The Pyramid

Stocks in News – Paytm, Adani Ports & Sez, Adani Enterprise, Glenmark pharma, Godrej Consumer, Dixon Tech.

બજેટના દિવસે(budget day) ભારતીય શેરબજારોમાં ફ્લેટ ટ્રેડિંગ

RBI નિયંત્રણોને પગલે Paytm ના શેરમાં ભારે વેચવાલી સાથે 20% ડાઉન સર્કિટ, તો સારા પરિણામોને પગલે Godrej Consumer માં અપ સર્કિટ

આજે 1 ફેબ્રુઆરીએ યુનિયન બજેટ(Budget)ના દિવસે ભારતીય શેર માર્કેટ ફ્લેટ ઓપન થયા હતા. BSE SENSEX, NSE NIFTY અને BANK NIFTY પર શરૂઆતના સેશનમાં પાતળો કારોબાર જોવા મળી રહ્યો છે. RBI નિયંત્રણોના આજના ટ્રેડિંગમાં Paytm સૌથી વધુ ચર્ચામાં(Stocks in News) છે, સાથે જ Q3 પરિણામોના પગલે Adani Ports & Sez, Adani Enterprise, Glenmark pharma, Godrej Consumer, Dixon Tech. પણ ચર્ચામાં છે (Stocks in News).

Stocks in News

Paytm (One 97 Communications limited)
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા Paytm પેમેન્ટ્સ બેંક(Paytm Payments Bank) પર કડકાઈ દાખવતા નિયંત્રણો બુધવારના રોજ લાદવામાં આવતા આજે Paytm ના શેર પર તેની સ્પષ્ટ અસર જોવા મળી છે. RBIએ Paytm પેમેન્ટ્સ બેંક(Paytm Payments Bank)ને નવા ગ્રાહકો ઉમેરવા પર પાબંદી ફરમાવી છે.

RBI ના જણાવ્યા અનુસાર નિયમોનું પાલન ન કરવા પર આરબીઆઈ(Reserve Bank of India) દ્વારા One 97 Communications limited હસ્તકની Paytm Payments Bank પર કાર્યવાહી કરવામાં આવી છે.

નિયંત્રણોમાં Paytm Payments Bank પર નવી ડિપોઝિટ અને ટોપઅપ પર પણ 1 માર્ચથી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ફાસ્ટેગ, વોલેટ, મોબિલિટી કાર્ડ ટોપઅપ સહિતની સેવાઓ પર રિઝર્વ બેંક(Reserve Bank of India) દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
વધુમાં, અન્ય ગ્રાહકોના પૈસા ઉપાડવા પર કોઈ પ્રતિબંધ નથી. ગ્રાહકો વોલેટમાં પૈસા, ફાસ્ટેગ, કાર્ડનો ઉપયોગ કરી શકે છે.
RBI નિયંત્રણોને પગલે Paytm ના શેરમાં ભારે વેચવાલી સાથે 20% ડાઉન સર્કિટ જોવા મળી રહી છે. Paytm (One 97 Communications limited) ના શેરમાં માત્ર સેલર(વેચનારા) જોવા મળી રહ્યા છે. NSE પર શેર 19.99% ની સર્કિટ સાથે ₹609 પર ટ્રેડિંગ કરી રહ્યો છે.

Adani Ports & Sez
Adani Ports & Sez આજે પોતાના Q3 રિઝલ્ટ જાહેર કરવાની છે. બજેટ દિવસે જ અદાણી જૂથની બે મોટી કંપનીઓ Adani Ports & Sez અને Adani Enterprise ના પરિણામો માર્કેટમાં અફરાતફરી સર્જી શકે છે.
ભારતના સૌથી મોટા ખાનગી પોર્ટ ઓપરેટર તરીકે અદાણી પોર્ટ્સ & સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ)ની ગણના થાય છે. કાર્ગો વોલ્યુમમાં વધારાને કારણે ડિસેમ્બરમાં પૂરા થતા Q3 ક્વાર્ટરના કંપનીના પરિણામોમાં મજબૂત નફો, આવક અને EBITDA વૃદ્ધિની જોવા મળે તેવી અપેક્ષા છે.
જો કે, એનાલિસ્ટસના મતે રેવન્યુ મિક્સ અને લો માર્જીન આંતરરાષ્ટ્રીય ઓપરેશન્સ ના લીધે વાર્ષિક ધોરણે કંપનીના માર્જીનમાં ઘટાડો જોવા મળી શકે છે.
BSE પર Adani Ports & Sez ના શેર શરૂઆતના ટ્રેડિંગમાં 1% જેટલા વધારા સાથે ₹1219.75 પર ટ્રેડ કરી રહ્યા છે.

