The Pyramid

PM Surya Ghar Yojana(પીએમ સૂર્ય ઘર યોજના ) – લાઈટ બિલમાંથી કાયમનો છુટકારો અપાવતી યોજના

PM Surya Ghar Scheme (પીએમ સૂર્ય ઘર યોજના)

લાઈટનું બીલ ઝીરો કરવું છે ? આ રહ્યો ઉપાય

PM Surya Ghar Yojana(પીએમ સૂર્ય ઘર યોજના)નો લાભ કેવી રીતે મેળવવો ? કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ ? કેટલી સબસીડી મળે ? કોને લાભ મળે?

દેશમાં રીન્યુએબલ ઉર્જા સ્ત્રોતો(પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો) પ્રત્યે લોકજાગૃતિ વધી રહે છે. આગામી સમયમાં ગ્લોબલ વોર્મિંગની ગંભીર અસરોથી બચવા માટે વિશ્વભરમાં સરકારો લોકોને રીન્યુએબલ એટલે કે પુનઃ પ્રાપ્ય ઊર્જાસ્ત્રોતો અપનાવવા માટે જાગૃત કરી રહી છે. ભારતમાં પણ સૌર ઉર્જા અંગે ધીમે ધીમે લોકજાગૃતિ વધી રહી છે. કેન્દ્ર સરકારે સૌર ઉર્જાને ઘર ઘર સુધી પહોચાડવા અને વધુને વધુ લોકોને રીન્યુએબલ ઊર્જાસ્ત્રોતો પ્રત્યે વાળવા માટે સઘન પ્રયત્નો હાથ ધર્યા છે. આવા પ્રયત્નોના ભાગરૂપે સરકારે પીએમ સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજના અમલમાં મૂકી છે. લોકોને તેમના ઘરો પર સોલાર રુફ્ટોપ લગાવવા અને વીજબીલમાં ઘટાડો કરવા માટે આ યોજના શરુ કરવામાં આવી છે. તો ચાલો જાણીએ આ લાભદાયી યોજના વિશે, તેના લાભો, પાત્રતા, સબસીડી, અરજી પ્રોસેસ, ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત સહિતની તમામ બાબતો વિશે.

પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના(PM Surya Ghar Muft Bijli Yojana)નો ઉદ્દેશ

પીએમ સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજનાનો ઉદ્દેશ  1 કરોડ પરિવારોને દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવાનો છે. આ યોજના હેઠળ, 1 કરોડ પરિવારો તેમની વધારાની વીજળી DISCOM ને વેચીને વાર્ષિક 15,000 કરોડ રૂપિયાની બચત કરી શકે છે. આ યોજનાની  મુખ્ય  વિશેષતા સોલર પેનલ લગાવનારને મળતી નાણાકીય સહાય અને પર્યાપ્ત સબસિડી છે. આ યોજનાના લાભાર્થીઓને સબસિડી સીધી તેમના બેંક ખાતામાં મળે છે અને સાથે સાથે યોગ્ય સબસિડીવાળી બેંક લોન પણ મળે છે. જેનાથી સોલાર પેનલ લાગવવા ઈચ્છુક અને આ યોજનાનો લાભ મેળવતા ઈચ્છતા વ્યક્તિઓ પર વધારાના ખર્ચનો બોજ પડતો નથી.

સરકાર દ્વારા પાયાના સ્તરે યોજનાની લોકપ્રિયતા વધારવા માટે પંચાયતો અને શહેરી સ્થાનિક સંસ્થાઓને તેમના અધિકારક્ષેત્રમાં રૂફટોપ સોલર સિસ્ટમ સ્થાપિત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ યોજના દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લક્ષ્ય ગ્રીન ફયુચરને પ્રોત્સાહન આપવાનું અને ભારતને ઊર્જા આત્મનિર્ભરતા તરફ આગળ વધારવાનું છે. આ યોજના ભારતના રહેવાસીઓ માટે ખૂબ જ ફાયદાકારક બનવા જઈ રહી છે. આ યોજનાથી દરેક ઘર સુધી વીજળી પહોંચવામાં મદદ મળશે.

પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજનાના મુખ્ય ફાયદા (PM Surya Ghar Muft Bijli Yojana advantages)

પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના(PM Surya Ghar Muft Bijli Yojana)ની પાત્રતા

પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના માટેની પાત્રતા નીચે મુજબ છેઃ

પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના માટે જરૂરી દસ્તાવેજો

જો કોઈ વ્યક્તિ પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના માટે પાત્ર બનવા માંગે છે, તો તેની પાસે નીચેના દસ્તાવેજો હોવા આવશ્યક છેઃ

પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજનાનો લાભ મેળવવા માટે અરજી કરવાની પ્રક્રિયા

પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના(PM Surya Ghar Muft Bijli Yojana) FAQs 

શું છે પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના?
આ યોજના મધ્યમ અને ગરીબ પરિવારોને દર મહિને 300 યુનિટ મફત વીજળી પ્રદાન કરવાના ઉદ્દેશ સાથે શરુ કરાયેલી યોજના છે. આ યોજના  સોલર રૂફટોપ દ્વારા લોકોની આવકમાં વધારો કરે છે.

પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજનામાં કેટલી સબસિડી ઉપલબ્ધ છે?
આ યોજનામાં Rs.30,000/- પ્રતિ કિલોવોટ સબસિડી મળે છે. સબસિડીની મહત્તમ રકમ રૂ. 78, 000 છે.

પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજનાનો લાભ કેટલા લોકોને મળશે?
પ્રથમ તબક્કામાં 1 કરોડ લોકોને આ યોજનાનો લાભ મળશે. આગળ જતા આ લીમીટ વધારવામાં આવી શકે છે.

પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના માટે લોન ક્યાંથી મળી શકે?
તમામ રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી.

શું તમે પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના માટે ઓનલાઇન અરજી કરી શકો છો?
હા, તમે આ યોજના માટે ઓનલાઇન અરજી કરી શકો છો.

પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી?
પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના 13 ફેબ્રુઆરી 2024 ના રોજ શરૂ કરવામાં આવી હતી.

પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજનાનો લાભ કોણ લઈ શકે છે?
ભારતનો દરેક નાગરિક પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજનાનો લાભ લઈ શકે છે, પરંતુ તેના માટે કેટલીક શરતો છે.

આમ, પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના(PM Surya Ghar Muft Bijli Yojana) આવનારા સમયમાં દેશને રીન્યુએબલ ઉર્જાના ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા અને દેશવાસીઓને સૌર ઉર્જા, પવન ઉર્જા અને આવા અન્ય પુનઃ પ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતો અપનાવવા અને દેશને ગ્લોબલ વોર્મિંગ અને કાર્બન ઉત્સર્જન સામે રક્ષણ પૂરું પાડવામાં મહત્વનો ભાગ ભજવશે.

Exit mobile version