The Pyramid

કેવી રહેશે આવનારા દિવસોમાં શેરબજારોની દિશા? કયા પરિબળો કરશે માર્કેટને અસર(Factors affecting stock market)?

વૈશ્વિક અને સ્થાનિક પરીબળો સહીત કોમોડીટી અને રાજકીય પરિબળો કરશે આગામી સમયમાં માર્કેટને અસર(Factors affecting stock market)

વૈશ્વિક અને સ્થાનિક પરીબળોના પરિણામે હાલમાં ભારતીય શેરબજારોમાં હાઈ વોલેટિલિટીનો માહોલ જોવા મળી રહી છે. શેરોમાં એકંદર ખરીદદારી અને વેચવાલીના માહોલ વચ્ચે શેરબજારોની દિશા કળવી મુશ્કેલ બની રહી છે. ઈરાન-ઇઝરાયલ યુદ્ધના માહોલ વચ્ચે મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં સપ્તાહની શરૂઆતમાં(સોમવારે) ભારે વેચવાલીનો દોર જોવા મળ્યો હતો. ત્યારબાદ મંગળવારે બજારોએ થોડા અંશે રીકવરી નોંધાવી હતી. આજના રામનવમીના પર્વ નિમિત્તે ટ્રેડીંગ હોલીડે પછી આવતીકાલથી શરુ થતા બજારોમાં કેવી રહેશે બજારોની દિશા અને હાલમાં કયા મુખ્ય પરિબળો માર્કેટને અસર કરશે(Factors affecting stock market) તે જાણવું અને સમજવું જરૂરી છે. ચાલો જાણીએ માર્કેટને અસર કરનારા વૈશ્વિક, સ્થાનિક અને અન્ય પરિબળો વિશે.

વૈશ્વિક પરિબળો 

યુએસ ફુગાવાના દર

માર્ચ 2024 માં નોંધવામાં આવેલો સીપીઆઈ (કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ) 3.5% છે. જે Y-O-Y બેસીસ પર 3.2% છે. અપેક્ષિત સીપીઆઈ 3.4 ટકા હતો, પરંતુ વર્તમાન સીપીઆઈ 3.5 ટકા નોંધાયો છે. માસિક ધોરણે, સીપીઆઈ ફેબ્રુઆરીની તુલનામાં 0.4 ટકા વધ્યો હતો અને અર્થ શાસ્ત્રીઓના 0.3 ટકાના લાભના અંદાજથી ઉપર છે.

યુએસ-ફેડ રેપો રેટમાં ઘટાડો

ફેડ જૂનથી સપ્ટેમ્બરમાં અપેક્ષિત દર ઘટાડાને મુલતવી રાખી શકે છે અથવા 2024માં તેમાં ઘટાડો નહીં કરે. વ્યાજ દરોમાં કાપ મૂકવાનું અકાળ પગલું વધારાના ફુગાવાના દબાણને જોખમમાં મૂકી શકે છે. યુ. એસ. માં વર્તમાન વ્યાજ દર 5.25% થી 5.50% વચ્ચે છે.

અમેરિકાની આગામી ચૂંટણી 2024 

2024 ની યુ. એસ. ચૂંટણીઓમાં બહુમતી અને સ્થિરતા સાથેની સરકાર બનવાની અનિશ્ચિત અને અસ્થિર અટકળો પણ માર્કેટને અસર કરી રહી છે.

ભૂ-રાજકીય મુદ્દાઓ

ઈરાન-ઇઝરાયલ સંઘર્ષને લઈને ભૌગોલિક રાજકીય તણાવ VIX ને નવી ઉંચાઈ આપી શકે છે તથા તેલની કિંમતો સહીત બોન્ડના દરમાં અને સોનાના દરમાં વધારો પ્રેરી શકે છે અને યુએસ ડોલરમાં મજબૂતી લાવી શકે છે. આ પરિબળો શેર બજારો પર સીધી અસર કરે છે.

સ્થાનિક પરિબળો 

ભારતમાં ફુગાવાનો દર

આંકડા અને કાર્યક્રમ અમલીકરણ(સ્ટેસ્ટિકસ અને પ્રોગ્રામ ઈમ્પ્લીમેન્શટેન)મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2024 માર્ચના રોજ વર્તમાન છૂટક ફુગાવો(કરંટ રીટેલ ઇન્ફલેશન) Y-O-Y બેઝીસ પર 4.8% Vs 5.9% છે. ભારતમાં ફુગાવાનો દર નિયંત્રણમાં છે અને તેમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે.

