
  • દાલમિયા ભારત(Dalmia Bharat) લિમિટેડે તમિલનાડુના અરિયાલુરમાં તેની નવી મિલમાં વ્યાપારી ઉત્પાદન શરૂ કર્યું છે, તેની કુલ સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા વધારીને 45.6 એમટીપીએ કરી છે. વ્યૂહાત્મક બ્રાઉનફિલ્ડ વિસ્તરણ 2031 સુધીમાં 110-130 એમટી સુધી પહોંચવાનો લક્ષ્યાંક  રાખે છે, જે વૃદ્ધિની સંભાવનાઓને વધારવા અને દક્ષિણમાં બજારની સ્થિતિને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

ઓટો

  • જેએલઆર(JLR) ભારતમાં પ્રથમ વખત ફ્લેગશિપ રેન્જ રોવર અને રેન્જ રોવર સ્પોર્ટ મોડલનું ઉત્પાદન શરૂ કરવાની યોજના ધરાવે છે. તેઓ અન્ય જેએલઆર મોડેલો -રેન્જ રોવર વેલર, રેન્જ રોવર ઇવોક, જગુઆર એફ-પેસ અને ડિસ્કવરી સ્પોર્ટ, કે જે પહેલાથી જ તેના પુણે પ્લાન્ટમાં એસેમ્બલ કરવામાં આવે છે તેની સાથે ઉમેરાશે. આગામી સમયમાં  રેન્જ રોવરની કિંમત 3.3 કરોડ રૂપિયાથી ઘટીને 2.6 કરોડ રૂપિયા થઈ જશે જ્યારે રેન્જ રોવર સ્પોર્ટની કિંમત 1.8 કરોડ રૂપિયાથી ઘટીને 1.4 કરોડ રૂપિયા થઈ જશે. ભારત સંપૂર્ણપણે નોક્ડ ડાઉન કિટ પર 15% અને આયાત કરેલા મોડેલો પર 100% થી વધુની ડ્યુટી વસૂલ કરે છે. જેએલઆર તેની વૈશ્વિક વ્યૂહરચનાને અનુરૂપ આગામી બે-ત્રણ વર્ષમાં ભારતમાં વેચાણ બમણી કરવાની પણ યોજના ધરાવે છે.

એફએમસીજી(FMCG)

  • આઇટીસી(ITC) લિમિટેડે અહેવાલ આપ્યો હતો કે ચોથા ત્રિમાસિક ગાળામાં એકંદર વપરાશની માંગ ઓછી રહી હતી, જ્યારે ગ્રામીણ ભારતે ઘણા પડકારજનક ત્રિમાસિક ગાળા પછી પુનઃપ્રાપ્તિના સંકેતો દર્શાવ્યા હતા. ગ્રામીણ માંગમાં સુધારો આઈટીસી દ્વારા તેની સીધી પહોંચ વધારવા અને તેના સ્ટોકિસ્ટ્સ નેટવર્કને વિસ્તૃત કરવાના વિવિધ પ્રયાસોને આભારી છે.

રિયલ એસ્ટેટ

  • ફોનિક્સ મિલ્સ(Phoenix Mills)ની  Q4FY24ની રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ ₹1306 કરોડ રહી છે, જે 32% QoQ અને 79% YoY ધોરણે વૃદ્ધિ દર્શાવે છે અને તેનો ચોખ્ખો નફો ₹327 CR છે, જે 17% QoQ અને 29% YoY ધોરણે વૃદ્ધિ દર્શાવે છે.

ડાયવર્સીફાઈડ 

  • જિયો ફાઇનાન્શિયલ(JioFin) સર્વિસીસ તેના એકમ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની રિટેલ શાખા પાસેથી 36,000 કરોડ રૂપિયાના ઉપકરણો ખરીદવા માટે શેરહોલ્ડરની મંજૂરી માંગી રહી છે, કારણ કે નાણાકીય સેવા પ્રદાતા ઉપકરણ લીઝિંગ વ્યવસાયમાં પ્રવેશવાની યોજના ધરાવે છે.

હોસ્પિટાલિટી

  • ભારતના હોટેલ ઉદ્યોગમાં જાન્યુઆરી-માર્ચ 2024 દરમિયાન રેવન્યુ પર અવેલેબલ રૂમ(RevPAR)માં 11% નો વધારો જોવા મળ્યો છે. આ વૃદ્ધિમાં ફાળો આપનારા મુખ્ય પરિબળોમાં કોર્પોરેટ મુસાફરી, લગ્ન અને બેઠકો, પ્રોત્સાહનો, પરિષદો અને પ્રદર્શનો (MICE)નો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *