બજારમાં અત્યારે એક IPO ની સૌથી વધુ ચર્ચા થઇ રહી છે. બમણાથી વધુ GMP(ગ્રે માર્કેટ પ્રીમીયમ) ધરાવતા આ Emmforce Autotech IPO માં રોકાણકારોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. 23 એપ્રિલે ખુલેલા Emmforce Autotech IPO નો આજે બીજો દિવસ છે અને બીજા દિવસે જ આ IPO 40 ગણો ભરાઈ ગયો છે. એવા કયા ફીચર્સ છે જે આ IPO ને રોકાણકારોમાં આટલો લોકપ્રિય બનાવી રહ્યા છે, ચાલો જાણીએ. Emmforce Autotech IPO નો આવતીકાલે 25 એપ્રિલે છેલ્લો દિવસ છે.
Emmforce Autotech IPO ની બેઝીક વિગતો
Emmforce Autotech(એમ્મફોર્સ ઓટોટેક)એ NSE પર લીસ્ટ થવા જઈ રહેલો SME IPO છે. આ SME IPO દ્વારા કંપનીનો ₹ 53.90 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક છે. Emmforce Autotech IPO(એમ્ફોર્સ ઓટોટેક આઇપીઓ)ની પ્રાઇસ બેન્ડ ₹93 થી ₹98 નક્કી કરવામાં આવી છે, જેમાં 1200 શેરનો માર્કેટ લોટ છે.
જાણીએ Emmforce Autotech(એમ્મફોર્સ ઓટોટેક) કંપની વિશે
Emmforce Autotech(એમફોર્સ ઓટોટેક) ડિફરન્શિયલ હાઉસિંગ, ડિફરન્શિયલ લોકર્સ, ડિફરન્શિયલ કવર્સ, 4WD લોકિંગ હબ્સ, સ્પિન્ડલ્સ, એક્સલ્સ એન્ડ શાફ્ટ્સ, ગિયર શિફ્ટર્સ, યોક્સ, ડિફરન્શિયલ સ્પૂલ્સ, ડિફરન્શિયલ ટૂલ્સ અને મુખ્યત્વે 4-વ્હીલ ડ્રાઇવ અને પર્ફોર્મન્સ રેસિંગ વાહનો માટે વિવિધ ડિફરન્શિયલ ફોર્જ/કાસ્ટ પાર્ટ્સ જેવા વિશિષ્ટ ઓટોમોટિવ ડ્રાઇવટ્રેન પાર્ટ્સના ઉત્પાદનના વ્યવસાયમાં સંકળાયેલ છે.
કંપની તેની શરૂઆતથી જ નિકાસમાં સંકળાયેલી છે. તેઓએ ભારતમાં ડ્રાઇવટ્રેન પાર્ટ્સના ઉત્પાદક તરીકે પોતાની જાતને સ્થાપિત કરી છે
ફોર્જિંગ અને મશીનિંગ માટે ટૂલિંગની વિશાળ ઇન્વેન્ટરી, જિગ્સ અને મશીનિંગ માટે ફિક્સર, અને એન્જિનિયરિંગ પરનું ફોકસ, એમ્મફોર્સ(Emmforce)ને તેના પ્રતિસ્પર્ધીઓ કરતાં વધુ ઝડપી સમયમાં નવા પાર્ટ્સ વિકસાવવા માટે મદદરૂપ બને છે. કંપની ઝડપી ઉત્પાદન વિકાસ, ટૂંકો લીડ ટાઇમ, સમયસર ડિલિવરી, વ્યાપક ઉત્પાદન શ્રેણી અને સ્પર્ધાત્મક ભાવો દ્વારા તેના પરફોર્મન્સ અને નફાકારકતામાં સતત સુધારો કરી રહી છે.
તેઓ કોન્સેપચ્યુલાઈઝેશન, ડેવલપમેન્ટ અને વેલિડેશનથી લઈને તેમના ઉત્પાદનોના અમલીકરણ અને ઉત્પાદન સુધીના સંપૂર્ણ સંકલિત ઇજનેરી ઉકેલો પ્રદાન કરે છે. કોન્સેપચ્યુલાઈઝેશનના તબક્કામાં માર્કેટ ઈન્ટેલીજન્સ પ્રાપ્ત કરવી, ગ્રાહકની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવું અને વ્યક્તિગત ગ્રાહકો માટે કસ્ટમાઇઝ્ડ વ્યૂહરચનાઓ ઘડવાનો સમાવેશ થાય છે. ડેવલપમેન્ટના તબક્કામાં પ્રોડક્ટ ડીઝાઈનીંગ, મટીરીયલ પ્રોક્યોરમેન્ટ અને પ્રોસેસિંગનો સમાવેશ થાય છે. ત્યારબાદ વેલીડેશન તબક્કો આવે છે, જેમાં પ્રોટોટાઇપિંગ, ટેસ્ટીંગ અને ફીઝીબીલીટી એનાલીસીસનો સમાવેશ થાય છે. કંપનીની ઈન હાઉસ મેન્યુફેક્ચરિંગ અને ઈમ્પ્લેમેન્ટેશન ક્ષમતાઓમાં ફોર્જિંગ, મશીનિંગ, ફેબ્રિકેશન, હીટ ટ્રીટમેન્ટ, સરફેસ ફિનિશ, લોજિસ્ટિક્સ, ગુણવત્તા અને પરીક્ષણ, ડિઝાઇન અને વેલિડેશનનો સમાવેશ થાય છે.
IPOના ઉદ્દેશ્યોઃ
- જનરલ કોર્પોરેટ પર્પઝ માટે .
- પેટાકંપનીમાં રોકાણમાટે :- સહાયક કંપની મોબિલિટી સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ (EMSPL)માં વર્કિંગ કેપિટલની જરૂરીયાતને પહોચી વળવા અને સબસીડરી કંપનીની ટર્મ લોન માટે માર્જિન મનીની જરૂરિયાતને પહોંચી વળવા માટે.
- કંપનીની વર્કિંગ કેપિટલની જરૂરિયાતો પૂરી કરવી.
Emmforce Autotech IPO(એમ્ફોર્સ ઓટોટેક IPO) તારીખ અને પ્રાઇસ બેન્ડની વિગતો
- IPO પ્રાઇસ બેન્ડઃ ₹ 93 થી ₹ 98 પ્રતિ ઇક્વિટી શેર
- IPO સાઈઝ : આશરે 53.90 કરોડ, 5,499,600 ઇક્વિટી શેર્સ
- ફેસ વેલ્યુઃ ₹ 10 પ્રતિ ઇક્વિટી શેર
- IPO લિસ્ટિંગઃ NSE SME
- IPO ઓપન ડેટ : 23 એપ્રિલ, 2024
- IPO ક્લોઝઃ 25 એપ્રિલ, 2024
- QIB ક્વોટાઃ નેટ ઓફરના 50%
- રિટેલ ક્વોટાઃ નેટ ઓફરના 35%
- NII ક્વોટાઃ નેટ ઓફરના 15%
-
IPO એલોટમેન્ટ ડેટ: 26 એપ્રિલ
- ડીમેટ એકાઉન્ટમાં ક્રેડિટઃ 29 એપ્રિલ, 2024
- જેમને IPO એલોટમેન્ટ નથી થયું તેમને રિફંડ 29 એપ્રિલ 2024 થી મળશે
-
IPO લીસ્ટીંગ ડેટ: 30 એપ્રિલ
Emmforce Autotech IPO(એમ્ફોર્સ ઓટોટેક IPO) માર્કેટ લોટ
Emmforce Autotech IPO(એમ્ફોર્સ ઓટોટેક IPO) ની એક અરજી લઘુતમ 1200 શેરના 1 માર્કેટ લોટ સાથે થઇ શકે છે, જેની કિંમત ₹117,600 છે. રીટેલ, QIB અને S-HNI માટે માર્કેટ લોટ નીચે મુજબ રહેશે.
- રિટેલ ક્વોટામાં મીનીમમ અને મેક્સીમમ બંને કેટેગરીમાં 1 લોટ 1200 શેરનો રહેશે, જેના માટે ₹117,600નું મૂડી રોકાણ રહેશે,
- S-HNI ક્વોટામાં મીનીમમ 2 લોટ એટલે કે 2400 શેર માટે અરજી કરી શકાશે, જેના માટે ₹2,35,200 નું મૂડી રોકાણ રહેશે,
Emmforce Autotech IPO(એમ્ફોર્સ ઓટોટેક IPO) માટે અરજી કેવી રીતે કરવી ?
Emmforce Autotech IPOમાં એપ્લાય કરવા માંગતા રોકાણકારો IPOની એપ્લીકેશન તેમના બેંક ખાતામાં ઉપલબ્ધ ASBA સુવિધા દ્વારા કરી શકે છે. જેના માટે ઓનલાઇન બેંકના લોગિન પર જઈને ઇન્વેસ્ટ સેક્શનમાં Emmforce Autotech IPO પસંદ કરીને જે તે વ્યક્તિ તેમના બેંક ખાતા દ્વારા અરજી કરી શકે છે.