આરબીઆઇ રેટ કટ્સ

ઇંધણના ભાવ અને ફુગાવાના દરની સાથે આરબીઆઈ માટે સમાન વ્યાજ દર જાળવી રાખવા અથવા વ્યાજ દરમાં ઘટાડો કરવો પડકારજનક બની જાય છે. જ્યાં સુધી ફુગાવો 4% ની આસપાસ સ્થિર ન થાય ત્યાં સુધી આરબીઆઈ વ્યાજ દરમાં ઘટાડો કરશે નહીં. આરબીઆઈએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યા વિના 6.5 ટકા જાળવી રાખ્યો છે.

મોરિશિયસની શેલ કંપનીઓ પર નિયંત્રણ માટે લેવાનાર પગલા 

બનાવટી કંપનીઓ અથવા કર ચોરીઓ કરતી કંપનીઓના મોરેશિયસમાંથી આવતા રોકાણો પર બમણો કર લાદવા માટે સરકાર યોગ્ય કાળજી લેશે. આનાથી શેરબજારમાં વિદેશી રોકાણના પ્રવાહને અસર થઈ શકે છે.

આગામી Q4 પરિણામો

આગામી સપ્તાહે અને એપ્રિલ માસના અંત સુધીમાં ઘણી કંપનીઓ તેમના ચોથા ક્વાર્ટરના પરિણામો (Q4) જાહેર કરનાર છે. કંપનીઓના પરિણામોની અસર માર્કેટમાં શેરની ખરીદદારી અને વેચવાલી પર અસર કરશે. જેની અસર ઓવરઓલ માર્કેટને પણ થશે.

આગામી લોકસભા ચૂંટણી 2024

વધુ બહુમતી અને સ્થિરતા સાથેની આગામી સરકારની અટકળોના આધારે 2024ની ચૂંટણીઓની અસર અનિશ્ચિત અને અસ્થિર જણાય છે. ચુંટણીના પરિણામો માર્કેટમાં મોટાપાયે તેજી અથવા મંદીનું વાતાવરણ સર્જી શકે છે. મંદી અથવા વેચવાલીનું વાતાવરણ સારા શેરોમાં ખરીદી કરીને લાંબા ગળાના પોર્ટફોલિયોને મજબુત કરવાની તક પૂરી પડશે તથા નવા રોકાણ માટે પણ તકો ઉભી કરશે. તો બીજી બાજુ, તેજીનું વાતાવરણ હયાત રોકાણકારોને વધુ સારા રીટર્ન પૂરા પાડશે તથા માર્કેટને નવી ઉંચાઈઓ પર લઇ જશે.

કોમોડીટી પ્રાઈઝ 

કાચા તેલના ભાવ

બ્રેન્ટ અને ડબલ્યુટીઆઈ ક્રૂડ ઓઇલના ભાવમાં છેલ્લા એક મહિનાથી વધારો જોવા મળી રહ્યો છે. એક મહિનામાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલ (8.11%) અને WTI ક્રૂડ ઓઇલ (10.4%) માં નોંધપાત્ર વધારો થયો છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ સંઘર્ષો, તેલ રિફાઈનરીઓ પર ડ્રોન હુમલાઓ અને પુરવઠાની સ્થિરતા અંગેની ચિંતાઓ માર્કેટને અસર કરી શકે છે. ઇંધણના ભાવમાં કોઈપણ વધારો વૈશ્વિક અને સ્થાનિક અર્થતંત્રને અસર કરી શકે છે.

ધાતુઓના ભાવ

ફુગાવાની અસરોના સંદર્ભમાં કેટલીક કોમોડીટી(સોના, ચાંદી અને તાંબુ)ના ભાવ 2024ના શરૂઆતના મહિનાઓમાં ખુબ જ અસર પામ્યા છે. સોનાના ભાવો રોજે રોજ નવી ઉંચાઈઓ સર કરી રહ્યા છે. હેજિંગ માટે સોનામાં રોકાણ વધી રહ્યું છે. સોનું સહીત અન્ય કોમોડિટીના ભાવમાં વધારો શેરબજારના કેટલાક ક્ષેત્રો અને ઇન્ડેકસને અસર કરી શકે છે.

Exit mobile version