Glenmark pharmaceuticals
Pfizer સાથે બુધવારે Atopic Dermititis ની દવા Abrocitinib માટે collobration ની જાહેરાત બાદ આજે Glenmark pharmaceuticals ના શેર પણ ચર્ચામાં જોવા મળી રહ્યા છે. ગઈકાલે બુધવારે આ જાહેરાતના પગલે કંપનીના શેરમાં BSE પર 1.61% ની તેજી જોવા મળી હતી.
Glenmark pharmaceuticals શેરમાં આજે, 01 ફેબ્રુઆરી 2024 ના રોજ -1.47% નો ઘટાડો જોવા મળ્યો હતો. બુધવારે શેરદીઠ ₹909.7 પર બંધ રહેલો શેર હાલમાં 896.35 પ્રતિ શેર પર ટ્રેડ થઈ રહ્યો છે. રોકાણકારોએ આગામી દિવસો અને અઠવાડિયામાં ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સના શેરના ભાવ પર નજર રાખવી જોઈએ.
Pfizer સાથે collobration ની જાહેરાત સમાચાર પર શેરમાં હજુ જોઈએ તેવી હકારાત્મક પ્રતિક્રિયા જોવા મળી નથી.

Godrej Consumer Products
કંપનીએ જાહેર કરેલા ત્રીજા ક્વાર્ટર(Q3)ના પરિણામોમાં
નેટ પ્રોફિટ અને આવકમાં વાર્ષિક વૃદ્ધિ સાથે માર્જિનમાં પણ સુધારો જોવા મળ્યો છે. જેના લીધે બ્રોકરેજ હાઉસ દ્વારા તેના રેટિંગ હકારાત્મક કરવામાં આવ્યા છે.
સારા Q3 પરિણામોના લીધે ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના શેર આજે બજેટ દિવસે (Budget day) શેરમાર્કેટમાં ઊંચી વોલેટીલીટી છતાં પણ 12% વધીને રૂ. 1,314.30ની 52-સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 6.4 ટકા વધીને રૂ. 581.10 કરોડ થયો છે.

Dixon Technologies
અગ્રગણ્ય ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસ કંપની એવી Dixon Technologies એ ત્રીજા ક્વાર્ટર(Q3)માં રૂ. 97 કરોડના કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 87 ટકાનો નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે. ઈનપુટ ખર્ચમાં વધારો થવાને કારણે ઓપરેટિંગ માર્જિનમાં નબળાઈનો સામનો કરવો પડ્યો હોવા છતાં મજબૂત ટોપલાઈનના લીધે ગ્રોથ જોવા મળ્યો હતો.
₹4,818.3 કરોડના રેવન્યુ ફ્રોમ ઑપરેશન સાથે કંપનીએ રેવન્યુ ફ્રોમ ઑપરેશનમાં અગાઉના વર્ષના Q3 ની સરખામણીએ નોંધપાત્ર એવો 100 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં Dixon Technologies ના મોબાઈલ બિઝનેસની આવકમાં 14 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. Q3 પરિણામોમાં બમણી કરતાં વધુ રેવન્યુ ફ્રોમ ઑપરેશન નોંધાવ્યા બાદ આજે Dixon Technologies limited નો શેર 1 ફેબ્રુઆરીના રોજ સવારના વેપારમાં 6 ટકા વધીને રૂ. 6,348 પર ટ્રેડ થયો હતો.

Exit mobile version