The Pyramid

Stocks in News – IOCL,HPCL,BPCL,SRF, NTPC – Q3 પરિણામો અને માર્કેટ રીએકશન…

ત્રીજા ત્રિમાસિક ગાળાના (Q3) પરિણામો બાદ IOCL,HPCL,BPCL,SRF, NTPC બન્યા Stocks in News

ભારતીય શેરબજારોમાં વિવિધ કંપનીઓના ત્રીજા ત્રિમાસિક ગાળાના (Q3) પરિણામો બાદ કંપનીના શેર પર પરિણામોની અસર જોવા મળી રહી છે. હમણાં જ સરકારની માલિકીની ત્રણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ IOCL,HPCL અને BPCL એ પોતાના પરિણામો જાહેર કર્યા છે. સાથે જ, PSU કંપની NTPC અને પ્રાઇવેટ કેમિકલ કંપની SRF એ પણ પોતાના Q3 પરિણામો જાહેર કર્યા છે અને તેમના શેરની મૂવમેન્ટ પર આ પરિણામોની અસર જોવા મળી રહી છે અને આ શેર Stocks in News બની રહ્યા છે.

IOCL,HPCL,BPCL
IOCL (ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ), HPCL (હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ) અને BPCL (ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ) એ હમણાં જ તેમના Q3 પરિણામો જાહેર કર્યા છે. સારા માર્કેટિંગ મર્જીનના લીધે સરકારની માલિકીની ત્રણેય ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ Q3 પરિણામોમાં કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટમાં વાર્ષિક ધોરણે સારો ગ્રોથ નોંધાવ્યો છે. ઇન્વેન્ટરીની ખોટને કારણે ત્રણેય કંપનીઓના પ્રોફિટ આફ્ટર ટેકસ(PAT) માં ઘટાડો જોવા મળ્યો છે. જેના લીધે Q3 પરિણામોમાં ગ્રોસ રિફાઇનિંગ માર્જિન પર પણ અસર જોવા મળી રહી છે.

એનાલિસ્ટસના માટે IOCL,HPCL,BPCL જેવી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આ જ રીતે ચોથા ક્વાર્ટરના પરિણામોમાં પણ નેટ પ્રોફિટમાં QoQ અને વાર્ષિક એમ બન્ને ધોરણે સારો ગ્રોથ બતાવી શકે છે. સાથે જ, ચોથા કવાર્ટરમાં ઇન્વેન્ટરીની ખોટ જોવા નહિ મળે અથવા એકદમ નહિવત જોવા મળશે એવો આશાવાદ એનાલિસ્ટસ વ્યક્ત કરી રહ્યા છે.
IOCL,HPCL,BPCL એ ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 13,119.11 કરોડનો સંયુક્ત કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ નોંધાવ્યો છે, જે અગાઉના વર્ષના સમાન ગાળા(Q3)માં નોંધાવેલા કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ કરતા ઘણો વધારે છે.

ત્રીજા ક્વાર્ટર(Q3)માં સરકારની માલિકીની ત્રણેય ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સ્થાનિક બજાર તેમજ નિકાસ બંનેમાં સેલ વોલ્યુમમાં ગ્રોથ નોંધાવ્યો છે. BPCL (ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ)એ સૌથી સ્ટ્રોંગ સેલ અને એક્સપોર્ટ વોલ્યુમ નોંધાવ્યું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં અનુક્રમે 4% અને 80% વધારે છે.

ત્રણેય ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ Q3 માં નફો નોંધાવ્યો છે, પરંતુ તેમના રિફાઇનિંગ માર્જિન(રિફાઇનિંગ માર્જિન એ રિફાઇનરી દ્વારા ઉત્પાદિત ઉત્પાદનોના મૂલ્ય અને તેના ઉત્પાદન માટે વપરાતા ક્રૂડ તેલના મૂલ્યમાં તફાવત છે)માં ઘટાડો થયો છે. IOCL અને BPCLએ ઈન્કમ ફ્રોમ ઑપરેશનમાં ઘટાડો નોંધાવ્યો છે. નીચા ગ્રોસ રિફાઇનિંગ માર્જિનને લીધે આ ઘટાડો જોવા મળ્યો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડનું સરેરાશ ગ્રોસ રિફાઇનિંગ માર્જિન એક વર્ષ અગાઉ $21.08 પ્રતિ બેરલ હતું, જે એપ્રિલ-ડિસેમ્બરના સમયગાળામાં ઘટીને બેરલ દીઠ $13.26 થયું છે. BPCL(ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ) અને HPCL(હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ) એ ગયા વર્ષે $20.08/બીબીએલ અને $11.40/બીબીએલની સરખામણીમાં $14.72 અને $9.84/બીબીએલના ગ્રોસ રિફાઇનિંગ માર્જિનનો અહેવાલ આપ્યો છે.

