The Pyramid

શનિવારે પણ શેર માર્કેટ ચાલુ, 2જી માર્ચે NSE દ્વારા special trading session નું આયોજન

Special trading session માં ટ્રેડ કરવામાં કઈ બાબતોનું રાખશો ધ્યાન ?

તા. 2જી માર્ચે શનિવારે NSE શેરબજાર Special trading session (સ્પેશિયલ ટ્રેડિંગ સેશન) અંતર્ગત બે સત્રમાં ચાલુ રહેશે. દિવાળી મુહર્ત ટ્રેડિંગની જેમ જ શનિવારે 2જી માર્ચે નીચેના બે સત્રમાં NSE પર ટ્રેડિંગ થશે.

1. 9.15 to 10.00 – આ સેશનનો pre-open open time 9.0 વાગ્યાનો રહેશે અને pre-open close time 9.08 વાગ્યાનો રહેશે.

2. 11.30 to 12.30 – આ સેશનનો pre-open open time 11:15 વાગ્યાનો રહેશે અને pre-open close time 11:23 વાગ્યાનો રહેશે.

સવારે 9.15 કલાકે બજાર ચાલુ થશે 10:00 કલાકે બજાર બંધ થઈ જશે. ફરી 11:30 કલાકે બજાર ચાલુ થશે અને 12:30 કલાકે બંધ થઈ જશે.

NSE દ્વારા 14 ફેબ્રુઆરીના રોજ 2જી માર્ચે યોજાનારા આ સ્પેશિયલ ટ્રેડિંગ સેશન વિશે જણાવવામાં આવ્યું હતું. Special trading session (સ્પેશિયલ ટ્રેડિંગ સેશન)માં intraday નું primary site પરથી disaster recovery site પર switch over પણ યોજવામાં આવશે.

Equity અને Equity derivative એમ બંને સેગમેન્ટમાં આ special trading યોજાશે.

શા માટે યોજાઈ રહ્યું છે Special trading session (સ્પેશિયલ ટ્રેડિંગ સેશન)?

Security Exchange Board of India (SEBI)ના નવા નિર્દેશ પ્રમાણે NSE તથા BSE બંને એક્સચેન્જને પોતાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાઇટને હવે વધુ સિક્યુરિટી સાથે કંટ્રોલ કરવાની રહેશે. એ હેતુથી શનિવારે એટલે કે 2જી માર્ચે NSE દ્વારા આ સ્પેશિયલ ટ્રેડિંગનું આયોજન કરવામાં આવ્યું છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાઈટ એટલે શું ?

બજારમાં જ્યારે એકદમ તેજી અથવા તો એકદમ મંદી આવે ત્યારે શેર ઉપર સર્કિટ ફીલ્ટર લાગેલા હોય છે. એટલે કે અમુક લિમિટ સુધી ભાવ વધી અથવા ઘટી જાય પછી એ શેરમાં બાયર અથવા સેલર સર્કિટ લાગી જાય છે. ફ્યુચર એન્ડ ઓપ્શનમાં આવી કોઈ લિમિટ હોતી નથી. કોઈપણ શેર સેમ ડે માં ગમે એટલો વધી શકે છે, ગમે એટલો ઘટી શકે છે. પરંતુ ભવિષ્યમાં ફ્યુચર એન્ડ ઓપ્શન(F&O)માં રહેલા શેરને પણ એક લિમિટેડ સર્કિટ ફિલ્ટરમાં નાખવા માટે આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાઇટ રન કરવામાં છે. એટલે હવે કોઈ પણ શેર સેમ ડેમાં ના અનલિમિટેડ વધી શકશે કે ના અનલિમિટેડ ઘટી શકશે. જેના ભાગરૂપે આ ટ્રાયલ રન કરવામાં આવે છે અને ભવિષ્યમાં દરેક તેજી અથવા દરેક મંદીને સેબી એક્શન દ્વારા કંટ્રોલ કરી શકશે.

Special trading session (સ્પેશિયલ ટ્રેડિંગ સેશન)માં શું ઘ્યાન રાખવું ?

માર્ચ 2 ના રોજ settlemet holiday હોવાથી, શુકવાર (તા.01) ના Purchase નું settlement સોમવારે 04 માર્ચના રોજ થશે. આથી માર્ચ 1 ના રોજ લીધેલા શેર શનિવાર (તા.02) ના દિવસે વેચી શકશે નહિ. 1 માર્ચના રોજ F&O ટ્રેડિંગમાંથી મેળવેલ funds નો ઉપયોગ special disaster recovery session માં કરી શકાશે નહી, આવું એટલા માટે રાખવામાં આવ્યું છે કે ટેસ્ટિંગ રેગ્યુલર settlement cycle પર અસર કરે નહિ.

અત્રે ઉલ્લેખનીય છે કે, Special trading session પહેલા 20મી જાન્યુઆરીના રોજ યોજવાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. પરંતુ 22મી જાન્યુઆરીના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના લીધે 20મી જાન્યુઆરીના રોજ full fledged trading session યોજવામાં આવ્યું હતું અને 22મી જાન્યુઆરીના રોજ equity market માં રજા રાખવામાં આવી હતી.

Exit mobile version