The Pyramid

Index Funds(ઇન્ડેક્સ ફંડ્સ) – મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટેનો સમજદારીભર્યો અને સારો વિકલ્પ

ઈન્ડેક્સ ફંડ્સ(Index Funds) શું છે? કેવી રીતે કામ કરે છે? કયા ઇન્ડેક્સ ફંડ્સ સારું રીટર્ન આપે છે ?

ઈન્ડેક્સ ફંડ્સ(Index Funds)ના ફાયદા, ગેરફાયદા, નિયમો, રોકાણ કરતા પહેલા ધ્યાનમાં લેવા જેવી બાબતો

કોરોના મહામારી પછી ભારતમાં ડીમેટ ખાતાઓની સંખ્યા અને SIP(એસઆઇપી)માં રોકાણ વિક્રમજનક સપાટીએ પહોચ્યું છે. દેશના યુવાઓમાં અને અન્ય નાગરિકોમાં રોકાણ અને પર્સનલ ફાઈનાન્સ અંગે સભાનતા વધી છે. આજે માર્કેટમાં અલગ અલગ કેટેગરીમાં  કેટલાય રોકાણ વિકલ્પો ઉપલબ્ધ છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માંગતા લોકો માટે ઇન્ડેક્સ ફંડ એક ખુબ જ સારો અને સમજદારીભર્યો વિકલ્પ છે. ચાલો જાણીએ ઇન્ડેક્સ ફંડ્સ(Index Funds) શું હોય છે ?, તેના ફાયદા શું છે?, તેમાં રોકાણ કેવી રીતે કરી શકાય, શું મર્યાદાઓ હોય છે ? વગેરે તમામે તમામ બાબતો.

ભારતમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણના વિકલ્પ તરીકે ઇન્ડેક્સ ફંડ્સ(Index funds)

ઈન્ડેક્સ ફંડ્સ(Index funds) શું છે?
ઈન્ડેક્સ ફંડ્સ(Index Funds) એ મ્યુચ્યુઅલ ફંડનો એક પ્રકાર છે,જેનો ઉદ્દેશ નિફ્ટી 50(nifty 50) અથવા બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) જેવા ચોક્કસ બજાર ઈન્ડેક્સ (ઇન્ડેક્સ)ના પ્રદર્શનને રેપ્લીકેટ કરવાનો છે એટલે કે તે ઇન્ડેક્સમાં સમાવિષ્ટ શેરોમાં જ રોકાણ કરે છે. સારા રીટર્ન માટે વિવિધ પ્રકારના શેરોની ગતિવિધિઓ અને તેની સ્થિતિ અંગે ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવાના બદલે, ઇન્ડેક્સ ફંડ્સ પસંદ કરેલા ઇન્ડેક્સની રચના કરતી સિક્યોરિટીઝમાં સીધું જ રોકાણ કરે છે. તેમાં એક્ટીવ ફંડ મેનેજમેન્ટ ટીમ કે સ્ટ્રેટેજીની જરૂરિયાત રહેતી નથી.

ઈન્ડેક્સ ફંડ્સ(Index funds) કેવી રીતે કામ કરે છે?
ઈન્ડેક્સ ફંડ્સ(Index Funds)પસંદ કરેલ ઈન્ડેક્સમાં સમાવિષ્ટ તમામ સિક્યોરિટીઝ/સ્ટોક્સ અથવા સિક્યોરિટીઝ/સ્ટોક્સના અમુક ભાગમાં રોકાણ કરીને કરે છે. ફંડનું પ્રદર્શન તે જે ઈન્ડેક્સને અનુસરે છે તેના જેવું જ રહે છે, કારણ કે તેનો હેતુ ઇન્ડેક્સના રીટર્નની  સમકક્ષ રીટર્ન મેળવવાનો રહે  છે.  ઈન્ડેક્સ ફંડમાં  સામાન્ય રીતે કોઈ સક્રિય મેનેજમેન્ટ સામેલ ન હોવાથી, સક્રિય રીતે સંચાલિત ફંડ(Actively managed funds – એક્ટીવલી  મેનેજ્ડ ફંડ્સ)ની તુલનામાં મેનેજમેન્ટ ફી ઓછી રહે છે.

ઈન્ડેક્સ ફંડ્સ(Index funds)ના ફાયદાઃ

ઈન્ડેક્સ ફંડ્સ(Index funds)ના ગેરફાયદાઃ

ભારતમાં સારું રીટર્ન આપનારા ઇન્ડેક્સ ફંડ્સ(Index funds)

ઈન્ડેક્સ ફંડ્સ(Index funds)ને લગતા નિયમોઃ

ઇન્ડેક્સ ફંડનું નિયમન સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) દ્વારા કરવામાં આવે છે, જે તેમની કામગીરી માટે માર્ગદર્શિકાઓ રજૂ કરે છે, જેમાં ડિસ્કલોઝર અને રોકાણના નિયંત્રણો સહિતની બાબતો સામેલ હોય છે. સેબીના આદેશ અનુસાર ઇન્ડેક્સ ફંડોએ ઉચ્ચ સ્તરની ચોકસાઈ સાથે પસંદ કરેલા ઇન્ડેક્સની કામગીરીને અનુસરવી આવશ્યક છે.

ઈન્ડેક્સ ફંડ(Index funds) સહીત વિવિધ એસેટ ક્લાસ(Asset class)માં રોકાણ કરતા પહેલા ધ્યાનમાં લેવા જેવી બાબતોઃ

ઈન્ડેક્સ ફંડ્સ(Index funds) સાથે સંકળાયેલા ટેકનોલોજીકલ શબ્દો:

ઈન્ડેક્સ ફંડ્સ(Index funds) રીટર્ન વિશ્લેષણઃ

વિવિધ એસેટ ક્લાસ(Asset Class) સાથે ઈન્ડેક્સ ફંડ્સની સરખામણીઃ

રોકાણની વ્યૂહરચનાઃ

Exit mobile version