SRF
રસાયણ અને પોલિમર ઉત્પાદક SRFએ મંગળવારે તેના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો ત્રીજા-ક્વાર્ટરનો નફો અડધા જેટલો ઘટયો છે. કંપનીના સતત ચોથા ત્રિમાસિક ક્વાર્ટરમાં નફામાં ઘટાડો જોવા મળ્યો છે. નફામાં ઘટાડાના મુખ્ય કારણોમાં SRFના મુખ્ય રસાયણ ઉતપાદનોની વૈશ્વિક માંગમાં સતત નબળાઈને જોવામાં આવી રહી છે.

ટેક્સ પછીનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ એક વર્ષ અગાઉ(ગયા વર્ષના Q3 માં) રૂ. 511 કરોડ હતો, જે ઘટીને આ વર્ષના Q3માં રૂ. 253 કરોડ (આશરે $30 મિલિયન) થયો હતો. કંપનીની રેવન્યુ ફ્રોમ ઑપરેશન 12% ઘટીને રૂ. 3,053 કરોડ થઈ છે.

SRF ને રેફ્રીજરન્ટની વૈશ્વિક સ્તરે નબળી માંગ અને ઘટી રહેલા ભાવોનો સામનો કરવો પડ્યો છે. વર્તમાન સીઝન પણ પ્રતિકૂળ હોવાથી રેફ્રીજરન્ટની માંગ આ ક્વાર્ટરમાં ઓછી રહે છે. જે કવાર્ટરના પરિણામોમાં નફામાં ઘટાડાનું મુખ્ય કારણ બનવા પામે છે. રેફ્રીજરન્ટ એર કન્ડીશનરમાં કૂલિંગ પ્રોસેસમાં વપરાતું ફ્લુઇડ છે. ઘણાં રસાયણોની વિવિધ કારણોસર નબળી વૈશ્વિક માંગના પરિણામે ઘણા ભારતીય રસાયણ ઉત્પાદકોના ત્રીજા-ક્વાર્ટરના નફામાં ઘટાડો જોવા મળ્યો છે.

NTPC
સરકારી માલીકીની લાર્જ કેપ પાવર જનરેટર કંપની NTPC લિમિટેડે પણ પોતાના Q3 પરિણામો જાહેર કર્યા છે. જેના લીધે તેના શેર સતત ચર્ચામાં છે. ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળા(Q3)માં કંપનીનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ રૂ. 4,854.36 કરોડ હતો. જેની સરખામણીએ આ વર્ષે સમાન ગાળામાં કંપનીએ કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટમાં 7.3 ટકાના ઉછાળા સાથે રૂ. 5,208.87 કરોડનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ નોંધાવ્યો છે.
સારા કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ છતાં પણ કંપનીના શેરમાં 30 જાન્યુઆરી(મંગળવાર)ના રોજ 1.40 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

આજે બુધવાર 31-01-24 ના રોજ પણ NTPC ના શેરમાં પાતળી નબળાઈ જોવા મળી રહી છે. 11:45 વાગ્યે NSE પર શેરના ભાવ ₹315 આસપાસ જોવા મળી રહ્યા છે.
છેલ્લા 1-વર્ષમાં NTPCના શેરમાં 90%નું રિટર્ન અને છેલ્લા 2-વર્ષમાં 128% નું રિટર્ન મળ્યું છે.

NTPC એ 29 જાન્યુઆરી, 2024 ના રોજની તેની BSE ફાઇલિંગમાં જણાવ્યા મુજબ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તેની મીટિંગમાં અન્ય બાબતોની સાથે નાણાકિય વર્ષ 2023-24 માટે બીજું વચગાળાનું ડિવિડન્ડ ચૂકવવાનું નક્કી કર્યું છે. ₹10 ની ફેસ વેલ્યુના પેઇડ અપ ઈકવિટી શેરો પર 22.50% (રૂ. 2.25/- પ્રતિ શેર)ના દરે ડિવિડન્ડ ચૂકવવાની જાહેરાત કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કરી છે એવું કંપનીએ તેના BSE ફાઇલિંગમાં જણાવ્યું છે.

Exit mobile version