બીજા વિકલ્પમાં રોકાણકારો NSE ની વેબસાઇટ દ્વારા IPO ફોર્મ ડાઉનલોડ કરીને Emmforce Autotech IPO માટે અરજી કરી શકે છે. Emmforce Autotech NSE IPO નું ફોર્મ્સ વેબ્સાઈટ પરથી ડાઉનલોડ કરીને, ફોર્મ ભરીને, પોતાની બેંકમાં અથવા પોતાના બ્રોકરને સબમિટ કરીને IPO માં એપ્લાય કરી શકે છે.
Emmforce Autotech(એમ્ફોર્સ ઓટોટેક)નો ફાઈનાન્સિયલ રીપોર્ટ
કંપનીની આવક વર્ષ 2021, 2022 અને 2023માં અનુક્રમે ₹ 51.85, ₹ 71.38, ₹ 48.75 કરોડ રહી છે.
કંપનીનો ખર્ચ વર્ષ 2021, 2022 અને 2023માં અનુક્રમે ₹ 43.60, ₹ 60.17, ₹ 41.98 કરોડ રહ્યો છે.
કંપનીનો PAT(Profit after tax) વર્ષ 2021,2022 અને 2023 માં અનુક્રમે ₹ 5.09, ₹ 7.33, ₹ 4.39 કરોડ રહ્યો છે.
Emmforce Autotech IPO(એમ્ફોર્સ ઓટોટેક IPO) વેલ્યુએશન-FY2023
ઇપીએસ(અર્નિંગ પર શેર-EPS), રીટર્ન ઓન નેટવર્થ (RoNW) અને નેટ એસેટ વેલ્યુ (એનએવી-NAV) વિગતો જેવી એમ્મફોર્સ ઓટોટેક આઇપીઓની વેલ્યુએશન આધારિત વિગતો નીચે મુજબ છે.
- ઇપીએસ(અર્નિંગ પર શેર-EPS) : ₹ 2.93 પ્રતિ ઇક્વિટી શેર
- રીટર્ન ઓન નેટવર્થ (RoNW) : 18.71%
- નેટ એસેટ વેલ્યુ (એનએવી-NAV) : ₹ 15.63 પ્રતિ ઇક્વિટી શેર
Emmforce Autotech(એમ્ફોર્સ ઓટોટેક)ના પીઅર ગ્રૂપ
- ડિવગી ટોર્કટ્રાન્સફર સિસ્ટમ્સ લિમિટેડ (Divgi Torqtransfer Systems Ltd)
Emmforce Autotech(એમ્ફોર્સ ઓટોટેક)ના પ્રમોટર્સ
- શ્રી અશોક મહેતા
- શ્રીમતી નીતુ મહેતા
- શ્રી અઝીઝ મહેતા
Emmforce Autotech IPO(એમ્ફોર્સ ઓટોટેક IPO) રજિસ્ટ્રાર
- લિંક ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ફોનઃ + 91-22-4918.6270, ઇમેઇલઃ emmforce.ipo @linkintime.co.in, વેબસાઇટઃ https:// linkintime.co.in/initial _ offer/public-Issues. html
- લિંક ઇનટાઇમ વેબસાઇટ પર Emmforce Autotech IPO નું એલોટમેન્ટ તપાસી શકાય છે.
Emmforce Autotech IPO(એમ્ફોર્સ ઓટોટેક IPO)લીડ મેનેજર્સ ઉર્ફે મર્ચન્ટ બેન્કર્સ
બીલાઇન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ (Beeline Capital Advisors Pvt Ltd)
Emmforce Autotech કંપનીનું સરનામું
- Emmforce Autotech Limited, Plot No. 287, ઔદ્યોગિક વિસ્તાર, ફેઝ II ઔદ્યોગિક એસ્ટેટ, પંચકુલા-134113
- ફોનઃ + 91-9876009999
- ઇમેઇલઃ info@emmforce.com
- વેબસાઇટઃ http://www.emmforce.com /
Emmforce Autotech IPO(એમ્ફોર્સ ઓટોટેક IPO) GMP(ગ્રે માર્કેટ પ્રીમીયમ)
Emmforce Autotech IPOમાં તારીખ 24 એપ્રિલના રોજ 110 રૂપિયાનું અથવા 112% એટલે કે બમણાથી પણ વધુનું ગ્રે માર્કેટ પ્રીમીયમ ચાલી રહ્યું છે. એટલે કે આ IPOનું એલોટમેન્ટ જે રોકાણકારોને મળશે તેમના પૈસા લગભગ બમણા થઇ જશે એવું ગ્રે માર્કેટ પ્રીમીયમમાં ઉતરોતર થયેલા વધારાના પગલે લાગી રહ્યું છે.